Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Titans માં આ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજની એન્ટ્રી!

ગુજરાત ટાઇટન્સમાં પાર્થિવ પટેલ એન્ટ્રી  ગુજરાતના બેટિંગ કોચ અને મેન્ટરની ભૂમિકા નિભાવી  ગુજરાતની છેલ્લી સિઝન ખરાબ રહી Gujarat Titans:IPL 2025ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સે (Gujarat titans) એક મોટી ચાલ કરી છે.ટીમે આગામી સિઝન માટે પાર્થિવ પટેલ (Parthiv Patel) ને...
gujarat titans માં આ ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજની એન્ટ્રી
Advertisement
  • ગુજરાત ટાઇટન્સમાં પાર્થિવ પટેલ એન્ટ્રી 
  • ગુજરાતના બેટિંગ કોચ અને મેન્ટરની ભૂમિકા નિભાવી 
  • ગુજરાતની છેલ્લી સિઝન ખરાબ રહી

Gujarat Titans:IPL 2025ની શરૂઆત પહેલા ગુજરાત ટાઇટન્સે (Gujarat titans) એક મોટી ચાલ કરી છે.ટીમે આગામી સિઝન માટે પાર્થિવ પટેલ (Parthiv Patel) ને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પાર્થિવ ગુજરાતની ટીમ સાથે બેટિંગ મેન્ટર તરીકે જોડાયો છે.ભૂતપૂર્વ ભારતીય ખેલાડી ગેરી કર્સ્ટનનું સ્થાન લેશે. કર્સ્ટન અગાઉ ગુજરાતના બેટિંગ કોચ અને મેન્ટરની ભૂમિકા નિભાવી રહ્યા હતા. ગત સિઝનમાં ગુજરાતની ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. IPL 2024માં રમાયેલી 14 મેચોમાંથી ટીમ માત્ર 5માં જ જીતી શકી હતી, જ્યારે ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પાર્થિવ, ગુજરાત ટીમના મુખ્ય કોચ આશિષ નેહરા સાથે મળીને ટીમના બેટિંગ ઓર્ડરને મજબૂત કરશે.

પાર્થિવ ગુજરાતની ટીમમાં એન્ટ્રી

IPL 2025ની મેગા હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સે મોટો દાવ રમ્યો છે. ટીમે પાર્થિવ પટેલને બેટિંગ કોચ અને મેન્ટર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. ગુજરાતની ટીમમાં જોડાતા પહેલા પાર્થિવ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ભાગ હતો. વર્ષ 2020માં પાર્થિવે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું અને મુંબઈ ટીમ સાથે જોડાઈ ગયો હતો. પાર્થિવે ભારત માટે 25 ટેસ્ટ, 38 ODI અને બે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Sania Mirza ની જગ્યાએ ભારતની આગામી ટેનિસ સ્ટાર કોણ? આ નામો ચર્ચામાં

ગુજરાતની છેલ્લી સિઝન ખરાબ રહી હતી

હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયા પછી, IPL 2024માં ગુજરાત ટાઈટન્સની ટીમ શુભમન ગિલની કપ્તાની હેઠળ આવી. જોકે, ગિલની કેપ્ટન્સીમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. ગત સિઝનમાં ગુજરાત પ્રથમ વખત પ્લેઓફની ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યું હતું. 14 મેચોમાંથી ગુજરાત માત્ર 5 મેચમાં જીતનો સ્વાદ ચાખી શક્યું, જ્યારે ટીમને 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમનો બેટિંગ ઓર્ડર અપેક્ષાઓ પર ખરો નહોતો. તે જ સમયે, એક-બે બોલરોને બાદ કરતાં ટીમના બોલરો પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા હતા. હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ ગુજરાતે વર્ષ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું અને IPL ટાઇટલ કબજે કર્યું. તે જ સમયે, 2023માં ટીમે ફાઈનલ સુધીનો પ્રવાસ ખેડ્યો હતો.

Tags :
Advertisement

.

×