Rajkot માં રોગચાળો વકરતા બે બાળકીના મોત, મનપાના ચોપડે ઝાડા ઉલ્ટીના 400 થી વધુ કેસ નોંધાયા
- ચોમાસાની શરૂઆતે રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો
- જૂના માર્કેટિંગ યાર્ડ પાસે 9 વર્ષની બાળકીનું ઝેરી કમળાથી મોત
- વીરડા વાઝડી ગામે 6 વર્ષની બાળકીનું ઝાડા થયા બાદ મોત
- ઝાડા થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું
રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો છે બે વર્ષની બાળકીના. ચોમાસાની શરૂઆત થતા જ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રહેતી 9 વર્ષની બાળકીનું ઝેરી કમળાના લીધે મોત થયું હતું. વીરડા વાઝડી ગામમાં રહેતી 6 વર્ષની બાળકીનું ઝાડા થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. છેલ્લા બે સપ્તાહમાં મનપાના ચોપડે ઝોડા ઉલ્ટીના 400 થી વધુ કેસ નોંધાયા હતા.
પાંચ વીકથી કમળાના છૂટા છવાયા કેસ મળી રહ્યા છેઃ ડૉ. જયેશ વાકાણી
આ બાબતે રાજકોટ આરોગ્ય અધિકારી ડૉ. જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વીકથી કમળાના છુટા છવાયા કેસ મળી રહ્યા છે. આ તમામ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ ખાણી-પીણીની આઈટમોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ અમુક વિસ્તારમાં ટ્રેકીંગ કરી પાણીની લાઈન અને ગટરની લાઈન ઘણી વખત ભેગી થઈ જાય જેના કારણે દૂષિત પાણી સપ્લાય થતું હોય છે. તેમજ આવો ફોલ્ટ મળે તો તેને તાત્કાલીક ધોરણે દૂર કરવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ Surendranagar Rain : ઝાલાવાડ પર ચાલુ વર્ષે મેઘરાજા મહેરબાન, જિલ્લાના 11 ડેમો પૈકી 6 ડેમ ઓવરફ્લો
સામાન્ય વરસાદમાં મનપાની પોલ છતી થઈ
રાજકોટમાં સામાન્ય વરસાદમાં મનપાની પોલ છતી થઈ જવા પામી હતી. રાજકોટ શહેરના દિવાનપરા વિસ્તારમાં મોટો ખાડો પડતા રસ્તો બંધ થયો હતો. ખાડો પડતા રસ્તો બંધ થતા રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ગત વર્ષે પણ આજ જગ્યાએ ખાડો પડ્યો હતો. જો કે યોગ્ય કામગીરી ન થતા ફરી ખાડો પડ્યો છે.
આ પણ વાંચોઃ Valsad Rain : ભારે વરસાદને લઇ નેશનલ હાઇવે પ્રભાવિત, ગુંદલાવ નજીક પાર્ક કરેલ વાહનો પર વૃક્ષ ધરાશાયી થયું


