Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીની પૂણ્યતિથી, PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

Atal Bihari Vajpayee : રાષ્ટ્રના વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ અને સેવાની ભાવના દરેકને વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા પ્રેરણા આપે છે - PM
દેશના પૂર્વ વડાપ્રધાન વાજપેયીની પૂણ્યતિથી  pm મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
Advertisement
  • આજે પૂર્વ વડાપ્રધાન વાજપેયીની 7 મી પૂણ્યતિથી
  • દેશના ટોચના નેતાઓએ શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા
  • PM અને HM એ ટ્વિટર પર પોતાની શબ્દાંજલિ પણ અર્પણ કરી

Atal Bihari Vajpayee : આજે દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ની પૂણ્યતિથી છે. તે નિમિત્તે વહેલી સવારે દિલ્હી સ્થિત સદૈવ અટલ (Sadaiv Atal - Delhi) સ્મૃતિ સ્મારક પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પહોંચ્યા છે. અને તેમને શ્રદ્ધા-સુમન પાઠવ્યા છે. આજે પૂર્વ વડાપ્રધાનની 7 મી પૂણ્યતિથી છે. તેઓ આજે પણ કરોડો દેશવાસીઓના હ્રદયમાં જીવંત છે.

આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા પ્રેરણા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટર પર લખ્યું કે, તમામ દેશવાસીઓ વતી, હું ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને તેમની પુણ્યતિથિ પર મારી આદરપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ અને સેવાની ભાવના દરેકને વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે યોગદાન આપવા પ્રેરણા આપે છે.

Advertisement

ક્યારેય સિદ્ધાંતો અને વિચારધારા સાથે સમાધાન કર્યું નહીં

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને યાદ કરતા દેશના ગૃહમંત્રી અમિત શાહે (HM Amit Shah) ટ્વિટર પર લખ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન, ભાજપના સ્થાપક સભ્ય, ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજીએ મૂલ્ય આધારિત રાજકારણને પ્રોત્સાહન આપીને વિકાસ અને સુશાસનનો મજબૂત પાયો નાખ્યો. અટલજી એક એવા રાજકારણી હતા જેમણે ક્યારેય સિદ્ધાંતો અને વિચારધારા સાથે સમાધાન કર્યું નહીં, ભલે તેમને આ માટે તેમની સરકાર ગુમાવવી પડે. તેમના નેતૃત્વમાં ભારતે પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણો કર્યા અને કારગિલ યુદ્ધમાં દુશ્મનોને યોગ્ય જવાબ આપ્યો. અટલજી તેમના વિચારો અને કાર્યો દ્વારા રાષ્ટ્ર સેવાના માર્ગ પર આપણને બધાને પ્રેરણા આપતા રહેશે. હું શ્રી અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

Advertisement

ઘણા વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા

દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 7 મી પુણ્યતિથિ છે. અટલ બિહારી વાજપેયીનું 16 ઓગસ્ટ 2018ના રોજ 83 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેમની સમાધિ સ્થાન સદૈવ અટલ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે સવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, PM મોદી અને ઘણા વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા હતા.

ત્રણ વખત વડાપ્રધાન બનીને દેશનું નેતૃત્વ કર્યું

સૌ પ્રથમ તેઓ વર્ષ 1996માં 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. તે સમયે સંસદમાં બહુમતી સાબિત ના કરી શકવાના કારણે તેમણે રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ વર્ષ 1998માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. દરમિયાન સાથી પક્ષો દ્વારા સમર્થન પાછું ખેંચવાને કારણે 1999માં 13 મહિના પછી ફરીથી સામાન્ય ચૂંટણીઓ યોજાવી પડી હતી. વર્ષ 1999 માં તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આ વખતે તેમણે 2004 સુધીનો કાર્યકાળ પૂરો કર્યો હતો.

આ પણ વાંચો ---- Heavy Rain in Mumbai : મુશળધાર વરસાદથી મુંબઈના અનેક વિસ્તારો પાણી-પાણી, Red Alert જાહેર

Tags :
Advertisement

.

×