ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Exam for recruitment in police department : રાજ્યના 825 કેન્દ્રો પર LRDની પરીક્ષા

સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પરીક્ષા યોજાશે. કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યા માટે પરીક્ષા યોજાશે
07:07 AM Jun 15, 2025 IST | SANJAY
સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પરીક્ષા યોજાશે. કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યા માટે પરીક્ષા યોજાશે
Dummy Candidate in Exams

Exam for recruitment in police department : પોલીસ વિભાગની લોકરક્ષકની ભરતી માટે પરીક્ષા યોયાજવા જઇ રહી છે. જેમાં સવારે 9.30 કલાકથી 12.30 કલાક સુધી પરીક્ષા યોજાશે. કુલ 12 હજાર જેટલી વિવિધ જગ્યા માટે પરીક્ષા યોજાશે. શારીરિક કસોટીમાં 10.73 લાખ ઉમેદવારો થયા પાસ હતા. જેમાં 10.73 લાખ પૈકી 2.49 લાખ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. તેમજ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષા લેવાશે

ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં પરીક્ષા લેવાશે. જેમાં કુલ 825 શાળાઓ પર પરીક્ષા લેવાનું આયોજન છે. અમદાવાદ શહેરમાં 40 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં 8 હજારથી વધુ પોલીસ અધિકારી, કર્મચારી તૈનાત કરાયા છે. શિક્ષણ વિભાગના 18 હજારથી વધુ અધિકારી, કર્મચારી કામે લાગ્યા છે. તથા ગેરરીતિ અટકાવવા ઉમેદવારોનું બાયોમેટ્રીક, ફોટોગ્રાફી વેરિફિકેશન થશે. પરીક્ષામાં રહેતા તમામ વાહનોનું GPS ટ્રેકિંગ થશે. તેમાં કરાઈ રાજય ભરતી કંટ્રોલરૂમ ખાતેથી મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે.

સવારે 9:30 થી 12.30 પરીક્ષા લેવાશે

આજે રવિવારે રાજ્યભરમાં પોલીસ વિભાગમાં ભરતીની એક મહત્વની પરીક્ષા લેવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી આજે 15 મી જુનના રોજ લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષા લેવાશે. સવારે 9:30 થી 12.30 પરીક્ષા લેવાશે. લોકરક્ષક કેડરની કુલ-12૦૦૦ જેટલી વિવિધ જગ્યાઓ માટે યોજવામા આવેલ શારીરિક કસોટીમાં 10,73૦૦૦ જેટલા ઉમેદવારો પૈકી લોકરક્ષક કેડરના ઉતિર્ણ થયેલ કુલ- 2,47,803 ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આ લેખિત પરીક્ષા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર ખાતેની કુલ-825 શાળાઓમાં લેવાશે. અમદાવાદ શહેરમાં ચાલીસ હજારથી વધારે ઉમેદવારો આ પરીક્ષા આપશે. પરીક્ષા પારદર્શક રીતે યોજાય અને કોઇપણ જાતની ગેરરિતી ન થાય તે માટે 8૦૦૦ થી વધુ પોલીસ અધિકારી / કર્મચારીઓ અને 18૦૦૦ થી વધુ શિક્ષણ વિભાગના અધિકારી /કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે.

Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવાના રહેશે

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલા વેરીફીકેશન કરવામાં આવશે. તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી, રાજય ભરતી કંટ્રોલરૂમ, કરાઇ ખાતેથી મોનીટરીંગ કરવામાં આવશે અને પોલીસ એસ્કોર્ટ રાખવામાં આવેલ છે. OMR પધ્ધતિમાં થકી લેવાનાર આ પરીક્ષામાં 200 પ્રશ્નો, 200 ગુણ, સમય ૩ કલાકનો રહેશે. જેમાં Part-A માં 80 પ્રશ્નો, 80 ગુણ અને Part-B માં 120 પ્રશ્નો, 120 ગુણ હશે. પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે Part-A અને Part-B માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવાના રહેશે.

 

Tags :
ahmedabad gujarat newsExamGujarat FirstGujarati NewsGujarati Top NewsLRDpolicerecruitmentTop Gujarati News
Next Article