Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jacqueline Fernandez માટે મોંઘી ગિફ્ટ બની આફત..., ED એ ઉઠાવ્યું આ મોટું પગલું...

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez)ને સમન્સ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે મોટા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને આ સમન્સ મોકલવામાં આવ્યું છે. જેકલીનને આજે...
jacqueline fernandez માટે મોંઘી ગિફ્ટ બની આફત     ed એ ઉઠાવ્યું આ મોટું પગલું
Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ED એ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez)ને સમન્સ જારી કર્યા છે. તમને જણાવી દઈએ કે મોટા ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને આ સમન્સ મોકલવામાં આવ્યું છે. જેકલીનને આજે સવારે 11 વાગ્યે ED હેડક્વાર્ટરમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે જ્યાં ED અધિકારીઓ તેની પૂછપરછ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે સુકેશે જેકલીનને એક પત્ર લખ્યો હતો.

ED એ ચાર્જશીટ દાખલ કરી છે...

જેકલીનને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અગાઉ પણ ઘણી વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર સંબંધિત મની લોન્ડરિંગના આ કેસમાં ED એ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેકલીન આ કેસમાં જામીન પર છે.

Advertisement

Advertisement

ચાર્જશીટમાં શું ખુલાસો થયો?

ચાર્જશીટ મુજબ સુકેશ ચંદ્રશેખરે ખુલાસો કર્યો છે કે જેકલીન ફર્નાન્ડિસ (Jacqueline Fernandez) સાથે મિત્રતા થયા બાદ તેણે જેકલીનને કરોડો રૂપિયાની મોંઘી ભેટ આપી હતી. તેમાં ગુચીની બેગ, જ્વેલરી, મોંઘા કપડાં, 15 જોડી ઇયરિંગ્સ, 5 બર્કિન બેંગ્સ, મોંઘા શૂઝ, સુપર લક્ઝરી બ્રાન્ડના બ્રેસલેટ, બંગડીઓ, રોલેક્સ જેવી મોંઘી ઘડિયાળોનો સમાવેશ થાય છે.

સુકેશે ગઈ કાલે જ પત્ર મોકલ્યો હતો...

તમને જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે ઠગ સુકેશ ચંદ્રશેખરે પણ જેકલીનને જેલમાંથી એક પત્ર મોકલ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે જેકલીનને 3 પાનાનો પત્ર લખ્યો હતો અને અભિનેત્રીના જન્મદિવસ માટે 30 દિવસનું કાઉન્ટડાઉન જાહેર કર્યું હતું.

આ પણ વાંચો : Elvish Yadav ની મુસીબતો વધી, સાપના ઝેર કેસમાં ED એ મોકલ્યું નવું સમન્સ

આ પણ વાંચો : Mirzapur Season 3: જાણો… Mirzapur Series માં ગુડ્ડૂ પંડિત કે પછી કાલીન ભૈયાને સૌથી વધુ પૈસા મળ્યા?

આ પણ વાંચો : SALMAN KHAN ના ઘરે ફાયરિંગના કેસમા હવે થયા નવા ખુલાસા, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×