ત્રાસવાદીઓ શોધી કાઢતી Gujarat ATS ને એક રિવૉલ્વર શોધવામાં ત્રણ મહિના લાગ્યા
મણીપુર/નાગલેન્ડ ગન લાયસન્સ રેકેટનો સૂત્રધાર મુકેશ બામ્ભા પોલીસ હોય કે ડાયરા કલાકાર કે સાધુ/સંત સૌ માટે લાભદાયી છે. બેનંબરના કામોમાં માહેર Mukesh Bambha અનેક સંતોને મોંઘી ગાડીઓ ભેટમાં આપી ચૂક્યો છે. મણીપુર/નાગાલેન્ડ વેપન લાયસન્સ રેકેટમાં Gujarat ATS સમક્ષ હાજર થયેલા મુકેશ ભરવાડ ઉર્ફે મુકેશ બામ્ભાને અપાયેલી કેટલીક રાહત એજન્સીને પાછી ખેંચવાની ફરજ પડી છે. પ્રથમ કેસની ચાર્જશીટમાં માત્ર કમિશન એજન્ટ દર્શાવાયેલા મુકેશ બામ્ભાને Fake Gun License Scam ના બીજા કેસમાં આરોપી બનાવવા તેમજ ત્રણ મહિના બાદ રિવૉલ્વર કબજે કરવાની ATS Gujarat ને ફરજ પડી છે. ડ્રગ્સ પકડવામાં માહેર ગુજરાત એટીએસનો હવે વેપન લાયસન્સ રેકેટના પર્દાફાશમાં હાથ બેસી ગયો છે. ક્યારે અને કેટલી માહિતી મીડિયા સમક્ષ જાહેર કરવી તે ખૂબી Gujarat ATS ના અધિકારીઓ પાસે છે અને તેનો ભરપૂર લાભ પણ તેઓ લઈ રહ્યાં છે.
Gujarat ATS સામે કેમ સવાલો ઉભા થાય છે ?
FIRની માહિતી ન આપવી : Gujarat ATS એ આજદીન સુધી ક્યારેય પણ ફરિયાદમાં દર્શાવેલી પૂરી માહિતી મીડિયા સમક્ષ રજૂ કરી નથી. કેટલીક મેટરોમાં પ્રેસ કૉન્ફરન્સ કરવા ઉત્સુક એટીએસ જરૂરી માહિતી આપવામાં પાછી પાની કરે છે. ફરિયાદ કઈ-કઈ કલમ હેઠળ નોંધવામાં આવી છે તે આપવામાં પણ ડીઆઈજી કક્ષાના અધિકારી ઠાગઠૈયા કરે છે.
તપાસની પ્રગતિ છુપાવવી : સામાન્ય રીતે છેલ્લાં કેટલાંક વર્ષોથી પોલીસ વિભાગમાં શિરસ્તો રહ્યો છે કે, નાના-મોટા તમામ કેસમાં આરોપીઓની ધરપકડ હોય કે મુદ્દામાલની રિકવરી તેની માહિતી મીડિયાને સામેથી આપે છે. જ્યારે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવૉડ (Gujarat Anti-Terrorism Squad) કેટલાંક કિસ્સાઓમાં પ્રેસ કૉન્ફરન્સ કરી મીડિયાને કચેરી ખાતે તેડાવે છે. ત્યારબાદ જે-તે કેસની તપાસ પ્રગતિ થાય તો ચોક્કસ કેસમાં માહિતી આપવાનું ટાળે છે. જેને લઈને એટીએસ સામે સવાલો થવા સ્વાભાવિક છે. અત્રે નોંધનીય છે કે, આવી સ્થિતિ અનેક વર્ષોથી છે.
આ પણ વાંચો - Gujarat ACB એ નોંધેલા 3 લાખના લાંચ કેસમાં ખંભાતના PSI ફરાર, વચેટિયો ઝડપાયો
ATSની ચાર્જશીટમાં બામ્ભા કમિશન એજન્ટ
Manipur/Nagaland Gun License Scam નો ભાંડો ફૂટી ગયા બાદ તપાસમાં લાગેલી ગુજરાત એટીએસે ગન લાયસન્સનો વેપાર કરતા વેપારીઓને ઉપાડી લીધા હતા. કોલ સેન્ટર, હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, ક્રિકેટ સટ્ટા બેટિંગ સહિતના ગંભીર ગુનાના આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા. જો કે, આ આખા કેસમાં મુકેશ બામ્ભાના મુદ્દે Gujarat ATS ફોડ પાડવા માગતી ન હતી. દરેક તબક્કે માહિતી છુપાવવાનો અધિકારીઓએ પ્રયાસ કર્યો. અદાલતમાં રજૂ કરાયેલા ચાર્જશીટમાં અન્ય મુખ્ય આરોપીઓની જેમ Mukesh Bambha ને હથિયાર લાયસન્સ કૌભાંડનો કમિશન એજન્ટ દર્શાવ્યો છે. મુકેશ બામ્ભા પાસેથી હથિયાર લાયસન્સની ફૉટો કૉપી મળી હોવા છતાં Gujarat ATS એ તે દિશામાં સપ્તાહો સુધી કોઈ જ તપાસ કરી ન હતી.
આ પણ વાંચો - Glade One Liquor Party : ગુજરાત પોલીસની નવી વ્યાખ્યા "દારૂની મહેફિલમાં બેસવું ગુનો નથી, પીવો તો જ ગુનો બને"
મુકેશ બામ્ભાને આરોપી બનાવવો પડ્યો ?
ઓલ ઈન્ડિયા ગન લાયસન્સ રેકેટ (All India Gun License Racket) માં મણીપુર/નાગાલેન્ડ બાદ ઉત્તરપ્રદેશનું કૌભાંડ સામે આવ્યું છે. જીમ લોન્જના માલિક વિજય સેંગર (Gym Lounge Vijay Sengar) નો ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં એટીએસની ટીમે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન વિજય સેંગર સહિતના ડઝન જેટલાં શખ્સોએ ઉત્તરપ્રદેશના એટા જિલ્લા ખાતેથી હથિયાર પરવાના મેળવ્યા હોવાની હકિકત સામે આવી હતી. જેથી આ ફરિયાદમાં મુકેશ બામ્ભાને ATS Gujarat એ આરોપી તરીકે જોડી દેવા ફરજ પડી. અત્રે નોંધનીય છે કે, ગન લાયસન્સ રેકેટની એપ્રિલ મહિનામાં યોજાયેલી પ્રેસ કૉન્ફરન્સમાં મીડિયા સમક્ષ DIG Sunil Joshi એ મુકેશ બામ્ભાના ગન લાયસન્સની માહિતી આપવાની ધરાર ટાળી હતી. પોલીસ ફરિયાદમાં જ મુકેશ બામ્ભાના નાગાલેન્ડ તેમજ યુપીના વેપન લાયસન્સ અને રિવૉલ્વરની હકિકત જાહેર થઈ ગઈ હોવા છતાં. ઉત્તરપ્રદેશ એટા જિલ્લામાંથી ચાલતા લાયસન્સ રેકેટની વિગતો સામે આવતા ATS Gujarat એ ભવિષ્યમાં થનારા વિવાદને ટાળવા મુકેશ બામ્ભાને ફરિયાદમાં આરોપી દર્શાવી દીધો. Gujarat ATS એ ટ્રાન્સફર વૉરંટના આધારે તાજેતરમાં જેલમાંથી મુકેશ બામ્ભાનો કબજો મેળવી ત્રણ મહિના બાદ તેના આસામ ખાતેના નિવાસસ્થાનેથી રિવૉલ્વર અને અડધો ડઝન કારતૂસ કબજે કર્યા છે.