Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

S. Jaishankar : US માં પાકિસ્તાનને મુંહતોડ જવાબ, વિદેશમંત્રીએ કહ્યું- હવે હુમલાખોરો જ નહીં પણ..!

વિદેશ મંત્રીએ (S. Jaishankar) કહ્યું હતું કે, ભારત ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓનો યોગ્ય રીતે જવાબ આપશે.
s  jaishankar   us માં પાકિસ્તાનને મુંહતોડ જવાબ  વિદેશમંત્રીએ કહ્યું  હવે હુમલાખોરો જ નહીં પણ
Advertisement
  1. અમેરિકામાં ક્વાડ કોન્ફરન્સમાં ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરની (S. Jaishankar) હાજરી
  2. વૈશ્વિક મંચ પર ફરી એકવાર પાકિસ્તાનનાં આતંકી ષડયંત્રનો કર્યો પર્દાફાશ
  3. ભારત ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓનો યોગ્ય રીતે જવાબ આપશે :એસ.જયશંકર
  4. માત્ર હુમલાખોરો પર જ નહીં પણ તેમને સહયોગ કરનારાઓ સામે પણ લેવાશે એક્શન :એસ.જયશંકર

ભારતે એક વાર ફરી પાકિસ્તાનનાં આતંકી કાવતરાનો પર્દાફાશ કરી વૈશ્વિક મંચ પર પાડોશી દેશને કડક શબ્દોમાં ઠપકો આપ્યો છે. અમેરિકામાં ક્વાડ કોન્ફરન્સમાં (Quad Conference in America) ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આતંકવાદનાં મુદ્દા પર પાકિસ્તાનને (Pakistan) કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. આ કોન્ફરન્સમાં વિદેશ મંત્રીએ (S. Jaishankar) કહ્યું હતું કે, ભારત ભવિષ્યમાં આતંકવાદી હુમલાઓનો યોગ્ય રીતે જવાબ આપશે.

આ પણ વાંચો - PM Modi Ghana Visit : ઘાનાનાં રાષ્ટ્રીય સન્માનથી સન્માનિત થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Advertisement

ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે :એસ.જયશંકર

અમેરિકામાં યોજનાર ક્વાડ કોન્ફરન્સમાં અમેરિકા સાથે વિદેશ નીતિ પર વાતચીત દરમિયાન ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકરે આ વાત કહી હતી. તેમણે ક્વાડ દેશો સાથે ભારતનાં ઓપરેશન સિંદુર (Operation Sindoor) અંગે પણ વાત કરી હતી. દરમિયાન, તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે, જો ભવિષ્યમાં પણ આ પ્રકારનાં હુમલા થયા તો ભારત ચુપ નહીં બેસે. ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે.

Advertisement

આ પણ વાંચો - Jammu Kashmir : કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર

' માત્ર હુમલાખોરો પર જ નહીં પણ તેમને સહયોગ કરનારાઓ સામે પણ થશે કાર્યવાહી'

વિદેશમંત્રીએ આગળ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ અલગ-અલગ વિચારધારાનાં નેતાઓનું એકજૂટ થવું અમારા દેશની એકતાને દેખાડે છે. તેમણે શશિ થરૂર, સુપ્રિયા સુલે અને ગુલામ નબી આઝાદ જેવા નેતાઓનાં નામ પણ લીધા હતા. વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત છેલ્લા ઘણા સમયથી આતંકવાદ સામે લડત લડી રહ્યું છે. હવે, ભારતે નિર્ણય કરી લીધો છે કે તે આનો કડક રીતે જવાબ આપશે. તેમણે 7 મેનાં રોજ કરવામાં આવેલ કાર્યવાહીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારત માત્ર હુમલાખોરો પર જ નહીં પણ તેમને સહયોગ કરનારાઓ સામે પણ આખરું એક્શન લેશે. વિદેશમંત્રી એસ. જયશંકરે (S. Jaishankar) વધુમાં કહ્યું કે, 7 મેનાં રોજ થયેલ કાર્યવાહીનો ઉદ્દેશ્ય એ સંદેશો આપવાનો હતો કે જો ભારત પર આતંકી હુમલા કરવામાં આવ્યા તો અમે માત્ર હુમલાખોરોને જ નહીં પણ તેમને સહયોગ અને મદદ કરનારા સામે પણ કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો - CUET UG Result 2025 : 4 જુલાઈએ જાહેર થશે પરિણામ, NTAએ આપી જાણકારી

Tags :
Advertisement

.

×