પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રાજસ્થાન વિધાનસભામાં પેન્શન માટે અરજી કરી
- પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પેન્શન માટે અરજી કર્યાની બિનસત્તાવાર માહિતી સામે આવી
- સ્વાસ્થ્ય કારણોસર તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું
- રાજસ્થાન વિધાનસભામાં ડબલ-ટ્રિપલ પેન્શન સિસ્ટમ લાગુ
Ex VP Jagdeep Dhankhar : દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે (Ex VP Jagdeep Dhankhar) રાજસ્થાન વિધાનસભામાંથી (Rajasthan Vidhansavbha) પેન્શન માટે અરજી (Pension Application) કરી હોવનું સામે આવ્યું છે. વર્ષ 1993 માં તેઓ કોંગ્રેસની (Congress) ટિકિટ પર કિશનગઢથી ધારાસભ્ય (Kishangadh MLA) બન્યા હતા. નિયમો અનુસાર, 74 વર્ષીય ધનખડને (Ex VP Jagdeep Dhankhar) માસિક લગભગ 42 હજાર રૂપિયાનું પેન્શન મળવા પાત્ર છે. વાસ્તવમાં રાજસ્થાનમાં નેતાઓ માટે ડબલ-ટ્રિપલ પેન્શન સિસ્ટમ લાગુ છે, જેના હેઠળ સાંસદ અને ધારાસભ્ય પેન્શન લઈ શકે છે. જો કોઈ વ્યક્તિ સાંસદ અને ધારાસભ્ય બંને પદો પર રહી ચૂકી હોય, તો તે બંને પદો માટે પેન્શન લઈ શકે છે. જો કે, રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષે હજુ સુધી સત્તાવાર રીતે ધનખડની અરજીની પુષ્ટિ કરી નથી.
વિપક્ષે ઘણો હોબાળો મચાવ્યો હતો
જગદીપ ધનખડે (Ex VP Jagdeep Dhankhar) 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને અચાનક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાજીનામું સુપરત કર્યું હતું. તેમના રાજીનામા બાદ વિપક્ષે ઘણો હોબાળો મચાવ્યો હતો. હવે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન નવા ઉપરાષ્ટ્રપતિની રેસમાં આગળ છે.
રાજીનામું આપ્યા પછી, યોગ કરવામાં સમય વિતાવી રહ્યા છે
ગયા મહિને અચાનક ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપનાર જગદીપ ધનખડ (Ex VP Jagdeep Dhankhar) પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે, તેમજ નિયમિત યોગ અને ટેબલ ટેનિસ રમી રહ્યા છે. ઓગસ્ટ 2022 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા તે પહેલાં ધનખડ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ટેબલ ટેનિસ રમવાનું શરૂ કર્યું હતું. ધનખડના (Ex VP Jagdeep Dhankhar) દિનચર્યાથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે, તેઓ નિયમિતપણે યોગનો અભ્યાસ કરે છે અને ઉપરાષ્ટ્રપતિના એન્ક્લેવમાં તેમના શુભેચ્છકો અને સ્ટાફ સભ્યો સાથે ટેબલ ટેનિસ રમે છે. પૂર્વ ઉપરાષ્ટ્રપતિના દિનચર્યાથી વાકેફ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, "પ્રવાસ પરથી પાછા ફર્યા પછી પણ, તેઓ તેમના સ્ટાફ સભ્યો સાથે ટેબલ ટેનિસ રમતા હતા."
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાશે
ધનખડે (Ex VP Jagdeep Dhankhar) અચાનક 21 જુલાઈએ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. તેમના અનુગામીને પસંદ કરવા માટે 9 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની છે. કેન્દ્રમાં શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) એ મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષી જોડાણ 'ઇન્ડિયા' એ તેમની સામે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ બી સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ધનખડનો (Ex VP Jagdeep Dhankhar) કાર્યકાળ 10 ઓગસ્ટ, 2027 ના રોજ સમાપ્ત થવાનો હતો.
આ પણ વાંચો ----- બેંગલુરૂમાં સ્ટેડિયમ બહાર થયેલી ભાગદોડમાં જીવ ગુમાવનારાઓ માટે RCB ની આર્થિક સહાય જાહેર


