ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad News : બુધવારની મોડી રાત્રે શું થયું? Gujarat First સાથે પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ઘટના

ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ નથી સુધરતા નબીરા માણેકબાગ પાસે BMW કાર બેફામ હંકારી સર્જ્યો અકસ્માત નશાની હાલતમાં કમલેશ બિશ્નોઈ નામના શખ્સે અકસ્માત સર્જ્યો શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક સમજી બેસેલા નબીરાઓને પાઠ ભણાવવો જરૂરી અમદાવાદના રસ્તાઓ જાણે રાતના 12...
11:27 AM Jul 27, 2023 IST | Viral Joshi
ઈસ્કોન બ્રિજ અકસ્માત બાદ પણ નથી સુધરતા નબીરા માણેકબાગ પાસે BMW કાર બેફામ હંકારી સર્જ્યો અકસ્માત નશાની હાલતમાં કમલેશ બિશ્નોઈ નામના શખ્સે અકસ્માત સર્જ્યો શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક સમજી બેસેલા નબીરાઓને પાઠ ભણાવવો જરૂરી અમદાવાદના રસ્તાઓ જાણે રાતના 12...

અમદાવાદના રસ્તાઓ જાણે રાતના 12 વાગ્યા પછી રેસિંગ ટ્રેક બની ગયા છે. સામાન્ય વ્યક્તિએ રાત્રે રસ્તા પર નિકળતા પહેલા સો વાર વિચારવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. ઈસ્કોન બ્રીજની દુર્ઘટના બાદ પણ આ અમીર બાપના નકટા નબીરાઓ કાયદો વ્યવસ્થાના ચિંથરે-ચિંથરા ઉડાવી રહ્યાં છે તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદમાં ગત રાત્રીના 1 વાગ્યાના અરસામાં માનસી સર્કલ થી માણેકબાગ સર્કલ સુધી કમલેશ બિશનોઇ (Kamlesh Bishnoi) નામના શખ્શે નશાની હાલતમાં બેફામ રીતે BMW કાર હંકારી અકસ્માત સર્જ્યો હતો અને આ દુર્ઘટનાના એક કલાક બાદ પંચવટી ચાર રસ્તા વચ્ચે એક કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 મહિલા, 2 બાળકો અને 1 પુરુષ ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) ખસેડવામાં આવ્યા હતા.

ઈશ્વરે બચાવ્યા...

બનેલા અકસ્માતના પ્રત્યક્ષદર્શીએએ ઘટના વર્ણવી ત્યારે અમારા પ્રતિનિધિના રૂંવાડા ઉભા થઈ ગયા. ગોંડલના રહેવાસી અને અમદાવાદમાં અભ્યાસ કરતા પ્રત્યક્ષદર્શી યુવક કિશન સોલંકીએ (Kishan Solanki) ગુજરાત ફર્સ્ટની ટીમ સામે આ અકસ્માતને તાદ્રશ્ય રજુ કરતા જણાવ્યું કે, અમે બાઈક પર રૂમે જઈ રહ્યાં હતા અને ત્યારે શ્યામલ ચાર રસ્તાથી ગાડી રોંગ સાઈડમાં ગાડી ચલાવી ઓવર સ્પીડમાં રાહદારીની ચિંતા વિના તે ગાડી આગળ વધારી રહ્યો હતો. અમે તરત પોલીસને જાણ કરી કાર્યવાહી કરવા જણાવ્યું. તે બાદ આ અકસ્માત સર્જનારો ફરાર થઈ ગયો ત્યારે અમારી પોલીસ સાથે વાત શરૂ જ હતી. તે બાદ પોલીસની ગાડી આવી એ ભાઈને લઈ ગઈ છે. તે ભાઈ નશાની હાલતમાં હતા. પહેલા તે બરાબર ભાગ્યો, આવીને ઉભ્યો, વોમિટ કરી. અમારું બાઈક ધીમુ ચાલતું હતુ અને એક સાઈડમાં હતું અને વાંધો ના આવ્યો પણ જો અમારું બાઈક થોડું પણ રોડ વચ્ચે હોત.... ઈશ્વરના આશિર્વાદ હતા બાકી મોટો નરસંહાર થવા નો હતો. તેની સ્પિડ અને જે રીતે બ્રેક મારીને જોઈ અમે સાઈડ પર જ ઉભા રહી ગયા હતા. જો અમારું બાઈક ચાલી રહ્યું હોત તો કંઈ અઘટતી ઘટના ઘટત. તે ખુબ સ્પિડમાં હતો અમે તેનો પીછો કરીને આવતા હતા સર્કલ આગળ લોકોએ તેનો પીછો કર્યો તેની ઝડપ્યો હતો.

દશામાએ બચાવી લીધા

પંચવટી ચાર રસ્તા પાસે સર્જાયેલા અકસ્માતમાં ઇજાગ્રસ્ત પરિવારના મહિલાએ ગુજરાત ફર્સ્ટની ટીમને જોઇને ધ્રુસકે ધ્રુસકે રડી વાસ્તવિકતા જણાવતા કહ્યું કે, અમે ઓટોમાં માતાજીનું વિસર્જન કરવા જતાં હતા સામેથી કાર આવેલી કાર ટક્કર મારતા ઓટો પલ્ટી મારી ગઈ. બધાને વાગ્યું. દશામાએ બચાવી લીધા.

કમલેશને ક્યારે ફટકારશો?

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ અમીર બાપના નબીરાઓ નથી સુધરી રહ્યાં. નશામા ધૂત નબીરાઓએ લોકોના જીવ જોખમમાં મુક્યા છે. કમલેશ બિશ્નોઈ નામના શખ્સે ગત રાત્રીએ નશામાં ધૂત થઈને પોતાની મોંઘીદાટ ગાડી બેફામ ચલાવી યમદૂતની જેમ નિકળી પડી અનેક માનવ જીંદગી જોખમમાં મુકી છે. ગુજરાત ફર્સ્ટનું નબીરાઓ સામે 'ઓપરેશન ક્લીન' છે ત્યારે શું આ કમલેશની પણ સરભરા થશે? કમલેશને ક્યારે ફટકારશો? કે પછી BMW વાળો છે એટલે સર્વિસ નહી કરો?

BMW કારના અકસ્માતમાં શું કહ્યું પ્રત્યક્ષદર્શીએ ? જુઓ Video

અમદાવાદમાં પંચવટી ચાર રસ્તા પાસે અકસ્માતમાં રીક્ષાચાલકના પરિવારની દયનિય હાલત

આ પણ વાંચો : AHMEDABAD NEWS : મોડી રાત્રે શહેરના માર્ગોને રેસિંગ ટ્રેક બનાવી દેનારા નબીરાઓ સુધર્યા નથી, ગત રાત્રીએ બે અકસ્માત સર્જાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
AccidentAhmedabad Latest NewsAhmedabad NewsGujarat FirstIskcon Bridge Accident CastKamlesh BishnoiManek BaugPanchvati Cross RoadTathya Patel
Next Article