Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

‘આપણે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા...’ PM નરેન્દ્ર મોદીએ કહ્યું: દુનિયાએ દેખ્યો છે નવા ભારતનો ચહેરો જોયો

‘નવા ભારતનો ચહેરો’: PM મોદીએ બેંગલુરુમાં દર્શાવી ભારતની તાકાત
‘આપણે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા   ’ pm નરેન્દ્ર મોદીએ કહ્યું  દુનિયાએ દેખ્યો છે નવા ભારતનો ચહેરો જોયો
Advertisement
  • ‘આપણે સૌથી ઝડપી અર્થવ્યવસ્થા...’ PM મોદીએ કહ્યું: દુનિયાએ દેખ્યો છે નવા ભારતનો ચહેરો જોયો
  • ‘નવા ભારતનો ચહેરો’: PM મોદીએ બેંગલુરુમાં દર્શાવી ભારતની તાકાત
  • વંદે ભારત અને નમ્મા મેટ્રો: બેંગલુરુમાં PM મોદીની ભેટ
  • મેક ઇન ઇન્ડિયા’ની તાકાત: ઓપરેશન સિંદૂરથી ટોપ-3 ઇકોનોમી સુધી

બેંગ્લોર: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 ઓગસ્ટ, 2025ના રોજ બેંગલુરુ પહોંચ્યા અને શહેરની કનેક્ટિવિટીને નવું સ્વરૂપ આપવા માટે અનેક મોટા ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરુને તેમણે ત્રણ નવી વંદે ભારત ટ્રેનોની ભેટ આપી સાથે જ બેંગલુરુની નમ્મા મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્રસંગે વડાપ્રધાને તેમના સંબોધનમાં બેંગલુરુને નવા ભારતના ઉદયનું પ્રતીક ગણાવ્યું અને દેશની અર્થવ્યવસ્થા પર ભાર મૂકતાં ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને કહ્યું, “આખી દુનિયાએ હવે નવા ભારતનો ચહેરો જોયો છે.”

‘ઓપરેશન સિંદૂર’માં દેખાઈ ભારતની તાકાત

કર્ણાટકના બેંગલુરુમાં અનેક પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતાં ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનની સફળતા પાછળ ભારતની અદ્યતન ટેક્નોલોજી અને ‘મેક ઇન ઇન્ડિયા’ની ડિફેન્સ ક્ષમતાઓનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. આ ઓપરેશનમાં બેંગલુરુ અને કર્ણાટકના યુવાનોનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. વડાપ્રધાને એ પણ જણાવ્યું કે ભારતને ટૂંક સમયમાં ‘મેડ ઇન ઇન્ડિયા’ ચિપ પણ મળવાની છે, જે દેશની ટેક્નોલોજીકલ સ્વાવલંબનનું પ્રતીક બનશે.

Advertisement

Advertisement

મોદીએ કહ્યું, “‘ઓપરેશન સિંદૂર’ બાદ હું પ્રથમ વખત બેંગલુરુ આવ્યો છું. આ ઓપરેશને ભારતીય સેનાની સફળતા અને સીમા પાર અનેક કિલોમીટર દૂર આતંકી ઠેકાણાઓને નષ્ટ કરવાની અમારી ક્ષમતા દર્શાવી. આતંકવાદના બચાવમાં આવેલા પાકિસ્તાનને થોડી જ કલાકોમાં ઘૂંટણે ટેકવું પડ્યું અને આખી દુનિયાએ આ નવા ભારતનો ચહેરો જોયો.” આ ઓપરેશન ભારતની વધતી જતી લશ્કરી અને તકનીકી શક્તિનું પ્રમાણપત્ર હતું, જેણે વૈશ્વિક સ્તરે દેશની સ્થિતિને મજબૂત કરી.

‘આપણે ટોપ-3 અર્થવ્યવસ્થા બનવા તરફ’

વડાપ્રધાને ભારતીય ટેક્નોલોજી અને ડિફેન્સ સેક્ટરમાં ‘મેક ઇન ઇન્ડિયા’ની તાકાતનો ઉલ્લેખ કરતાં દેશની અર્થવ્યવસ્થા વિશે પણ મહત્વની વાત કરી. તેમણે જણાવ્યું કે આજે ભારત વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થા (Fastest Growing Economy) છે, અને છેલ્લા 11 વર્ષમાં દેશમાં નોંધપાત્ર બદલાવ આવ્યો છે. “11 વર્ષ પહેલાં આપણી અર્થવ્યવસ્થા વિશ્વમાં 10મા ક્રમે હતી, પરંતુ હવે અમે પાંચમા સ્થાને પહોંચી ગયા છીએ અને ખૂબ જ ઝડપથી વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (World 3rd Largest Economy) બનવા તરફ આગળ વધી રહ્યા છીએ,” એમ મોદીએ જણાવ્યું.

આ પણ વાંચો-હિરોશિમા પર એટમ બોમ્બ ફેંક્યા બાદ જ્યારે ‘એનોલા ગે’ના પાયલટે નીચે જોયું

‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ની ભાવના

ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂતીના કારણો સમજાવતાં વડાપ્રધાને કહ્યું કે આ ઝડપ ‘રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ’ની ભાવનાથી મળી છે. તેમણે ઉમેર્યું કે આમાં સ્પષ્ટ ઇરાદા અને ઇમાનદાર પ્રયાસોનો મોટો ફાળો છે. આંકડાઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે 2014માં મેટ્રો રેલ ફક્ત 5 શહેરો સુધી મર્યાદિત હતી, પરંતુ હવે 24 શહેરોમાં 1,000 કિલોમીટરથી વધુનું મેટ્રો રેલ નેટવર્ક કાર્યરત છે.

વધુમાં તેમણે રેલવેના વિદ્યુતીકરણની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “2014 પહેલાં લગભગ 20,000 કિલોમીટર રેલ માર્ગનું વિદ્યુતીકરણ થયું હતું, પરંતુ છેલ્લા 11 વર્ષમાં અમે 40,000 કિલોમીટરથી વધુ રેલ માર્ગનું વિદ્યુતીકરણ કર્યું છે.” એરપોર્ટની સંખ્યા વિશે બોલતાં તેમણે કહ્યું, “2014 સુધી ભારતમાં માત્ર 74 એરપોર્ટ હતા, જે હવે વધીને 160થી વધુ થઈ ગયા છે.” જળમાર્ગોની પ્રગતિ પણ નોંધપાત્ર છે, કારણ કે 2014માં માત્ર 3 રાષ્ટ્રીય જળમાર્ગો કાર્યરત હતા, જે હવે વધીને 30 થઈ ગયા છે.

બેંગલુરુ: નવા ભારતનું પ્રતીક

વડાપ્રધાને બેંગલુરુને નવા ભારતના ઉદયનું પ્રતીક ગણાવ્યું જે ટેક્નોલોજી, ઇનોવેશન અને યુવા શક્તિનું કેન્દ્ર છે. બેંગલુરુની નમ્મા મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન શહેરની વિકસતી કનેક્ટિવિટીનું પ્રતીક છે, જે લોકોના જીવનને સરળ બનાવશે અને આર્થિક વૃદ્ધિને વેગ આપશે. ત્રણ નવી વંદે ભારત ટ્રેનો—જેમાં બેંગલુરુ-ચેન્નાઈ, બેંગલુરુ-હૈદરાબાદ અને બેંગલુરુ-મુંબઈ રૂટનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતના મુખ્ય શહેરોને જોડશે અને આધુનિક રેલવે નેટવર્કનો વિસ્તાર કરશે.

આ પણ વાંચો-ટેરિફ વોર વચ્ચે Rajnath Singh એ ડોનાલ્ડ ટ્રમ્પ પર કર્યા પરોક્ષ રીતે પ્રહાર, કહ્યું 'કેટલાક લોકો પોતાને બોસ માને છે'

Tags :
Advertisement

.

×