Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉત્તરપ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવનું ફેસબુક પેજ અચાનક બંધ, રાજકારણ કે ટેક્નિકલ ખામી?

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ Akhilesh Yadavનું સત્તાવાર ફેસબુક પેજ શુક્રવારની સાંજે 6 વાગ્યાથી અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે.જેના લીધે સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અખિલેશ યાદવના ફેસબુક બંધ કરી દેવાના મામલે સત્તાવાર રીતે ફેસબુકને આ મામલે એક ઇ-મેલ કરી દેવામાં આવ્યો છે.આ ઇ-મેલનું અત્યાર સુધી ફેસબુક તરફથી કોઇ જવાબ આવ્યો નથી.
ઉત્તરપ્રદેશના પૂર્વ cm અખિલેશ યાદવનું ફેસબુક પેજ અચાનક બંધ  રાજકારણ કે ટેક્નિકલ ખામી
Advertisement
  • સમાજવાદી પાર્ટીના પ્રમુખ Akhilesh Yadav નું ફેસબુક પેજ અચાનક બંધ
  • આ સમાચારના લીધે સમાજવાદી પાર્ટીના સમર્થકોમાં હડકંપ મચી ગયો છે
  • કયાં કારણસર પેજ બંધ કર્યો છે તેની માહિતી સત્તાવાર સામે આવી નથી

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ શુક્રવારની સાંજે 6 વાગ્યાથી અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. આ મોટા રાજકીય નેતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ રીતે બંધ થવાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને સપાના સમર્થકોમાં હડકંપ મચી ગયો છે. જોકે, આ કાર્યવાહી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.આ પેજ રાજકારણના લીધે બંધ કરવામાં આવ્યું છે તે અંગે હાલ આ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેંટ બની છે.

Akhilesh Yadav નું ફેસબુક પેજ અચાનક બંધ

અખિલેશ યાદવનું ફેસબુક પેજ, જેમના લાખો ફોલોઅર્સ છે, તે અચાનક બંધ થતાં વિવિધ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. એક શક્યતા એ છે કે આ કોઈ સામાન્ય ટેક્નિકલ ખામી અથવા ભૂલ હોઈ શકે છે. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના જાણકારોનું માનવું છે કે ફેસબુક સામાન્ય રીતે ત્યારે જ કોઈ મોટા નેતાના પેજ સામે આવી કાર્યવાહી કરે છે, જ્યારે કન્ટેન્ટ સંબંધિત કોઈ મોટી ફરિયાદ આવી હોય.

Advertisement

Advertisement

Akhilesh Yadav નું ફેસબુક પેજ બંધ થતા  ફેસબુકને ઈ-મેલ મોકલવામાં આવ્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર, અનુમાન છે કે કોઈ રાજકીય વિરોધી દ્વારા કન્ટેન્ટને લઈને ફેસબુકને ફરિયાદ કરવામાં આવી હશે, જેના પગલે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.સમાજવાદી પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે પેજ બંધ થવા અંગેની માહિતી મળતા જ પાર્ટી દ્વારા તાત્કાલિક ફેસબુકને ઈ-મેલ મોકલીને આ બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી ફેસબુક તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નહોતો.આટલી મોટી ઘટના છતાં, આ સમગ્ર મામલે સમાજવાદી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રેસ રિલીઝ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. પક્ષ આ બાબતે તપાસ કરી રહ્યો છે અને ફેસબુકના જવાબની રાહ જોઈ રહ્યો છે. અખિલેશ યાદવ અને સપા માટે ફેસબુક એક મુખ્ય પ્રચાર માધ્યમ હોવાથી, આ પેજનું ઝડપથી પુનઃસ્થાપન કરવું આવશ્યક છે.

આ પણ વાંચો:   ઝેરી કફ સિરપ કેસ મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી અરજી ફગાવી

Tags :
Advertisement

.

×