ઉત્તરપ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવનું ફેસબુક પેજ અચાનક બંધ, રાજકારણ કે ટેક્નિકલ ખામી?
- સમાજવાદી પાર્ટીના પ્રમુખ Akhilesh Yadav નું ફેસબુક પેજ અચાનક બંધ
- આ સમાચારના લીધે સમાજવાદી પાર્ટીના સમર્થકોમાં હડકંપ મચી ગયો છે
- કયાં કારણસર પેજ બંધ કર્યો છે તેની માહિતી સત્તાવાર સામે આવી નથી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ શુક્રવારની સાંજે 6 વાગ્યાથી અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. આ મોટા રાજકીય નેતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ રીતે બંધ થવાથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં અને સપાના સમર્થકોમાં હડકંપ મચી ગયો છે. જોકે, આ કાર્યવાહી પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.આ પેજ રાજકારણના લીધે બંધ કરવામાં આવ્યું છે તે અંગે હાલ આ ચર્ચા ટોક ઓફ ધ સ્ટેંટ બની છે.
Akhilesh Yadav નું ફેસબુક પેજ અચાનક બંધ
અખિલેશ યાદવનું ફેસબુક પેજ, જેમના લાખો ફોલોઅર્સ છે, તે અચાનક બંધ થતાં વિવિધ અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. એક શક્યતા એ છે કે આ કોઈ સામાન્ય ટેક્નિકલ ખામી અથવા ભૂલ હોઈ શકે છે. જોકે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના જાણકારોનું માનવું છે કે ફેસબુક સામાન્ય રીતે ત્યારે જ કોઈ મોટા નેતાના પેજ સામે આવી કાર્યવાહી કરે છે, જ્યારે કન્ટેન્ટ સંબંધિત કોઈ મોટી ફરિયાદ આવી હોય.
Akhilesh Yadav નું ફેસબુક પેજ બંધ થતા ફેસબુકને ઈ-મેલ મોકલવામાં આવ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનુમાન છે કે કોઈ રાજકીય વિરોધી દ્વારા કન્ટેન્ટને લઈને ફેસબુકને ફરિયાદ કરવામાં આવી હશે, જેના પગલે આ પગલું લેવામાં આવ્યું હોઈ શકે છે.સમાજવાદી પાર્ટીના આંતરિક સૂત્રોએ જણાવ્યું છે કે પેજ બંધ થવા અંગેની માહિતી મળતા જ પાર્ટી દ્વારા તાત્કાલિક ફેસબુકને ઈ-મેલ મોકલીને આ બાબતે સ્પષ્ટતા માંગવામાં આવી હતી, પરંતુ મોડી સાંજ સુધી ફેસબુક તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નહોતો.આટલી મોટી ઘટના છતાં, આ સમગ્ર મામલે સમાજવાદી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે પ્રેસ રિલીઝ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી. પક્ષ આ બાબતે તપાસ કરી રહ્યો છે અને ફેસબુકના જવાબની રાહ જોઈ રહ્યો છે. અખિલેશ યાદવ અને સપા માટે ફેસબુક એક મુખ્ય પ્રચાર માધ્યમ હોવાથી, આ પેજનું ઝડપથી પુનઃસ્થાપન કરવું આવશ્યક છે.
આ પણ વાંચો: ઝેરી કફ સિરપ કેસ મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી અરજી ફગાવી