Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fake Police : અરે બાપ રે... હવેે નકલી પોલીસ કર્મચારી પણ પકડાયો

Fake Police : ગુજરાતમાં નકલી અધિકારીથી લઇને નકલી બેંક ચર્ચામાં આવી ચુકી છે. હવે તાજેતરમાં નકલી પોલીસ કર્મચારી હોવાના સમાચાર સામે આવ્યા છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, વડોદરામાંથી એક નકલી પોલીસ કર્મચારી બનીને ફરતા શખ્સને અસલી પોલીસે ઝડપી પાડ્યો...
fake police   અરે બાપ રે    હવેે નકલી પોલીસ કર્મચારી પણ પકડાયો
Advertisement

Fake Police : ગુજરાતમાં નકલી અધિકારીથી લઇને નકલી બેંક ચર્ચામાં આવી ચુકી છે. હવે તાજેતરમાં નકલી પોલીસ કર્મચારી હોવાના સમાચાર સામે આવ્યા છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, વડોદરામાંથી એક નકલી પોલીસ કર્મચારી બનીને ફરતા શખ્સને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. શખ્સ પોતાને પોલીસનો કર્મચારી હોવાનું કહીને વેપારીઓ સામે રૌફ જમાવતો હતો.

નકલી પોલીસ બની રૌફ જમાવતો હતો

ક્યાક અધિકારી નકલી તો ક્યાક બેંક નકલી. જીહા, ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નકલી શબ્દ ચર્ચામાં આવ્યો છે. આજે ઘણા લોકો એટલા સ્માર્ટ બની ગયા છે કે પોતાના સ્વાર્થ ખાતીર નકલી અધિકારી પણ બની જાય છે અને લોકોને છેતરવાના કામો કરે છે. તાજેતરમાં વડોદરામાં પણ કઇંક આવું ન બન્યું છે. વડોદરામાં એક શખ્સ નકલી પોલીસ અધિકારી બનીને સૌ કોઇ પર રૌફ જમાવતો હતો. દરમિયાન બાતમીના આધારે આ નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. સમગ્ર બનાવ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદનો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ખોટો કેસ કરી દેવાની ધમકી

સમગ્ર ઘટના વિશે વિસ્તારથી જણાવીએ તો એક શખ્સ પોતાને સયાજીગંજ પોલીસ સ્ટેશનનો ડિ-સ્ટાફનો પોલીસવાળો હોવાનુ જણાવી લોકોની તોડ કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર, શખ્સ પતંગના વેપારીને નકલી પોલીસ બનીને ધમકાવી રહ્યો હતો. તેની દાદાગીરી એ હદે વધી ગઇ હતી કે તેણે આ વેપારીને ખોટો કેસ કરી દેવાની પણ ધમકી આપી દીધી હતી. આ શખ્સનું નામ નિતીનકુમાર જીતેન્દ્ર અગ્રવાલ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

પોલીસે કેવી રીતે પકડી પાડ્યો ?

જે જગ્યાએ આ શખ્સ નકલી પોલીસ બનીને રૌફ જણાવતો હતો ત્યા બાતમીના આધારે અસલી પોલીસ પહોંચી હતી અને દરમિયાન આ શખ્સ પાસેથી પોલીસનું આઇકાર્ડ માંગ્યું હતું. જવાબમાં તેણે આઇકાર્ડ ન હોવાનું કહેતા તેને પોલીસ સ્ટેશને પૂછપરછ માટે લઇ જવામાં આવ્યો હતો. જેમાં તે પોલીસ ન હોવાનું સામે આવતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 170 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની તપાસમાં એ પણ જાણવા મળ્યું કે તેની પાસે એક બાઇક છે જેમા પોલીસ લખેલું  છે.

આ પણ વાંચો - આ શાળામાં 1000 થી વધુ બાળકો શૈક્ષણિક કાર્યની શરૂઆત જય શ્રી રામ બોલીને કરે છે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×