MAISA : લોહીથી ખરડાયેલો ચહેરો અને હાથમાં હથિયાર સાથે રશ્મિકા મંદાના નવા લુકમાં દેખાઇ
- રશ્મિકા મંદાના તદ્દન અલગ જ ભૂમિકામાં પર્દે દેખાય તેવી શક્યતા
- હાલમાં રશ્મિકાએ સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મનું પોસ્ટર રિલિઝ કર્યું
- દર્શકોએ ફિલ્મ બ્લોકબસ્ટર રહેવાની આગાહી કરી દીધી
MAISA : સુપરહિટ ફિલ્મ 'પુષ્પા'માં (FILM - PUSHPA) પોતાની દમદાર અભિનયથી બધાનું દિલ જીતી લેનાર રશ્મિકા મંદાના (RASHMIKA MANDANA) હવે દર્શકો સમક્ષ એક નવા અને અનોખા રૂપમાં દેખાશે તેમ લાગી રહ્યું છે. શુક્રવારે તેની આગામી ફિલ્મ 'મૈસા' (MAISA FILM) નું ટાઇટલ (TITLE) અને ફર્સ્ટ લૂકનું (FIRST LOOK) પોસ્ટર સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઈમોશન અને એક્શનથી ભરપૂર થ્રિલર રવીન્દ્ર પુલે દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. તેમની 'સીતા રામમ', 'અર્ધ શતાબ્દી' અને 'અર્જુન ચક્રવર્તી' જેવી ફિલ્મોને ભારે પ્રશંસા મળી હતી. 'મૈસા'નું નિર્માણ અજય અને અનિલ સૈયપુરેડ્ડી દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે સાઈ ગોપા આ પ્રોજેક્ટના સહ-નિર્માતા છે. આ ફિલ્મ અનફોર્મ્યુલા ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે.
રશ્મિકાનો ખુબ વખાણ કર્યા
રશ્મિકાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરતાં લખ્યું, 'હું હંમેશા તમને કંઈક નવું... કંઈક અલગ... કંઈક રોમાંચક... આપવાનો પ્રયાસ કરું છું અને આ... આ તેમાંથી એક છે... એક એવું પાત્ર જે મેં પહેલાં ક્યારેય ભજવ્યું નથી... એક એવી દુનિયા જેમાં મેં ક્યારેય પગ મૂક્યો નથી... અને મારુ એક એવું રૂપ જેને હું અત્યાર સુધી મળી નથી.' તે ઉગ્ર છે, તે તીવ્ર છે, અને તે અત્યંત કાચું છે. હું ખૂબ જ નર્વસ અને ખૂબ જ ઉત્સાહિત છું...આ તો ફક્ત શરૂઆત છે.
લોકોની પ્રતિક્રિયા
પોસ્ટરમાં રશ્મિકા એક ઉગ્ર સ્ત્રીના અવતારમાં, સાડી પહેરેલી, લોહીથી લથપથ ચહેરો ધરાવતી દેખાય છે. તેની આંખોમાં એક સાથે દૃઢ નિશ્ચય અને પીડાની ઝલક જોઈ શકાય છે. તેના હાથમાં એક તીક્ષ્ણ હથિયાર પણ છે. આ લુક તેના અત્યાર સુધીના કોઈપણ પાત્રો કરતાં સંપૂર્ણપણે અલગ અને ઊંડો લાગે છે. ફિલ્મના ટાઇટલ રિલીઝ અને ફર્સ્ટ લુક પોસ્ટરે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. એક યુઝરે લખ્યું, 'રશ્મિકા આગનો ઓળવી રહી છે, આ ફિલ્મ નક્કી બ્લોકબસ્ટર બનશે !' જ્યારે બીજાએ ટિપ્પણી કરી કે, 'આ સુપરહિટ થશે મેડમ, હું તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છું.' ગુરુવારે રશ્મિકાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની આગામી ફિલ્મની પહેલી ઝલક શેર કરી હતી અને તેના ચાહકોને વચન આપ્યું હતું કે, જે લોકો સાચા શીર્ષકનો અંદાજ લગાવશે તેઓને તે રૂબરૂમાં મળશે.
હાલમાં આ ફિલ્મમાં રશ્મિકા જોવા મળી હતી
તાજેતરમાં, રશ્મિકા મંદાના ફિલ્મ 'કુબેરા'માં જોવા મળી હતી, જેમાં તેણીએ ધનુષ અને નાગાર્જુન જેવા અનુભવી કલાકારો સાથે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન શેખર કમ્મુલા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ શ્રી વેંકટેશ્વર સિનેમા એલએલપી અને એમિગોસ ક્રિએશન્સના બેનર હેઠળ થયું હતું. રશ્મિકાના ચાહકો 'મૈસા'માં તેના આ નવા અને અનોખા અવતારને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.
આ પણ વાંચો --- MAA Movie Review : નરગીસ, નૂતન, શ્રી દેવી, રવિના ટંડન બાદ હવે કાજોલે ભજવી છે કેરિંગ મધરની દમદાર ભૂમિકા


