Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AKON INDIA TOUR : પોપ સિંગર AKON 13 વર્ષ બાદ ભારતમાં પરફોર્મન્સ આપશે, જાણી લો શિડ્યુલ

AKON INDIA TOUR : સ્પેનિશ ગાયક AKON 13 વર્ષની લાંબી રાહ પછી ભારત આવી રહ્યા છે - વ્હાઇટ ફોક્સના સહ-સ્થાપક અમન કુમાર
akon india tour   પોપ સિંગર akon 13 વર્ષ બાદ ભારતમાં પરફોર્મન્સ આપશે  જાણી લો શિડ્યુલ
Advertisement
  • અમેરિકન પોપ સિંગર એકોનો ભારતનો પ્રવાસ નક્કી કર્યો
  • વર્ષના અંતે મોટા શહેરોમાં દર્શકોનો ડોલાવશે
  • એકોન 13 વર્ષ બાદ ભારતમાં પાછા પરફોર્મ કરવા આવી રહ્યા છે

AKON INDIA TOUR : સંગીત પ્રેમીઓ માટે, ખાસ કરીને એકોના ચાહકો માટે સારા સમાચાર છે. પોપ સેન્સેશન એકોન (AKON INDIA TOUR - 2025) આ વર્ષે નવેમ્બરમાં ભારતમાં પર્ફોર્મ કરવા આવી રહ્યો છે. જેની તારીખો સાથેનો શિડ્યુલ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યો છે. આ વર્ષેની શરાઆતથી જ અનેક મોટા વિદેશી કલાકારો ભારતનો પ્રવાસ કરી ચૂક્યા છે, અને કરોડો લોકોને ડોલાવી ચૂક્યા છે. આ કડીમાં વધુ એક મોટું નામ ઉમેરાવવા માટે જઇ રહ્યું છે.

ડિસ્ટ્રિક્ટ એપ પર બુક કરાવી શકશે

વ્હાઇટ ફોક્સ (WHITE FOX) અને પર્સેપ્ટ લાઈવ ઓનબોર્ડ (PERCEPT LIVE ONBOARD) દ્વારા રજૂ કરાયેલ તેમનું પર્ફોર્મન્સ 9 નવેમ્બરે દિલ્હી (AKON IN DELHI) માં થશે. 'છમ્મક ચલ્લો' ગાયકનો આગામી કાર્યક્રમ 14 નવેમ્બરે બેંગલુરુ (AKON IN BANGLURU) માં અને પછી 16 નવેમ્બરે મુંબઈમાં (AKON IN MUMBAI) થશે. ભારતમાં એકોના શો માટે ટિકિટની માંગ પહેલાથી જ છે. HSBC કાર્ડ ધારકો 8 ઓગસ્ટે બપોરે 1 વાગ્યાથી તેને અગાઉથી બુક કરાવી શકશે. અન્ય લોકો 10 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યાથી ડિસ્ટ્રિક્ટ એપ પર તેને બુક કરાવી શકશે.

Advertisement

ચાલો સાથે મળીને ઇતિહાસ રચીએ

એકોને (AKON INDIA TOUR - 2025) ઘણા સુપરહિટ ગીતો ગાયા છે. તેમાં 'સ્મેક ધેટ', 'રાઇટ ના, ના, ના..' અને 'ડોન્ટ મેટર' જેવા વિશ્વ વિખ્યાત ગીતોનો સમાવેશ થાય છે. એકોન પણ ભારત આવવા માટે ઉત્સાહિત છે. આ પ્રવાસ વિશે વાત કરતાં તેમણે કહ્યું, "ભારતીય ચાહકોની સંસ્કૃતિ અને ઉર્જા એક અલગ સ્તરની છે. હું ફરીથી ત્યાં જવા માટે ઉત્સાહિત છું, હું તેમના માટે લાઈવ પરફોર્મ કરીશ. આ પ્રવાસ ખૂબ જ ખાસ બનવાનો છે, ચાલો સાથે મળીને ઇતિહાસ રચીએ."

Advertisement

તેઓ હંમેશા યાદ રાખશે

વ્હાઇટ ફોક્સના સહ-સ્થાપક અમન કુમારે કહ્યું, "એકનને ભારત પરત લાવવું એ એક ઉજવણી છે (AKON INDIA TOUR - 2025). આ તે રાત છે જેની લોકો રાહ જોઈ રહ્યા હતા. અમે તેમને એક અદ્ભુત અનુભવનું વચન આપીએ છીએ જે તેઓ હંમેશા યાદ રાખશે." એકોન ઉપરાંત, ગ્રેમી એવોર્ડ વિજેતા ગાયક એનરિક ઇગ્લેસિયસ પણ આ વર્ષે મુંબઈમાં પરફોર્મ કરશે. સ્પેનિશ ગાયક 13 વર્ષની લાંબી રાહ પછી ભારત આવી રહ્યા છે. તેમના પહેલા, ઘણા આંતરરાષ્ટ્રીય બેન્ડ અને કલાકારો ભારતમાં પરફોર્મ કરવા આવ્યા છે. તેમાં ગન્સ એન રોઝ, કોલ્ડપ્લે, બ્રાયન એડમ્સ, મરૂન 5, એલન વોકર, ગ્લાસ એનિમલ્સ અને દુઆ લિપાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો ------ મૃણાલ ઠાકુર અને ધનુષનું ચાલી રહ્યું છે ચક્કર? બહેનોને ફોલો કરતાં અફવાઓ તેજ

Tags :
Advertisement

.

×