ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Weather News : ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે મંડરાઈ માવઠાની ઘાત

ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પડી શકે છે
08:48 AM May 06, 2025 IST | SANJAY
ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પડી શકે છે

Gujarat Weather News :  ગુજરાતમાં ફરીવાર રાજ્યના ખેડૂતોના માથે માવઠાની ઘાત મંડરાઈ રહી છે. જેમાં ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સામે આવી છે. ભારે પવન, ગાજવીજ સાથે કેટલાક સ્થળે કરા પડી શકે છે. તેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે કરા પડી શકે છે તથા કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. તેમજ મહેસાણા, અરવલ્લી, મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે.

મોરબી, રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી

મોરબી, રાજકોટમાં વરસાદ અને કરા પડવાની આગાહી સાથે જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથમાં વરસાદ પડી શકે છે. દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં માવઠાની શક્યતા છે. બોટાદ, સુરેન્દ્રનગર, ખેડા, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં માવઠાની આગાહી સાથે તાપી, નવસારી, વલસાડ, ડાંગમાં પણ કમોસમી વરસાદ આવી શકે છે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થતા વરસાદને પગલે ગરમીથી રાહત મળશે. ગઇકાલ સાંજે રાજ્યભરમાં અનેક જિલ્લામાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધરમાર કમોસમી વરસાદ થયો હતો. કેટલાક વિસ્તારમાં તો ભારે પવન ફૂંકાતા મહાકાય વૃક્ષો અને મસમોટા હોર્ડિંગ પણ ધરાશાયી થયા હતા.

દાહોદમાં વાવાઝોડાનાં કારણે આગ પ્રસરતાં 15 થી વધુ મકાન આગની ચપેટમાં

ધોળકા-સરખેજ હાઇવે પર હોર્ડિંગ્સ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે કેટલીક જગ્યાએ લોકોનો આબાદ બચાવ થયો છે તો ક્યાંક વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે. દાહોદમાં વાવાઝોડાનાં કારણે આગ પ્રસરતાં 15 થી વધુ મકાન આગની ચપેટમાં આવ્યા છે. આજે પણ અમદાવાદની (Ahmedabad) વાત કરીએ તો વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. શહેર અને જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. અચાનક આવેલા જડબેસલાક વરસાદનાં કારણે ધોળકા-સરખેજ હાઇવે પર મસમોટું હોર્ડિંગ (Hoardings) ધરાશાયી થયું હતું. આ હોર્ડિંગ્સ નીચેથી પસાર થતી રિક્ષા પર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુ.

અમદાવાદમાં 10 જેટલા સ્થળ પર વૃક્ષ ધરાશાયી થયા

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 10 જેટલા સ્થળ પર વૃક્ષ ધરાશાયી થયા છે. પકવાન ક્રોસ રોડ, યુનિવર્સિટી વિસ્તાર સહિતની જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થતા નીચે પાર્ક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ભારે પવન અને ધૂળની ડમરી ઊડતા વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

આ પણ વાંચો: LIVE: Gujarat News : રાજ્યના 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, 114 તાલુકામાં દોઢ ઇંચ સુધી વરસાદ પડ્યો

 

Tags :
ahmedabad gujarat newsAhmedabad Gujarat todaycropsfarmerGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsTop Gujarati NewsUnseasonalRains
Next Article