Junagadh : કેશોદ તાલુકાના ખેડૂતોમાં ભારે રોષ, ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને GST નો વિરોધ
- જૂનાગઢના કેશોદ તાલુકામાં ખેડૂતોમાં ભારે રોષ
- ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને GSTનો વિરોધ
- સરકાર ખેડૂતોના હિતમાં સત્વરે નિર્ણય લે તેવી માગ
- ગ્રામીણ, SBI સહિતની બેંક દ્વારા ચાર્જ વસૂલાતો હોવાનો આરોપ
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત રાજ્યમાં તમામ શહેરો અને નાના નગરોમાં ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને જીએસટી વસૂલવા સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
કેશોદ તાલુકાના ટીટોડી ગામના ખેડૂતોએ આ મામલે જણાવ્યું હતું કે એક તરફ સરકાર ખેડૂતોના હિતની મસ મોટી વાતો કરતી હોય છે અને બીજી તરફ સરકાર દ્વારા યેનકેન પ્રકારે આ પ્રકારના ચાર્જ લગાડીને ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરવામાં આવી રહેલ છે.
સરકાર સત્વરે ખેડૂતોના હિતમાં નિર્ણય કરેઃ હિતેશ ઘુસર (ખેડૂત)
ટીટોડી ગામ ખાતે ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓએ પાક ધિરાણ માટે પ્રોસેસિંગ ચાર્જ અને તેના ઉપરનો જીએસટી ચાર્જ ચૂકવવો પડતો હોય છે. જે ન માત્ર કેશોદ તાલુકા પૂરતી બાબત છે,, પરંતુ રાજ્યભરના ખેડૂતોને આ પ્રકારનો ચાર્જ ફરજિયાત પણે ચૂકવવાનો હોય છે..અહીં ખેડૂતો દ્વારા માંગ કરાઈ હતી કે આ દિશામાં સરકાર ગંભીરતાથી વિચારે અને સત્વરે ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય કરે.
સરકાર આ બાબતે ચોક્કસ વિચારેઃ વિનુ બારૈયા
બીજી તરફ ખેડૂત અને જૂનાગઢ જિલ્લા કિસાન સંઘના મંત્રી એ પણ આ બાબતે જણાવ્યું હતું કે સરકાર આ દિશામાં ચોક્કસ વિચારે નહી તો ખેતી મોંઘી થશે. ખેત ધિરાણ પરનો પ્રોસેસિંગ ચાર્જ અને તેના પરનો જીએસટી ગ્રામીણ બેંક અને sbi બેન્ક સહિતની બેન્કોમાં વસૂલવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ Gandhinagar : નભોઈ કેનાલમાં કાર ખાબકી, બે લોકોના મોત, ફાયર વિભાગ દ્વારા અન્યની શોધખોળ ચાલુ
રાજ્યભરમાં આ પ્રકારનો ચાર્જિસ વસુલાય છે : બેંક કર્મચારી
જ્યારે આ અંગે જુનાગઢ જિલ્લા ગ્રામીણ બેંક શાખાનો સંપર્ક કરવામાં આવેલ તો તેઓએ રાજ્યભરમાં આ મુદ્દો હોય ઓન કેમેરા તો કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું..પરંતુ ઓફ ધ કેમેરા તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના ચાર્જિસની વસુલાત કેશોદ કે માત્ર જુનાગઢ જિલ્લા પૂરતી સીમિત નથી પરંતુ રાજ્યભરમાં તમામ શહેરો અને નાના નગરોમાં આ પ્રકારનો ચાર્જિસ વસુલાય છે..જે ગાઇડલાઇન મુજબ જ વસૂલવામાં આવતું હોવાનું જણાવેલ હતું.


