Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પંચમહાલના ખેડૂતોએ રાહત પેકેજને વધાવ્યું, કહ્યું- ભાજપની સરકાર આવી એટલે સહાય ઘર સુધી પહોંચે છે

ગોધરા/ગાંધીનગર :  "આ તો ભાજપની સરકાર આવી એટલે સહાય ઘર સુધી પહોંચે છે!" આ ઉચ્ચાર પંચમહાલ જિલ્લાના ખેડૂતોના છે, જેઓ અત્યંત વરસાદથી ખરાબ થયેલા તેમના ડાંગર અને સોયાબીનના પાકો માટે મળતી રાજ્ય સરકારની સહાયથી ખુશ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025માં વધુ પડતા વરસાદથી પીડિત ખેડૂતો માટે 10 હજાર કરોડનું વિશાળ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજમાં પંચમહાલ જિલ્લાના ગામોના હજારો ખેડૂતોને લાભ મળશે, જેમાં ડાંગર, સોયાબીન સહિત અન્ય પાકોના નુકસાનને ધ્યાનમાં રાખીને વળતર આપવામાં આવશે. ખેડૂતોએ આ પગલાને "ઘર દ્વાર સુધી પહોંચતી સહાય" તરીકે વધાવ્યું છે.
પંચમહાલના ખેડૂતોએ રાહત પેકેજને વધાવ્યું  કહ્યું  ભાજપની સરકાર આવી એટલે સહાય ઘર સુધી પહોંચે છે
Advertisement
  • પંચમહાલના ખેડૂતોએ રાહત પેકેજને વધાવ્યું, કહ્યું- ભાજપની સરકાર આવી એટલે સહાય ઘર સુધી પહોંચે છે
  • પંચમહાલના ખેડૂતોની ખુશી : સહાય ઘર સુધી પહોંચવાની વ્યક્ત કરી આશા!
  • ભાજપ સરકારનો મોટો દાવ : ખેતી પાકની નુકસાનીને 10 હજાર કરોડ રૂપિયાનું વળતર
  • "સહાય ઘર સુધી પહોંચે છે!" – પંચમહાલ ખેડૂતોનો ભાજપ પર વિશ્વાસ
  • ખેડૂતોના ચહેરા પર સ્મિત : ભાજપની સરકારે આપ્યું નુકસાનનું ત્વરિત વળતર

ગોધરા/ગાંધીનગર : "આ તો ભાજપની સરકાર આવી એટલે સહાય ઘર સુધી પહોંચે છે!" આ ઉચ્ચાર પંચમહાલના ખેડૂતોના છે, જેઓ અત્યંત વરસાદથી ખરાબ થયેલા તેમના ડાંગર અને સોયાબીનના પાકો માટે મળતી રાજ્ય સરકારની સહાયથી ખુશ છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સરકારે  વધુ પડતા  કમોસમી વરસાદથી બગડી ગયેલા પાક માટે પીડિત ખેડૂતો માટે 10 હજાર કરોડનું વિશાળ કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું છે. તે પછી પંચમહાલના ખેડૂતોએ પેકેજને આવકાર્યું છે.

આ દરમિયાન ભાઈલાલ ભાઈ નામના ખેડૂતે જણાવ્યું કે, જ્યારે અમે નાના હતા, ત્યારે અમારા બાપ-દાદા ખેતી કરતાં હતા. તે વખતે વરસાદથી પાક બગડી જતો ત્યારે તો ખબર પણ નહતી કે સરકાર આવી રીતનું રાહત પેકેજ પણ આપે છે. આ તો બીજેપીની સરકાર આવી ત્યારે અમને સહાય ઘર-ઘર સુધી પહોંચતી થઈ છે.

Advertisement

  

Advertisement

તે ઉપરાંત ભરતભાઈ નામના એક ખેડૂતે જણાવ્યું કે, સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા રાહત પેકેજને અમે આવકારીએ છીએ. પરંતુ સરકારને અમારી એક વિનંતી છે કે, જે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે,તે જેમ બને તેમ ઝડપી ખેડૂતોને આપવામાં આવે, જેથી કરીને શિયાળાની ખેતી કરવામાં તેના પૈસા કામે લાગી શકે.

આ સિવાય અન્ય એક કૌશિક નામના ખેડૂતે જણાવ્યું કે, સરકારે ખેડૂતો માટે સારો નિર્ણય લીધો છે. આ સિવાય તેમણે પણ સરકારને રાહત પેકેજની સહાય ઝડપી ખેડૂતો સુધી પહોંચાડવાની વિનંતી કરી છે. જેથી તેઓ અન્ય ખેતી સારી રીતે કરી શકે. તે ઉપરાંત પોતાના ઘર ખર્ચાઓ પણ કરીને પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે.

આ પેકેજમાં પંચમહાલ જિલ્લાના ગામોના હજારો ખેડૂતોને લાભ મળશે, જેમાં ડાંગર, સોયાબીન સહિત અન્ય પાકોના નુકસાનને ધ્યાનમાં રાખીને વળતર આપવામાં આવશે. ખેડૂતોએ આ પગલાને "ઘર દ્વાર સુધી પહોંચતી સહાય" તરીકે વધાવ્યું છે, જે ભાજપ સરકારની કૃષિ મૈત્રીપૂર્ણ નીતિનું પ્રતીક છે.

સરકાર તરફથી જાહેર કરેલા કૃષિ રાહત પેકેજને પંચમહાલના ખેડૂતોએ વધાવ્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, બીજેપીની સરકાર હોવાના કારણે ઘરે-ઘર સુધી રાહત પહોંચી રહી છે. આ સહાયની જાહેરાત પછી ખેડૂતોમાં ખુશીની લહેર દહોડી ગઈ છે. આ અંગે વધુ જણાવતા ખેડૂતે જણાવ્યું કે, સરકારે અમારા ગામડાઓ સુધીમાં એકદમ ઝડપી સર્વે કરાવ્યું હતું. આ સર્વે કરાવ્યા પછી તરત જ સારો એવો રાહત પેકેજ પણ જાહેર કરી દીધો છે. તેથી ખેડૂતોને રાહત અનુભવી છે. એક ખેડૂતે જણાવ્યું કે, અમારા ગામમાં પણ ખેડૂતોને થયેલા નુકશાનનું વળતર પહોંચવાની આશા બંધાણી હોવાના કારણે ભૂપેન્દ્ર પટેલની સરકારના ખેડૂતો વખાણ કરી રહ્યાં છે.

કમોસમી વરસાદનું કહેર : પંચમહાલમાં ડાંગર અને સોયાબીનના પાકોને મોટું નુકસાન

ગુજરાતમાં આ વર્ષે ચોમાસા પછી પણ ધોધમાર વરસાદ પડવાથી કૃષિ ક્ષેત્રને ભારે નુકસાન થયું હતું. પંચમહાલ જિલ્લામાં જે મુખ્યત્વે ડાંગર (મિલેટ), સોયાબીન, કપાસ, મગફળી, ચણા, શાકભાજી અને આમળા જેવા બહારી પાકો માટે જાણીતું છે, ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જિલ્લાના 07 તાલુકાઓમાંથી અનેકમાં (596) ગામોમાં ખેડૂતોનું 100 ટકા પાક ખરાબ થઈ ગયું હતું. આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે, "વરસાદને કારણે પાકો ખરાબ થઈ ગયા, અને અમારી આવકને મોટો ફટકો પડ્યો છે." રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરાવ્યો હતો.

આ વળતર પ્રતિ ખેડૂત એકાઉન્ટમાં મહત્તમ 2 હેક્ટર સુધી મળશે, અને તે DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા ખાતામાં જમા થશે. પંચમહાલમાં ડાંગર અને સોયાબીન જેવા પાકોને વિશેષ ધ્યાનમાં રાખીને વળતરની રકમ નક્કી કરવામાં આવી છે, જે ખેડૂતો માટે રાહતજનક સાબિત થશે. રાજ્યના કૃષિમંત્રીએ જણાવ્યું, "ભાજપ સરકાર કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે, અને આ પેકેજ ખેડૂતોના નુકસાનને ભરપાઈ કરવાનો પ્રયાસ છે."

આ પણ વાંચો-ગુજરાત બોર્ડ પરીક્ષા 2026 : 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ, વિદ્યાર્થીઓ માટે મહત્વની વિગતો

Tags :
Advertisement

.

×