ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan ના ખેડૂતોને પડ્યા પર પાટુ, પહેલા વરસાદે ઠંડા પાણીએ નવરાવ્યા હવે કપાસના ભાવે રોવડાવ્યા

Patan જિલ્લાના ખેડૂતોના માથે મોટું સંકટ આવી ચડ્યું છે, કપાસના વાવેતર પાછળ ચાર મહિનાનો સમય આપ્યો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં આવેલા વરસાદે તેમની મહેનત ઉપર પાણી ફેરવી નાંખ્યું છે, આ વરસાદે પાકને તો બગાડ્યું છે પરંતુ હાલમાં મળી રહેલું પાક પણ ખરાબ ક્વોલિટીવાળું મળતું હોવાના કારણે તેમને કપાસના એટલા ભાવ મળી રહ્યાં છે કે ધરખમ નુકશાન થઈ જાય
04:44 PM Oct 11, 2025 IST | Mujahid Tunvar
Patan જિલ્લાના ખેડૂતોના માથે મોટું સંકટ આવી ચડ્યું છે, કપાસના વાવેતર પાછળ ચાર મહિનાનો સમય આપ્યો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં આવેલા વરસાદે તેમની મહેનત ઉપર પાણી ફેરવી નાંખ્યું છે, આ વરસાદે પાકને તો બગાડ્યું છે પરંતુ હાલમાં મળી રહેલું પાક પણ ખરાબ ક્વોલિટીવાળું મળતું હોવાના કારણે તેમને કપાસના એટલા ભાવ મળી રહ્યાં છે કે ધરખમ નુકશાન થઈ જાય

પાટણ :  પાટણ જિલ્લામાં કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂત સમાજમાં નિરાશા જોવા મળી રહી છે. કપાસના વાવેતર પાછળ મોટા પ્રમાણમાં ખર્ચો થતો હોય છે, તો કપાસમાં રોગ આવવા સહિતના અનેક પડકારોનો પણ સામનો કરવો પડતો હોય છે. તો ચાલું વર્ષે પાછળથી પડેલા વરસાદના કારણે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. તો જે પાક બચી ગયો છે, તેમાં ખેડૂતોના અનુમાન કરતાં ઘણો ઓછો પાક ઉતરી રહ્યો છે, તેથી ખેડૂતોને સીધું નુકશાન ભોગવી રહ્યાં છે. તેથી પાટણ જિલ્લાના ખેડૂતો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યાં છે.

Patan ના ખેડૂતો મુશ્કેલીમાં 

કપાસના વાવેતર પાછળ ખર્ચેલા પૈસા પણ પરત મળી શકે તેમ દેખાઈ રહ્યું નથી. આ વચ્ચે ખેડૂતોના કપાસના ભાવ પણ યોગ્ય ન મળવાના કારણે ખેડૂતોને ખુબ જ મોટું નુકશાન જાય તેવી ભીતિ ઉભી થઈ છે. એક તરફ સરકાર તરફથી ખેડૂતો માટે યોજનાઓ લોન્ચ કરવામાં આવી રહી છે, પરંતુ જમીન લેવલે વર્તમાન સમયમાં ખેડૂતોને મોટા પાયે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો- દિવાળી પર માવઠાની માર? Ambalal Patel ની આગાહી – ઓક્ટોબરમાં વાતાવરણમાં પલટો, નવેમ્બરથી કડકડતી ઠંડી

ધોધમાર વરસાદના કારણે પાકને નુકશાન

પાટણ જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ સપ્ટેમ્બર મહિનામાં પડેલા ધોધમાર વરસાદના કારણે પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું. હવામાનમાં આવેલા પલટાના કારણે ખેડૂતોનું ઘણું પાક બગડી ગયું તો જે પાક બચ્યો તેમાં કપાસનો ઉતાર પણ યોગ્ય પ્રમાણમાં થઈ રહ્યો નથી. આ બધી મુશ્કેલીઓ પાર કરીને ખેડૂતો માર્કેટયાર્ડમાં ગયા તો ત્યાં પણ તેમને 440 વોટનો ઝાટકો લાગ્યો હતો.

હાલ કપાસના ભાવ ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 1100થી 1500 રૂપિયા જ મળી રહ્યાં છે. જે વીઘા દીઠ 15-30 સુધાના ભાવ હોવા છતાં ખેડૂતોને નુકશાનમાં ધકેલી શકે છે. જણાવી દઈએ કે, ગત વર્ષે 1100થી 1700 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા હતા. તો ગયા વર્ષે ચોમાસાના કારણે પાકને નુકશાન પણ થયું નહતું. પરંતુ આ વખતે તો ખેડૂતોને નુકશાન ઉપર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

વરસાદના કારણે પાકની ક્વોલિટી સારી ન મળી

જે રીતે કપાસના ભાવ વર્તમાન સમયમાં મળી રહ્યાં છે, તે જોતા તો ખેડૂતોને પડ્યા ઉપર પાટું પડી છે. એક તરફ વરસાદે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન કર્યું તો બીજી તરફ હવે યોગ્ય ભાવ ન મળવાના કારણે ખેડૂતોને નુકશાન ભોગવાવનો વારો આવ્યો છે. આ વખતે કપાસનો ભાવ તો 1100થી 2100 રૂપિયા છે પરંતુ વરસાદી ભેજ અને ક્વોલિટી ઘટાડાના કારણે ખેડૂતોને નબળા દર મળી રહ્યાં છે. ખેડૂતોને તેમના પાકના માત્ર 1000 રૂપિયાથી 11000 રૂપિયા સુધી જ ભાવ મળી રહ્યા છે. તેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે.

કપાસના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો

આ ભાવના કારણે કપાસના વાવેતર પાછળ થતો ખર્ચો પણ નિકળે તેવી શક્યતા દેખાઈ રહી નથી. આમ ખેડૂતોએ ચાર મહિના સુધી પાકને સાચવ્યો અને અંતે તેમના હાથમાં તેમના દ્વારા કરેલો ખર્ચો પણ પૂરતા પ્રમાણમાં નિકળી રહ્યો નથી. માર્કેટ યાર્ડના ચેરમેન અનુસાર ગત વર્ષે 10.61 લાખ મણ કપાસ આવી હતી, જ્યારે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 1.79 લાખ મણ કપાસ આવી છે. જે કારણ ઉત્પાદનમાં ઘટાડો છે. જે ખેડૂતોને સીધું નુકશાન પણ દર્શાવે છે. તો ભાવ પણ યોગ્ય ન મળવા તે એક બીજું નુકશાન છે. હવે તે જોવાનું કે, ખેડૂતોને સરકાર તરફથી કોઈ સહાયના રૂપમાં મદદ મળે છે કે નહીં?

આ પણ વાંચો- Vikas Saptah : મહિલા સશક્તિકરણથી આભને આંબતી ગુજરાતની ડ્રોન દીદી

Tags :
cottoncotton pricesLoss to Farmerslow cotton pricesPatanPatan farmers
Next Article