ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખેડૂતોનું Delhi ચલો આંદોલન યથાવત, Punjab માં BJP નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ...

ખેડૂત સંગઠનો આજે ફરી Delhi તરફ કૂચ કરશે કેન્દ્ર સરકારે સમસ્યાનો નિરાકરણ લાવવો જોઈએ - ખેડૂત નેતા તામિલનાડુના ખેડૂતો પણ વિરોધ કરવા દિલ્હી આવશે ખેડૂતો તેમની માંગણીઓને લઈને આજે ફરી દિલ્હી (Delhi) તરફ કૂચ કરશે. પંજાબ (Punjab)ના ખેડૂત નેતા...
09:17 AM Dec 08, 2024 IST | Dhruv Parmar
ખેડૂત સંગઠનો આજે ફરી Delhi તરફ કૂચ કરશે કેન્દ્ર સરકારે સમસ્યાનો નિરાકરણ લાવવો જોઈએ - ખેડૂત નેતા તામિલનાડુના ખેડૂતો પણ વિરોધ કરવા દિલ્હી આવશે ખેડૂતો તેમની માંગણીઓને લઈને આજે ફરી દિલ્હી (Delhi) તરફ કૂચ કરશે. પંજાબ (Punjab)ના ખેડૂત નેતા...
  1. ખેડૂત સંગઠનો આજે ફરી Delhi તરફ કૂચ કરશે
  2. કેન્દ્ર સરકારે સમસ્યાનો નિરાકરણ લાવવો જોઈએ - ખેડૂત નેતા
  3. તામિલનાડુના ખેડૂતો પણ વિરોધ કરવા દિલ્હી આવશે

ખેડૂતો તેમની માંગણીઓને લઈને આજે ફરી દિલ્હી (Delhi) તરફ કૂચ કરશે. પંજાબ (Punjab)ના ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે શનિવારે કહ્યું હતું કે, તેમની સમસ્યાઓના નિરાકરણ માટે વાતચીત માટે તેમને કેન્દ્ર તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. એ પણ કહ્યું કે 101 ખેડૂતોનું એક જૂથ રવિવારે ફરીથી દિલ્હી (Delhi) તરફ કૂચ શરૂ કરશે. ખેડૂતોને દિલ્હી (Delhi) તરફ આવતા રોકવા પોલીસ પ્રશાસને કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે. દિલ્હી (Delhi)-હરિયાણા શંભુ બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. રોડ પર સ્પાઇક્સ મુકવામાં આવ્યા છે. ઉપરાંત કોંક્રીટની દિવાલ પણ બનાવવામાં આવી છે. જ્યાં ખેડૂતો વિવિધ માંગણીઓ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

તામિલનાડુના ખેડૂતો પણ વિરોધ કરવા દિલ્હી આવશે...

તમિલનાડુના ત્રિચીમાં સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય)ના રાજ્ય અધ્યક્ષ પી. અય્યાકન્નુએ જણાવ્યું હતું કે, 'કોંગ્રેસના શાસનકાળ દરમિયાન એમએસ સ્વામીનાથને સરકારને એક રિપોર્ટ સોંપ્યો હતો. તેમણે સૂચન કર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને કિંમતના 150 ટકા આપવામાં આવે. કોંગ્રેસ સરકારે રિપોર્ટમાં આપેલા સૂચનોનો અમલ કર્યો નથી. તેથી સમગ્ર ભારતમાં ખેડૂતોએ કોંગ્રેસ વિરુદ્ધ આંદોલન કર્યું અને BJP ને ટેકો આપ્યો.

આ પણ વાંચો : Maharashtra : CM સપથ ગ્રહણ કાર્યક્રમમાં ચોરોની બલ્લે બલ્લે, સોનું અને રોકડ ગાયબ

સરકારે અમને કંઈ આપ્યું નથી - તમિલનાડુના ખેડૂતો

આ સાથે તેમણે કહ્યું કે, 'અમને વિશ્વાસ છે કે BJP અમને આપશે (જેની ભલામણ કરવામાં આવી હતી), પરંતુ છેલ્લા દસ વર્ષથી તેમણે અમને કંઈ આપ્યું નથી. એટલા માટે તેઓ (ખેડૂતો) દિલ્હી (Delhi)માં લડી રહ્યા છે. અમે પણ દિલ્હી (Delhi) જઈશું અને મરતા સુધી લડીશું. તમિલનાડુના ખેડૂતો દિલ્હી (Delhi) જશે અને અમે MSP અને અન્ય બાબતોને લઈને આંદોલન કરીશું. 16 ડિસેમ્બરે તમિલનાડુમાં રેલ્વે પર વિરોધ કરશે અને પછી દિલ્હી જશે.

આ પણ વાંચો : Delhi માં ઠંડી, તમિલનાડુમાં વરસાદી આફત, ઉત્તર-પૂર્વીય રાજ્યો ધુમ્મસથી છવાયા...

BJP ના નેતાઓ Punjab માં પ્રવેશી શકશે નહીં - ખેડૂત નેતા

શંભુ બોર્ડર પર ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું, 'કિસાન મઝદૂર મોરચા અને યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય)નો વિરોધ તેના 300 માં દિવસમાં પ્રવેશી ગયો છે. કેન્દ્ર સરકાર હજુ પણ મક્કમ છે. અમે બીજી મોટી જાહેરાત કરી છે કે અમે પંજાબ (Punjab)માં BJP ના નેતાઓના પ્રવેશનો વિરોધ કરીશું. અમને ખાતરી નથી પણ અમે સાંભળ્યું છે કે સૈની (હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈની) અને ગડકરી (કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી) અમૃતસર જઈ રહ્યા છે. અમે પંજાબ (Punjab)ના ખેડૂતોને રાજ્યમાં તેમના પ્રવેશનો વિરોધ કરવા આહ્વાન કરીએ છીએ.

આ પણ વાંચો : એકવાર ફરી PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી!

Tags :
Delhi Police on Farmer ProtestFarmer ProtestFarmer Protest in Delhi NCRFarmer Protest NewsFarmer Protest News UpdatesFarmer Protest on SundayGujarati NewsHaryana Police on Farmer ProtestIndiaNationalSinghu Border
Next Article