Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આજથી રૂપિયા 3 હજારમાં મેળવો વાર્ષિક FASTag, 200 વખત પસાર થવાશે

FASTag : આર્થિક ફાયદો જોતા આવનાર સમયમાં મોટી સંખ્યામાં લોકો આ ફાસ્ટટેગ સુવિધાનો ઉપયોગ કરવા ઉમટી પડશે, તેવું લાગી રહ્યું છે
આજથી રૂપિયા 3 હજારમાં મેળવો વાર્ષિક fastag  200 વખત પસાર થવાશે
Advertisement
  • વાર્ષિક FASTag થી અનેક મુશ્કેલીઓમાંથી છુટકારો મળશે
  • એક વખત પૈસા ભરો અને 200 વખત તેનો ફાયદો ઉઠાવો
  • રિચાર્જ, ભીડ સહિત અનેક સમસ્યાઓ ભૂતકાળ બનશે

FASTag : આજથી હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે સરકાર દ્વારા નવી સુવિધા લાગુ કરવામાં આવી છે. માત્ર રૂ. 3 હજારમાં જ 200 વખત ટોલ પસાર કરી શકાશે. જેની સાદી ગણતરી પ્રમાણે માત્ર 15 રૂપિયામાં એક વખત ટોલ ક્રોસ કરી શકાશે. આર્થિક ફાયદો જોતા આવનાર સમયમાં મોટી સંખ્યામાં લોકો આ ફાસ્ટટેગ સુવિધાનો ઉપયોગ કરવા ઉંટી પડશે, તેવું લાગી રહ્યું છે. સામાન્ય ગણતરી પ્રમાણે હાલ એક વખતનો ટોલ આશરે રૂ- 50 થી વધુનો થતો હોય છે.

અત્યાર સુધીના FASTag ના વિકલ્પ કરતા તો અનેક ગણું સસ્તુ

આજની સ્થિતીએ તમામ હાઇવે ના ટોલનાકા પર ફાસ્ટટેગ (FASTag) સિસ્ટમ લાગુ થઇ ગઇ છે. સામાન્ય રીતે નેશનલ હાઇવે (National Highway) પર કારથી લઇને ભારદારી વાહનોનું ભારણ વધારે હોય છે. દરમિયાન જો ટોલ નાકા પર જ કોઇક વાહનનું ફાસ્ટટેગનું રિચાર્જ પતી જાય તો મહામુશ્કેલી સર્જાઇ શકે છે, એટલું જ નહીં અન્ય માટે પણ તે મુશ્કેલી સર્જી શકે છે. આવી અનેક સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકાર દ્વારા વાર્ષિક ફાસ્ટટેગની સુવિધા લાગુ કરવામાં આવી છે. આજથી રૂ. 3 હજારમાં વાર્ષિક ફાસ્ટટેગ મળશે, આ ફાસ્ટટેગની મદદથી તમે એક વખતમાં સરેરાશ રૂ, 15 ખર્ચીને નેશનલ હાઇવેનું ટોલનાકું પસાર કરી શકશો. જે અત્યાર સુધીના વિકલ્પ કરતા તો અનેકગણું સસ્તુ છે.

Advertisement

નિયમિત હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે આશિર્વાદ સામાન

વાર્ષિક ફાસ્ટટેગ (FASTag) ની યોજનાના કારણે હવે વારંવાર રિચાર્જમાંથી પણ મુક્તિ મળવાની છે, સાથે જ ટોલ બુથ પર થતી ભીડ પર પણ કાબુ આવશે. આ યોજના નિયમિત હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે આશિર્વાદ સામાન સાબિત થવાની છે. હવે આ યોજનામાં ભાગ લેવા માટે લોકો કેટલી તત્પરતા બતાવે છે તે જોવું રહ્યું.

Advertisement

FASTag પાસ બનાવવાની સરળ પ્રક્રિયા

FASTag યુઝર્સ હવે સરળતાથી વાર્ષિક પાસ બનાવી શકે છે. તેના માટે સૌપ્રથમ NHAI અથવા રાજમાર્ગ યાત્રા મોબાઇલ એપ પર જવાનું રહેશે, જ્યાં વાર્ષિક પાસનો વિકલ્પ ઉપલબ્ધ છે. તેને પસંદ કર્યા બાદ "એક્ટિવેટ" બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ વાહનનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કર્યા પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. OTP વેરિફાય થયા બાદ અંતિમ તબક્કામાં ચૂકવણી કરવી પડે છે. રૂ. 3000 ની ફી ચૂકવ્યા પછી તમારો FASTag પાસ સક્રિય થઈ જાય છે, જે એક વર્ષ સુધી માન્ય રહેશે અને ત્યારબાદ ફરીથી રિન્યુ કરાવવો પડશે.

આ પણ વાંચો ----  Kishtwar Cloudburst : જમ્મુના કિશ્તવાડમાં વાદળ ફાટવાની દુર્ઘટનામાં મૃતાંક 50ને પાર, 300 થી વધુ ઘાયલ

Tags :
Advertisement

.

×