હનીમૂનમાં મારી દીકરી સાથે શું કરશો? મક્કા-મદીના જાઓ તેમ કહી સસરાએ જમાઇ પર એસિડ ફેંક્યું
- હનિમુન માટે જમાઇ અને સસરા વચ્ચે થઇ બબાલ
- જમાઇ કાશ્મીર હનીમુન માટે જવા માંગતો હતો
- સસરા હનીમુન માટે મક્કા-મદીનાનું કહી રહ્યા હતા
મુંબઇ : મહારાષ્ટ્રના કલ્યાણમાં સામાન્ય બોલાચાલીમાં ગુસ્સે ભરાયેલા સસરાએ પોતાના જમાઇ પર તેજાબથી હુમલો કરી દીધો. સસરા ઇચ્છતા હતા કે જમાઇ હનીમુન માટે તેની પુત્રીને મક્કા મદીના લઇ જાય જ્યારે જમાઇ કાશ્મીર જવા માંગતો હતો. આ મામલે બંન્ને વચ્ચે બોલાચાલ થતા ભડકેલા સસરાએ જમાઇ પર એસિડ એટેક કરી દીધો હતો.
સસરાએ જમાઇ પર કર્યો એસિડ વડે હુમલો
મહારાષ્ટ્રના કલ્યાણમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી રહી છે. અહીં સામાન્ય બોલાચાલીમાં ગુસ્સે ભરાયેલા સસરાએ પોતાના નણપરણિત જમાઇ પર એસિડ એટેક કરી દીધો હતો. આ હુમલામાં જમાઇ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો છે. કલ્યાણની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે સસરો ફરાર થઇ નચુક્યું છે. આ મામલે બાજારપેઠ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : Operation Asur: શરાબના બેખૌફ સોદાગરો અંગે ગુજરાત ફર્સ્ટ પર સૌથી મોટો ખુલાસો
એક જ વિસ્તારમાં રહેતા યુવક-યુવતીના થયા હતા લગ્ન
મળતી માહિતી અનુસાર ઇબાદ ફાલ્કે પોતાના પરિવારની સાથે કલ્યાણ પશ્ચિમ વિસ્તારમાં રહે છે. એક મહિના પહેલા ઇબાદના લગ્ન તે જ વિસ્તારમાં રહેતી જકી ખોટાલની પુત્રી સાથે થઇ હતી. લગ્ન બાદ ઇબાદ હનીમુન માટે કાશ્મીર જવા માંગતો હતો. તેની તૈયારી પણ કરી લીધી હતી. જો કે સસરા જકી ખોટાલે જમાઇને કહ્યું કે, તમને કાશ્મીર નહીં પરંતુ નમાજ માટે મક્કા મદીના જવું જોઇએ.
જમાઇ અને સસરા વચ્ચે હનીમુન મામલે થઇ હતી બબાલ
આ વાત અંગે ગત્ત થોડા દિવસોથી સસરા જકી અને જમાઇ ઇબાદ વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો હતો. જકી આ વાતથી નારાજ હતો કે તેનો જમાઇ તેની વાત કેમ માનતો નથી. આ વિવાદ અંગે ગત્ત રાત્રે 8 વાગ્યે કલ્યાણના લોલચોકથી ઇબાદ પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન નારાજ જકી એક રિક્શાથી ઇબાદની પાસે આવ્યો અને તેજાબથી તેના પર હુમલો કરી દીધો. આ હુમલામાં ઇબાદ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પણ વાંચો : Gujarat: ‘ડમી શાળાઓ બંધ કરાવો’, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યનો મુખ્યમંત્રીને પત્ર
સસરા હુમલો કર્યા બાદ થઇ ગયો ફરાર
કલ્યાની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ આરોપી સસરા જકી ખોટાલ ગભરાઇ ગયા અને ફરાર થઇ ગયા હતા. આ મામલે બાજારપેઠ પોલીસે કેસ દાખલ કરીને સસરાની શોધખોળ શરૂ કરી દીધી છે.
ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પણ થયો હતો હુમલો
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા જ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં પણ સામાન્ય વાતમાં એસિડ એટેકના સમાચાર આવ્યા હતા. અહીં એક રસ્તા પરથી નિકળવા મામલે બે પક્ષો વચ્ચે વિવાદ ચાલતો હતો. તે એઠલો વધી ગયો કે તેમના વચ્ચે પહેલા મારામારી થઇ હતી. દરમિયાન બંન્ને પક્ષોએ એક બીજા પર તેજાબથી હુમલો કર્યો હતો. જેના કારણે હડકંપ મચી ગયો હતો. આ ઘટનામાં બંન્ને પક્ષના કૂલ 5 લોકો ઘાયલ થઇ ગયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ પહોંચી અને ગમે તેમ કરીને મામલો થાળે પાડ્યો હતો. ત્યાર બાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.
આ પણ વાંચો : ગુજરાતનાં આરોગ્ય તંત્ર માટે સૌથી મોટી શરમ! PMJAY માં વધુ એક સૌથી મોટું કૌભાંડ આવ્યું સામે


