Vadodara : ડભોઇ રોડની સોસાયટીમાં ભેદી ધડાકાથી ભયનો માહોલ
વડોદરામાં ભેદી ધડાકાથી રહીશોમાં ભય
ડભોઈ રોડની સોસાયટીના મકાનોમાં ધડાકા
ગેસ અને ગટરલાઈનના કારણે ધડાકાનું અનુમાન
ભેદી ધડાકાથી ઘરવખરીને નુકસાનનો આરોપ
બે દિવસથી મકાનોમાં ભેદી ધડાકા થાય છે
વડોદરાના ડભોઇ રોડની સોસાયટીના મકાનોમાં છેલ્લા બે દિવસથી ભેદી ધડાકા થતા સ્થાનિક રહિશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ભેદી ધડાકાના કારણે મકાનોમાં રહેલી ઘરવખરીના સામાનને નુકશાન થયું હોવાનો આરોપ લોકોએ લગાવ્યો છે.
છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા
મળેલી માહિતી મુજબ ડભોઇ રોડની સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી ભેદી ધડાકા થઇ રહ્યા છે. મનાઇ રહ્યું છે કે ગેસ અને ગટર લાઇનના કારણે જમીનમાં ભેદી ધડાકા થઇ રહ્યા છે. સતત ધડાકાના અવાજો આવતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
ઘરવખરીને નુકશાન થયું હોવાનો આરોપ
ધડાકાના પગલે મકાનોમાં ઘરવખરીને નુકશાન થયું હોવાનો આરોપ પણ લોકોએ લગાવ્યો છે. હાલ તો તપાસ ચાલી રહી છે કે ક્યા કારણોસર આ ભેદી ધડાકા થઇ રહ્યા છે.
આ પણ વાંચો----VADODARA : કોઠી કચેરી ઇમારતના ત્રીજા માળે લાગેલી આગથી દોડધામ




