Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળા અટકાવવા યોજાઈ બેઠક

ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતી પાકને થયેલા વ્યાપક નુકસાન પછી લોકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો ન થાય તે માટે હવે આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. માવઠાથી ફેલાતા સંભવિત રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં પાણીજન્ય રોગચાળા સહિત અન્ય રોગચારાના અટકાયતી પગલાં અને તૈયારીઓની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળા અટકાવવા યોજાઈ બેઠક
Advertisement
  • ગુજરાત આરોગ્ય તંત્ર સજાગ : માવઠા પછી રોગ ફેલાવાની આશંકા, PHC-CHCમાં વિશેષ સુવિધા- પ્રફુલભાઈ પાનસેરીયા
  • પ્રફુલભાઈ પાનસેરીયાની અધ્યક્ષતામાં માવઠા-રોગચાળા વિરુદ્ધ યોજના : સરકારી હોસ્પિટલો તૈયાર
  • માવઠાના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ : બેઠકમાં નિર્ણયો, દવા-સુવિધા ઉપલબ્ધ કરાવી
  • ગુજરાતમાં માવઠા બાદ જંતુસંક્રમણની આશંકા : આરોગ્યમંત્રીએ રોગચાળો રોકવા મજબૂત વ્યવસ્થા

ગાંધીનગર પ્રફુલભાઈ પાનસેરીયા બેઠક :રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદના કારણે પાણીજન્ય અને હવામાં ફેલાતા રોગો વધવાની સંભાવના રહેલી છે. જે અંતર્ગત તા. 01 નવેમ્બર, 2025ના રોજ ગાંધીનગર ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, ટાઇફોઇડ જેવા રોગો થવાની ખૂબ સંભાવના રહેલી છે. આરોગ્ય તંત્ર દ્વારા આ રોગોના નિયંત્રણ માટે રાજ્યના દરેક PHC, CHC અને સરકારી હોસ્પિટલોમાં પૂરતી દવાઓના જથ્થા સાથે આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ રાખવામાં આવી છે. મંત્રી પાનશેરીયાએ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે.

Advertisement

Advertisement

રોગચાળા પહેલા જ ઉપચારની તૈયારી

આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ બેઠકમાં જણાવ્યું કે, "માવઠાના કારણે પાણીમાં દુષિતતા વધવાની સંભાવના છે, જેને કારણે જંતુસંક્રમણ, પેટના રોગો અને ત્વચાના વિકારો જેવા રોગો ફેલાઈ શકે છે. આવા રોગચાળાને રોકવા માટે આરોગ્ય વિભાગની તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે." તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે, જેમાં એન્ટીબાયોટિક્સ, એન્ટી-ફંગલ અને અન્ય જરૂરી દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓનું વિતરણ ઝડપથી કરવા માટે સ્ટોકનું મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સુવિધાઓ ઉપલબ્ધ

આ ઉપરાંત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને સમુદાય આરોગ્ય કેન્દ્રો (CHC)માં આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રોમાં રોગનિદાન માટે લેબરેટરી સુવિધા, વેક્સિનેશન કેમ્પ અને જાગૃતિ અભિયાનોનું આયોજન કરવામાં આવશે. મંત્રીએ જણાવ્યું કે, માવઠા પ્રભાવિત વિસ્તારોમાં – જેમ કે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં વિશેષ મેડિકલ ટીમો મોકલવામાં આવી છે, જે ઘર-ઘર જઈને તપાસ કરશે અને જરૂરી દવાઓ વહેંચશે.

નાગરિકોએ અંધશ્રદ્ધાની જગ્યાએ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો

આ બેઠક દરમિયાન તેમણે જનતાને અપીલ કરી હતી કે, વરસાદની સિઝનમાં સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ મોટી સંખ્યામાં જમીનની બહાર નીકળતા હોય છે. જ્યારે પણ આવા ઝેરી જીવ કરડે ત્યારે ખેડૂતો સહિત રાજ્યના નાગરિકોએ અંધશ્રદ્ધાનો સહારો ન લેતા તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરીને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. આ સિવાય આરોગ્યમંત્રી દ્વારા દરેક PHC, CHC, સરકારી હોસ્પિટલો અને 108 મેડિકલ વાનમાં એન્ટિ વેનમ તેમજ અન્ય જરૂરી દવાનો પૂરતો જથ્થો રાખવા આરોગ્ય વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.

નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા

વધુમાં પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર હંમેશા દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતી હોય છે. જેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને હવામાં ફેલાતા વિવિધ રોગોને અટકાવવા સતત પરિણામલક્ષી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજયભાઈ દ્વિવેદી, આરોગ્ય કમિશનર (ગ્રામ્ય) ડૉ. રતનકંવર ગઢવીચારણ, અધિક નિયામક નિલમ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો- શાહીબાગ BAPS મંદિરમાં શાકોત્સવનો મહાઉત્સવ, શું તમે જાણો છો કેમ ઉજવવામાં આવે છે શાકોત્સવ

Tags :
Advertisement

.

×