Pakistan Army પર ભીષણ આતંકી હુમલો, 12 સૈનિકોના મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત
- Pakistan Army પર થયો ભીષણ આતંકી હુમલો
- TTPએ પાકિસ્તાની સેના પર કર્યો મોટો હુમલો
- પાકિસ્તાની સેનાના 12 સૈનિકોના મોત નિપજ્યા
પાકિસ્તાનના અશાંત ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં શનિવારે વહેલી સવારે આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)એ ઘાતક હુમલો કરતા પાકિસ્તાના 12 સૈનિકોના મોત નિપજ્યા છે. જયારે 4 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લાના ફકીર સરાઈ વિસ્તારમાં સવારે 4 વાગ્યે થયો, જ્યારે સેનાનો કાફલો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. સ્થાનિક વહીવટીતંત્ર અને સુરક્ષા અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી છે, જે તાજેતરના મહિનાઓમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલી સૌથી ઘાતક આતંકી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે.
Pakistan Army પર ભીષણ આતંકી હુમલો
આ હુમલાની જાણકારી સરકારી અધિકારીએ આપી હતી, તેમણે હુમલાની માહિતી આપતા કહ્યું કે "બંને બાજુથી ભારે હથિયારોથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં 12 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને 4 ઘાયલ થયા હતા." વિસ્તારના સુરક્ષા પ્રભારીએ પણ જાનહાનિની સંખ્યાની પુષ્ટિ કરી હતી અને કહ્યું કે હુમલો ખૂબ જપૂર્વ આયોજિત અને તીવ્ર હતો. હુમલાખોરો સૈન્યના શસ્ત્રો અને સાધનો લઈને સ્થળ પરથી ભાગી ગયા હતા. આ હુમલાની જવાબદારી TTPએ સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા લઈ લીધી છે, જેમાં તેમણે 30 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો પણ કર્યો છે, જોકે સરકારી આંકડા અનુસાર આ સંખ્યા 12 છે.
Pakistan Army પર હુમલાની જવાબદારી TTPએ લીધી
નોંધનીય છે કે આ આતંકવાદી સંગઠન, જેને પાકિસ્તાની તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે, એક સમયે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં મોટા વિસ્તારો પર કબજો કરી રાખ્યો હતો. જોકે, 2014માં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા મોટા ઓપરેશન 'ઝર્બ-એ-અઝ્બ' પછી તેમને પીછેહઠ કરવી પડી હતી. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી સરહદી વિસ્તારોમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીથી અહીં અને બલુચિસ્તાન પ્રાંતમાં આતંકી હુમલાઓમાં લગભગ 460 લોકો માર્યા ગયા છે, જેમાં મોટા ભાગના સુરક્ષા કર્મચારીઓ છે. ગયા વર્ષે પાકિસ્તાનમાં 1,600થી વધુ મોત થયા હતા, જે લગભગ એક દાયકાનું સૌથી ખતરનાક વર્ષ રહ્યું હતું
આ પણ વાંચો: Donald Trump એ સ્વીકાર્યું, ટેરિફ લગાવવાથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો


