ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશન પહેલા કોંગ્રેસના બે નેતાઓ બાખડ્યા, સિનિયર નેતાઓએ વચ્ચે પડી મામલો થાળે પાડ્યો

અમદાવાદ ખાતે વર્ષો બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રદેશ પ્રમુખની ચેમ્બરમાં જ બે ધારાસભ્ય વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી.
11:59 PM Apr 05, 2025 IST | Vishal Khamar
અમદાવાદ ખાતે વર્ષો બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશન પહેલા પ્રદેશ પ્રમુખની ચેમ્બરમાં જ બે ધારાસભ્ય વચ્ચે છુટા હાથની મારામારી થવા પામી હતી.
Congress National Convention ahmedabad

ગુજરાતમાં તા.8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન (Congress National Convention) યોજાવાનું છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા અધિવેશનને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી તા. 8 અને 9 એપ્રિલનાં રોજ યોજાનાર અધિવેશનને લઈ બેઠકો હાલ ચાલી રહી છે. ત્યારે ગત રોજ સાંજના સુમારે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિત અનેક પીઢ કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત હતા. ત્યારે કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh) અને અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પરથી કોંગ્રેસનાં બેનર હેઠળ ચૂંટણી લડેલા ભરત મકવાણા (Bharat Makwana) વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થવા પામી હતી. થોડાક સમયમાં તે બોલાચાલી ઉગ્ર થઈ જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. રાષ્ટ્રીય અધિવેશન પહેલા જ કોંગ્રેસમાં અંદરો અંદરનો વિખવાદ સામે આવ્યો છે. આ મુદ્દો કોંગ્રેસનાં કાર્યકરોમાં ચર્ચાસ્પદ બન્યો છે.

કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખની હાજરીમાં મારા મારી

કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગત રોજ કોંગ્રેસ કાર્યાલય ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીગમાં કોંગ્રેસનાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતા અમિત ચાવડા, ઉષા નાયડુ, શાહનવાઝ શેખ, પ્રગતિ આહીર, નીરવ બક્ષી, ગ્યાસુદ્દીન શેખ, ભરત મકવાણા હાજર રહ્યા હતા. ત્યારે બેઠકમાં અચાનક જ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh) અને ભરત મકવાણા (Bharat Makwana) વચ્ચે તું.....તું....મૈ....મૈ... બાદ છુટ્ટા હાથની મારામારી થતા મામલો બિચક્યો હતો. ત્યારે સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અન્ય નેતાઓ દ્વારા વચ્ચે પડી બંનેને અલગ કરવામાં આવ્યા હતા નહી તો મામલો વધુ વણસે તેવી સ્થિતિ સર્જાવા પામી હતી.

આ પણ વાંચોઃ Gujarat Heatwave: ગરમીમાં શેકાવા તૈયાર રહો, ગુજરાતમાં આગામી 5 દિવસ હીટવેવની આગાહી

કાર્યકરોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના બે નેતાઓ વચ્ચે થયેલ મારામારી બાબતે સૂત્રો દ્વારા એવું જાણવા મળી રહ્યું છે કે, વાત બોલાચાલીથી ન અટકતા ભરત મકવાણા દ્વારા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો (Gyasuddin Sheikh) કોલર પકડી તેમને ફટકાર્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર મામલો 15 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે આ માથાકૂટ થઈ હોય તેવું જાણવા મળી રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશન (Congress National Convention)  પહેલા કોંગ્રેસનો અંદરો અંદરનો વિખવાદ સામે આવતો હોવાનું પણ કેટલાક કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: ભાજપના પૂર્વ MLA ભૂપેન્દ્ર ખત્રીનાં પુત્ર સહિત છ ખંડણીખોર ઝડપાયા

લોકસભા ચૂંટણીનાં હિસાબ બાબતે માથાકૂટ થઈઃ સુત્રો

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચૂંટણી દરમ્યાન ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin Sheikh)  અને ભરત મકવાણા (Bharat Makwana) વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે કોઈ ચર્ચા થવા પામી હતી. ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ જવા છતા હજુ સુધી પૈસાનો કોઈ હિસાબ થયો ન હતો. જે મુદ્દે ગ્યાસુદ્દીન શેખે ચાલુ બેઠકમાં પૈસા બાબતે ભરત મકવાણાનં કંઈ કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ram Navami શોભાયાત્રાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Tags :
Ahmedabad NewsAmit ChavdaBharat MakwanaCongress National ConventionGujarat CongressGujarat FirstGUJARAT FIRST NEWSGyasuddin SheikhPoliticsRuckus among Congress leadersShaktisinh Gohil
Next Article