Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બિહારમાં SIRના ફાઈનલ આંકડા જાહેર, કુલ 7.24 કરોડ મતદાતા, 65 લાખ વોટર બાકાત

ચૂંટણી પંચે બિહારમાં SIRના ફાઈનલ આંકડા જાહેર કરી દીધા છે... આગામી સમયમાં વિપક્ષ કરી શકે છે હોબાળ
બિહારમાં sirના ફાઈનલ આંકડા જાહેર  કુલ 7 24 કરોડ મતદાતા  65 લાખ વોટર બાકાત
Advertisement
  • બિહારમાં SIRના ફાઈનલ આંકડા જાહેર, કુલ 7.24 કરોડ મતદાતા, 65 લાખ વોટર બાકાત

ચૂંટણી પંચે બિહારમાં સ્પેશ્યલ ઇટેન્સિવ રિવીઝન એટલે SIRના પ્રથમ તબક્કાના ફાઈનલ આંકડા જાહેર કરી દીધા છે. બિહારમાં વોટર રિવીઝન પછી કુલ 7.24 કરોડ મતાદાતા છે. 65 લાખ મતદાતાઓના નામ હટાવી દેવામાં આવ્યા છે. જેમના નામ હટાવવામાં આવ્યા છે, તેમાં મૃત્યુ, વિસ્થાપિત અને વિદેશ મતદાતા સામેલ છે. ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે, 24 જૂન 2025 સુધી બિહારમાં 7.89 કરોડ મતદાતા હતા.

આમાંથી 7.24 કરોડથી વધારે મતદાતાઓએ પોતાના ગણતરી ફોર્મ જમા કરાવ્યા છે. SIRના પ્રથમ તબક્કાના અંતિમ આંકડો 7.24 કરોડ છે. તેવા 65 લાખ મતદાતાઓના નામ બાકાત કરવામાં આવ્યા છે, મૃત્યુ, વિસ્થાપિત, વિદેશી, બીજા સ્થાને પર સ્થાયી પ્રવાસ કરનારાઓ છે.

Advertisement

7.24 કરોડ ક્લેક્ટ કરવામાં આવ્યા
22 લાખ લોકોના મોત થયા
36 લાખ લોકો વિસ્થાપિત થયા
7 લાખ લોકો કાયમી ધોરણે અન્ય સ્થળોએ સ્થળાંતરિત થયા

Advertisement

BLAની સંખ્યામાં મોટો વધારો

ચૂંટણી પંચે SIRના પ્રથમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો શ્રેય બિહારના મુખ્ય કાર્યકારી અધિકારી, બધા 38 જિલ્લાઓના જિલ્લા ચૂંટણી અધિકારી, 243 ઈઆરઓ, 2,976 એઈઆરઓ, 77895 મતદાન કેન્દ્ર પર તૈનાત બીએલઓ, લાખો સ્વયંસેવકો અને બધા 12 પ્રમુખ રાજકીય પાર્ટીઓના ક્ષેત્રીય પ્રતિનિધિઓ, જેમાં 1.60 લાખ બીએલએ સામેલ છે. આ તમામ લોકોને શ્રેય આપવામાં આવ્યો છે.

24 જૂનથી SIRની શરૂઆત થઈ હતી

બિહારમાં એસઆઈઆરની શરૂઆત 24 જૂન 2025ના દિવસે થઈ હતી. આનો હેતુ મતદાતા યાદીમાં મૃત, સ્થળાંતર કરનારા અને બે જગ્યાએ વોટ આપનારા મતાદાતાઓના નામ હટાવવાનો તથા યોગ્ય મતદાતાઓને સામેલ કરવાનો હતો. આ પ્રક્રિયા હેઠળ બૂથ લેવલ ઓફિસર્સ (BLO) અને બૂથ લેવલ એજન્ટ (BLA)એ ઘરે-ઘરે જઈને મતદાતાઓને ગણતરી ફોર્મ એકત્ર કર્યા. આયોગે 25 જૂલાઈ સુધી આ પ્રક્રિયાના પ્રથમ તબક્કાને લગભગ પૂરો કરી લીધો, જેમાં 99.8 ટકા મતદાતાઓને કવર કરી લીધા છે.

આયોગે કહ્યું કે, 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર 2025 સુધી યોગ્ય મતદાતા, જેમનું નામ છૂટી ગયું હોય તેમને ડ્રાફ્ટ મતદાતા યાદીમાં સામેલ કરવાની તક મળશે. મતદાતા યાદીમાં અનેક સ્થાનો પર નામાંકિત થયેલા મતદાતાઓનું નામ માત્ર એક જ સ્થાન પર ચાલું રાખવામાં આવશે. બિહારમાં શરૂ થયેલો અભિયાન પૂરા દેશમાં લાગું કરવાની યોજના છે.

બિહારમાં SIR પર વિવાદ

બિહારમાં SIRને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથમ વખત છે કે 2003 પછી બિહારમાં આટલા મોટા પ્રમાણમાં ફરીથી નિરીક્ષણ થઈ રહ્યું છે. આરજેડી-કોંગ્રેસ સહિત તમામ રાજકીય પાર્ટીઓનો દાવો છે કે SIR એક ષડયંત્ર છે, જેનો હેતુ ગરીબ, દલિત, પછાત વર્ગ અને લઘુમતી મતદાતાઓના અધિકાર છીને છે. વિપક્ષે એસઆઈઆરને બેકડોર એનઆરસી ગણાવ્યું છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે, અનેક પરિવારો પાસે જરૂરી દસ્તાવેજ, જેવા જન્મ પ્રમાણપત્ર નથી. બિહારમાં માત્ર 2.8 ટકા લોકો પાસે જ 2001-2005 વચ્ચેના જન્મ પ્રમાણપત્ર છે, જેનાથી લાખો લોકોને મતદાન યાદીમાંથી હટાવવાનો ખતરો છે. તેજસ્વી યાદવે કહ્યું કે, આ એનડીએને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો- ‘નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જોઉં છું… બીજેપી નેતાએ જણાવ્યું કારણ’

Tags :
Advertisement

.

×