બિહારમાં અંતિમ મતદાર યાદી જાહેર: ચૂંટણી પંચે 'SIR' પ્રક્રિયા બાદ ફાઇનલ ડેટા જારી કર્યો
- SIR બાદ બિહારમાં અંતિમ મતદાર યાદી કરાઇ જાહેર
- SIR પ્રક્રિયા બાદ ચૂંટણી પંચે મતદાર યાદી વેબસાઇટ પર જાહેર કરી
- ચૂંટણી પંચે મતદારોને વેબસાઇટ ચેક કરવાની કરી અપીલ
બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ની પૂર્વતૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચે આજે મંગળવાર (૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫)ના રોજ રાજ્યની અંતિમ મતદાર યાદી (Final Voter List) જાહેર કરી છે. વિશેષ સઘન પુનરીક્ષણ (Special Intensive Revision – SIR)ની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ યાદી પંચની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે.
SIR પ્રક્રિયા બાદ ચૂંટણી પંચે મતદાર યાદી જાહેર કરી
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, SIR પ્રક્રિયા શરૂ થતાં પહેલાં બિહારમાં કુલ ૭ કરોડ ૮૯ લાખ ૬૯ હજાર ૮૪૪ મતદારો હતા. આ પ્રક્રિયા પૂરી થયા બાદ ૧ ઓગસ્ટના રોજ જાહેર કરાયેલી ફોર્મેટ યાદીમાં ૭ કરોડ ૨૪ લાખ ૫ હજાર ૭૫૬ મતદારોના નામ હતા, એટલે કે પ્રારંભિક તબક્કે ૬૫.૬૩ લાખ લોકોના નામ કાપવામાં આવ્યા હતા.SIR પ્રક્રિયા હેઠળ, નવા અને ખરાઇ કરાયેલા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. જ્યારે મૃત્યુ પામેલા કે ડુપ્લિકેટ એન્ટ્રી ધરાવતા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. સાથે જ, સ્થળાંતર કરનારા મતદારોના સરનામાં પણ અપડેટ કરવામાં આવ્યા છે.
Special Intensive Revision of Electoral Rolls in #Bihar Successfully Completed#ECI thanks all the Electors of Bihar for making this exercise a Grand Success
Final Electoral Roll published today; includes nearly 7.42 crore electors
Read in detail: https://t.co/DQEaXv9njk pic.twitter.com/trQtBGKkVl
— Election Commission of India (@ECISVEEP) September 30, 2025
SIR પ્રક્રિયા બાદ ચૂંટણી પંચે મતદારોને કરી અપીલ
ચૂંટણી પંચે તમામ પાત્ર નાગરિકોને https://voters.eci.gov.in/ પોર્ટલ પર જઈને તેમના નામ અને વિગતો અવશ્ય ચકાસી લેવા અપીલ કરી છે, કારણ કે મતદાર યાદીમાં નામ હોવું એ જ મતદાનના અધિકારની ખાતરી આપે છે.
ફોર્મેટ લિસ્ટ જાહેર થયા બાદ દાવા-આપત્તિ (Claim-Objection) પ્રક્રિયામાં ૧૬ લાખ ૫૬ હજાર ૮૮૬ લોકોએ ફોર્મ-૬ ભરીને નવા નામ ઉમેરવા માટે અરજી કરી હતી, જ્યારે ૨.૧૭ લાખ લોકોએ નામ હટાવવા માટે અરજી આપી હતી. હવે, ૧ ઓક્ટોબરથી નવા અરજીઓનું નિવારણ કરવામાં આવશે. નામ જોડાવવા માટે હવે આધાર કાર્ડને પણ માન્ય દસ્તાવેજ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રક્રિયા પાછળ પંચનો હેતુ પારદર્શક અને સચોટ મતદાર યાદી ઉપલબ્ધ કરાવવાનો છે.
આ પણ વાંચો: Kashmir માં પહેલગામ હુમલા બાદ બંધ કરાયેલા સાત પર્યટક સ્થળો ફરી ખુલ્યા, LG મનોજ સિન્હાએ આપ્યા આદેશ


