Amroha માં સ્કૂલ વાન પર ફાયરિંગ અને પથ્થરમારો..
- ઉત્તર પ્રદેશના અમરોહાથી ચોંકાવનારા સમાચાર
- સ્કૂલ વાન પર ફાયરિંગ અને પથ્થરમારો
- સ્કૂલના બાળકોએ ચીસા ચીસ કરી મુકી
- હુમલો થતો જોઈ ડ્રાઈવર વાન લઇને ભાગી છુટ્યો
Amroha : ઉત્તર પ્રદેશના અમરોહા (Amroha)થી ચોંકાવનારા સમાચાર મળી રહ્યા છે. અમરોહામાં આજે એક સ્કૂલ વાન પર ફાયરિંગ અને પથ્થરમારો થયો છે. 4 અજાણ્યા યુવકોએ ભારે દહેશત ફેલાવી હતી. ગોળીઓ અને પથ્થરોનો વરસાદ થતો જોઈને વાનમાં મુસાફરી કરી રહેલા સ્કૂલના બાળકોએ ચીસા ચીસ કરી મુકી હતી. હુમલો થતો જોઈ ડ્રાઈવર વાન લઇને ભાગી છુટ્યો છે. સ્કૂલ વાનમાં ચોથા ધોરણના બાળકો મુસાફરી કરી રહ્યા હતા.
વાનના ડ્રાઈવરે વાન ભગાવીને સ્કૂલમાં પહોંચ્યો
વાનના ડ્રાઈવરે ડહાપણ બતાવીને ફાયરિંગ કરી રહેલા લોકો વચ્ચે વાન દોડાવી અને તેને સ્કૂલ સુધી લઈ ગયો અને બાળકોનો જીવ બચાવ્યો. સ્કૂલ બસ પર ફાયરિંગના સમાચારથી શહેરમાં ભયનો માહોલ છે. ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના એસઆરએસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બની હતી, જે ગજરૌલા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં ખોલવામાં આવી હતી.
આ પણ વાંચો---Jammu Kashmir : બારામુલ્લામાં સેનાના વાહન પર આતંકી હુમલો, 2 જવાન ઘાયલ
હુમલામાં કોઈને ઈજા થઈ નથી, વાનને નુકસાન થયું છે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્કૂલ વાન ભાજપના નેતાની હોવાનું કહેવાય છે, જેના પર બાઇક સવાર યુવકોએ હુમલો કર્યો હતો. ઘટનાથી બાળકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. તેમના માતા-પિતા પણ ડરી ગયા છે. બાળકો પર ગોળીબારના સમાચાર મળતા જ વાલીઓ શાળાએ પહોંચ્યા છે.
સીસીટીવીના આધારે તપાસ
ડ્રાઇવરે રસ્તામાં પોલીસ અને શાળાના આચાર્યને બોલાવ્યા હતા. જોકે ફાયરિંગ અને પથ્થરમારામાં કોઈ બાળક ઘાયલ થયાના સમાચાર નથી, પરંતુ વાનને નુકસાન થયું છે. પોલીસે વાન કબજે કરી હુમલાની તપાસ શરૂ કરી છે. જે વિસ્તારમાં ફાયરિંગ થયું છે ત્યાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ આ મામલે ડ્રાઈવરના એંગલથી પણ તપાસ કરી રહી છે કે શું ડ્રાઈવર સાથે કોઈ દુશ્મનાવટ હતી જેના કારણે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો---લો બોલો! ઓનલાઈન Ludo રમતા થયો પ્રેમ, લગ્ન કરવા કાપ્યું આટલું અંતર


