Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AIIMS : દાન આપવામાં રચાયો નવો ઇતિહાસ ; જૈન દંપત્તીએ ભ્રૂણનું દાન કરીને વિજ્ઞાનને ચીંધી નવી દિશા

AIIMS માં પ્રથમ ભ્રૂણ દાન : જૈન દંપતીની હિંમત, વિજ્ઞાનને નવી દિશા
aiims   દાન આપવામાં રચાયો નવો ઇતિહાસ   જૈન દંપત્તીએ ભ્રૂણનું દાન કરીને વિજ્ઞાનને ચીંધી નવી દિશા
Advertisement
  • AIIMS માં પ્રથમ ભ્રૂણ દાન : જૈન દંપતીની હિંમત, વિજ્ઞાનને નવી દિશા
  • દિલ્હીના જૈન પરિવારનું ભ્રૂણ દાન : AIIMSમાં ઐતિહાસિક પહેલ
  • જૈન દંપતીનો સાહસિક નિર્ણય : AIIMSને પ્રથમ ભ્રૂણ દાન, રિસર્ચને ફાયદો
  • દધીચિ દેહદાન સમિતિની પહેલ : AIIMSમાં પ્રથમ ભ્રૂણ દાનનો ઇતિહાસ
  • ભ્રૂણ દાનથી નવી આશા : જૈન પરિવારે AIIMSમાં રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી : દિલ્હીમાં એક ઐતિહાસિક પહેલ થઈ છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS )માં પ્રથમ વખત ભ્રૂણ દાન કરવામાં આવ્યું છે. આ પગલું એક પરિવારના દુઃખને સમાજ અને વિજ્ઞાનની તાકાતમાં બદલવાનું ઉદાહરણ બની રહ્યું છે. 32 વર્ષની વંદના જૈનનું પાંચમા મહિનામાં ગર્ભપાત થયું હતું. આ મુશ્કેલ ઘડીમાં તેમના પરિવારે ભ્રૂણને મેડિકલ રિસર્ચ અને શિક્ષણ માટે AIIMSને દાન કરવાનો નિર્ણય લીધો જેણે સમાજ અને વૈજ્ઞાનિક સમુદાય માટે પ્રેરણાદાયી ઉદાહરણ સ્થાપ્યું છે.

AIIMS : સવારથી સાંજ સુધીની સફર, રચાયો ઇતિહાસ

વંદના જૈનના પરિવારે સવારે 8 વાગ્યે દધીચિ દેહદાન સમિતિ સાથે સંપર્ક કર્યો. સમિતિના સંરક્ષક સુધીર ગુપ્તા અને સમન્વયક જી.પી. તાયલએ તાત્કાલિક પહેલ કરીને AIIMSના એનાટોમી વિભાગના વડા ડૉ. એસ.બી. રાય અને તેમની ટીમ સાથે વાતચીત કરી. ટીમના સહયોગથી આખો દિવસ દસ્તાવેજો અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી અને સાંજે 7 વાગ્યે AIIMSએ પોતાનું પ્રથમ ભ્રૂણ દાન પ્રાપ્ત કર્યું. આ ઘટના દધીચિ દેહદાન સમિતિના 28 વર્ષના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ બની ગઈ છે.

Advertisement

ભ્રૂણ દાનના ફાયદા

ભ્રૂણ દાન માત્ર એક મેડિકલ પ્રક્રિયા નથી, પરંતુ તે આગામી સમયના વૈજ્ઞાનિક સંશોધન અને શિક્ષણનો મહત્વનો આધાર છે. AIIMSના એનાટોમી વિભાગના પ્રોફેસર ડૉ. સુબ્રત બાસુએ મીડિયાને જણાવ્યું કે, “માનવ શરીરના વિકાસને સમજવા માટે ભ્રૂણનો અભ્યાસ અત્યંત મહત્વનો છે. રિસર્ચ અને શિક્ષણમાં આપણને એ જોવાની તક મળે છે કે શરીરના વિવિધ અંગો કેવી રીતે અલગ-અલગ સમયે વિકસિત થાય છે. જ્યારે બાળક જન્મે છે, ત્યારે તેનું નર્વસ સિસ્ટમ સંપૂર્ણ વિકસિત નથી હોતું. તે બે વર્ષ પછી ધીમે-ધીમે વિકસે છે. આવા અભ્યાસો મેડિકલ વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિકોને ઊંડાણપૂર્વક સમજવાની તક આપે છે.”

Advertisement

ડૉ. બાસુએ વધુમાં જણાવ્યું કે, “આ રિસર્ચ વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને સમજવામાં પણ મદદ કરશે. ભ્રૂણમાં ટિશ્યૂ સતત વૃદ્ધિ કરે છે, જ્યારે વૃદ્ધાવસ્થામાં ટિશ્યૂ નુકસાન થવા લાગે છે. જો આપણે એ સમજી શકીએ કે કયા પરિબળો ટિશ્યૂને વૃદ્ધિ આપે છે અને કયા તેને નુકસાન પહોંચાડે છે, તો ભવિષ્યમાં વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી ઘણી બીમારીઓનો ઉકેલ શોધવામાં મદદ મળશે.” તેમણે એક મહત્વનું પાસું પણ ઉમેર્યું કે, “બાળકોમાં એનેસ્થેસિયાનો ઉપયોગ એક મોટી ચેલેન્જ છે. નાના બાળકો બોલી શકતા નથી, તેથી તેમને કેટલો ડોઝ આપવો તે ચોક્કસ રીતે જાણવું જરૂરી છે. ભ્રૂણનો અભ્યાસ આપણને એ સમજવામાં મદદ કરે છે કે બાળકનું કયું અંગ કયા તબક્કે કેટલું વિકસિત છે અને તેની સલામત સારવાર કેવી રીતે કરી શકાય છે.”

જૈન પરિવારની પ્રેરણાદાયી મિસાલ

આ પહેલે આશિષ અને વંદના જૈનના પરિવારને સમાજમાં એક અનોખું ઉદાહરણ બનાવ્યું છે. તેમણે પોતાના વ્યક્તિગત દુઃખને માનવતા અને વિજ્ઞાન માટે અમૂલ્ય યોગદાનમાં બદલી દીધું છે. આશિષ જૈન જેઓ એક ઉદ્યોગપતિ છે,એ તેમના પિતા સુરેશ જૈનને આ નિર્ણયનો શ્રેય આપ્યો છે. તેમણે જણાવ્યું, “આ અમારા માટે મુશ્કેલ ક્ષણ હતી, પરંતુ મારા પિતા જેઓ દધીચિ દેહદાન સમિતિ સાથે સંકળાયેલા છે, તેમના દ્વારા અમને આ દાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે અમને સમિતિ સાથે જોડ્યા અને અમને લાગ્યું કે અમારા બાળકનું ટૂંકું જીવન પણ કોઈના માટે ફરક લાવી શકે છે.”

AIIMSને મળ્યું પ્રથમ ભ્રૂણ દાન

સુરેશ જૈન જેઓ આગમ શ્રી ફાઉન્ડેશનના વડા છે, લાંબા સમયથી અંગદાન અને દેહદાન જાગૃતિમાં સામેલ છે. તેમણે કહ્યું, “હું મારી સંસ્થા દ્વારા અંગદાનની જાગૃતિ ફેલાવું છું. જ્યારે અમારા પરિવારે આ દુઃખદ ઘટનાનો સામનો કર્યો, ત્યારે અમે નક્કી કર્યું કે આ ભ્રૂણને મોટા હેતુ માટે દાન કરીએ.”

દધીચિ દેહદાન સમિતિના ઉપપ્રમુખ સુધીર ગુપ્તાએ જણાવ્યું, “અમારા 28 વર્ષના ઇતિહાસમાં આ એક અનોખી ઘટના છે. અમે 1,732 આંખોનું દાન, 550 દેહદાન અને 42 ચામડીના દાન જોયા પરંતુ ભ્રૂણ દાન પહેલી વાર થયું. જૈન પરિવારની હિંમત અસાધારણ છે. અમે ફક્ત પુલનું કામ કર્યું, સાચી પ્રશંસા જૈન પરિવારને મળવી જોઈએ.”

આ પણ વાંચો- SIR : સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સ્વીકારવાનો આદેશ

Tags :
Advertisement

.

×