નવા વર્ષનું પ્રથમ Encounter, ચાર ખતરનાક અપરાધીઓને પોલીસે કર્યા ઠાર
- દિલ્હીમાં બિહારના ચાર ગેંગસ્ટર Encounter માં ઢેર, સરગના રણજન પાઠકનો પણ અંત
- રોહિણીમાં પોલીસનું મોટું ઓપરેશન, બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગુનેગારો ઠાર
- દિલ્હી-બિહાર પોલીસની સંયુક્ત કાર્યવાહી, ગેંગસ્ટર રણજન પાઠક સહિત ચારનું મોત
- બહાદુર શાહ માર્ગ પર રાત્રે એન્કાઉન્ટર, બિહારની ગેંગનો સફાયો
- દિલ્હીમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા, ચાર ખતરનાક ગુનેગારો એન્કાઉન્ટરમાં ખતમ
નવી દિલ્હીમાં Encounter : દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ રોહિણીમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરોને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. મળી રહેલી માહિતી અનુસાર, પોલીસને મળેલી બાતમીના આધારે ચારેય ખૂંખાર અપરાધીઓને પોલીસે ચારે તરફથી ઘેરી લીધા હતા. તે છતાં પણ પોલીસ અને ગેંગસ્ટર્સ વચ્ચે કલાકથી પણ વધારે સમયથી સુધી ભીષણ અથડામણ થઈ હતી.
આ અથડામણના અંતે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસે ચારેય અપરાધીઓને ઠાર માર્યા હતા. હાલમાં ચારેય અપરાધીઓના મૃતદેહોને જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, બુધવારે મોડી રાત્રે લગભગ 2:20 વાગ્યે, બહાદુર શાહ માર્ગ પર દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચ અને બિહાર પોલીસની ચાર ગુનેગારો સાથે અથડામણ થઈ હતી. આ દરમિયાન થયેલા એન્કાઉન્ટરમાં ચારેય ગુનેગારો માર્યા ગયા હતા. ચારેય આરોપીઓને રોહિણીની ડૉ. બીએસએ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટરમાં બિહારના રણજન પાઠક (25), બિમલેશ મહતો (25), મનીષ પાઠક (33) અને અમન ઠાકુર (21) ને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, રણજન પાઠક, બિમલેશ મહતો અને મનીષ પાઠક બિહારના સીતામઢીના રહેવાસી હતા, જ્યારે અમન ઠાકુર દિલ્હીના કરવાલ નગરનો રહેવાસી હતો.
આ પણ વાંચો- Weather Update : દેશમાં હવામાનનો કહેર! ક્યાંક વરસાદ, ક્યાંક હિમવર્ષા


