Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Uttar Pradesh : 5 મહિલા પોલીસકર્મીઓએ લિંગ પરિવર્તન માટે ડીજી ઓફિસને અરજી કરી

ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh) માં કોન્સ્ટેબલ તરીકે તૈનાત પાંચ મહિલા પોલીસકર્મીઓએ લિંગ પરિવર્તન (Gender change) માટે ડીજી ઓફિસને અરજી લખી છે. મહિલા કોન્સ્ટેબલોએ લિંગ પરિવર્તન માટે DG પાસે પરવાનગી માંગી છે. જેમાં ગોરખપુરમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલનું નામ પણ સામેલ...
uttar pradesh   5 મહિલા પોલીસકર્મીઓએ લિંગ પરિવર્તન માટે ડીજી ઓફિસને અરજી કરી
Advertisement
ઉત્તર પ્રદેશ ( Uttar Pradesh) માં કોન્સ્ટેબલ તરીકે તૈનાત પાંચ મહિલા પોલીસકર્મીઓએ લિંગ પરિવર્તન (Gender change) માટે ડીજી ઓફિસને અરજી લખી છે. મહિલા કોન્સ્ટેબલોએ લિંગ પરિવર્તન માટે DG પાસે પરવાનગી માંગી છે. જેમાં ગોરખપુરમાં તૈનાત મહિલા કોન્સ્ટેબલનું નામ પણ સામેલ છે. પોલીસ વિભાગમાં આ પ્રકારનો આ પહેલો કિસ્સો નથી. આ પહેલા પણ એક મહિલા કોન્સ્ટેબલે જેન્ડર ડિસફોરિયાને ટાંકીને લિંગ પરિવર્તન માટે કોર્ટમાં અરજી કરી હતી.
 હાઈકોર્ટે કહ્યું હતું કે આ દરેકનો બંધારણીય અધિકાર છે
 યુપી પોલીસની પાંચ મહિલા કોન્સ્ટેબલ પુરૂષ બનવા માંગે છે. પાંચમાંથી એક મહિલા કોન્સ્ટેબલ ગોરખપુરમાં છે, આ સિવાય ગોંડા અને સીતાપુરમાં 4 કોન્સ્ટેબલ ફરજ પર છે. આ તમામ કોન્સ્ટેબલોએ મળીને ડીજી ઓફિસને પત્ર પાઠવ્યો છે. આ પહેલા એક મહિલા કોન્સ્ટેબલની અરજી પર હાઈકોર્ટે કહ્યું હતું કે આ દરેકનો બંધારણીય અધિકાર છે.
અગાઉ પણ આપેલી અરજી
અહેવાલ છે કે ડીજી ઓફિસે પોલીસ અધિકારીઓને પત્ર જારી કરીને કાઉન્સેલિંગ કરાવવા માટે કહ્યું છે. મહિલા કોન્સ્ટેબલો કેટલાય મહિનાઓથી લિંગ પરિવર્તન માટે દોડી રહી છે. આ પહેલા યુપી પોલીસની મહિલા કોન્સ્ટેબલે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટમાં તેણે જેન્ડર ડિસફોરિયાથી પીડિત હોવાનું જણાવ્યું હતું. તેણે કોર્ટમાં કહ્યું હતું કે તે પોતાની ઓળખ એક પુરુષ તરીકે આપે છે. આ માટે તે સેક્સ રિએસાઈનમેન્ટ સર્જરી કરાવવા માંગે છે.
હાઈકોર્ટે મહત્વની ટિપ્પણી કરી
આ પહેલા મહિલા કોન્સ્ટેબલની અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે કેટલીકવાર આ સમસ્યા આધુનિક સમાજમાં ઘાતક બની શકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે અરજી પર સુનાવણી કરતા કહ્યું હતું કે લિંગ પરિવર્તન એ બંધારણીય અધિકાર છે. આધુનિક સમાજમાં ઓળખ બદલવાના અધિકારથી વંચિત રહેવું યોગ્ય નથી.  હાઈકોર્ટે ડીજીપીને લેડી કોન્સ્ટેબલની અરજીનો નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો. હાઈકોર્ટના આ આદેશથી આ 5 મહિલા કોન્સ્ટેબલની આશા પણ વધી ગઈ છે.
Tags :
Advertisement

.

×