જુનાગઢ : ખતરોના ખેલાડી બન્યા પાંચ યુવક, જીવના જોખમે Girnar પર્વત પર બનાવી રિલ; ધરપકડ-દંડ
- Girnar પર રીલ પર કડક કાર્યવાહી ! 5 યુવાનોની ધરપકડ, વન વિભાગે વાયરલ વીડિયોના આધારે પકડ્યા
- ખડકો પર સર કરતા રીલ, વન વિભાગે 5 યુવાનોને ઝડપ્યા – કાર્યવાહી શરૂ
- રાજકોટ-મહુવાના યુવાનોને રીલ મોંઘી પડી : ગિરનારમાં જીવ જોખમમાં મૂકીને વીડિયો
- વન્યજીવ અભયારણ્યમાં રીલ? વન વિભાગે 5 યુવાનો સામે લીધી કડક કાર્યવાહી
- ‘રીલ માટે જીવ જોખમમાં નહીં!’ – ગિરનાર રીલ કેસમાં વન વિભાગની ચેતવણી
જુનાગઢ : ગિરનારની (Girnar) પવિત્ર ટેકરીઓ પર જીવનs જોખમમાં મૂકીને રીલ બનાવવાની લાલચ આખરે પાંચ યુવાનોને મોંઘી પડી છે. વન વિભાગે રાજકોટના ચાર અને મહુવાના એક યુવાન સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અને વન કાયદા હેઠળ કાર્યવાહી કરી છે. આ યુવાનોએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેઓ ગિરનારના ઊંચી ઉભી શીલાઓ પર ચઢીને ગિરનારને સર કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તે પણ વગર સેફ્ટી ગિયર અને પરવાનગી વગર.
વન વિભાગે સોશિયલ મીડિયામાં વાયરલ રીલના આધારે તમામ યુવકોને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યા હતા. આ સાથે જ વન્યજીવ સુરક્ષા કાયદા હેઠળ સખત કાર્યવાહી કરતાં દસ હજાર રૂપિયાનો સામૂહિક દંડ ફટકાર્યો હતો. આ તમામ યુવાનો સુરક્ષાના કોઈપણ ઉપકરણ કે સુરક્ષા સેફ્ટી વગર જ ઉભા પહાડ ઉપર ચડાણ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેઓ રિલ બનાવી હતી. જે રિલ તેમને સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરીને અન્ય યુવાનોને પણ ખતરો ઉઠાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વન વિભાગ તરફથી કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વન વિભાગના અધિકારીએ જણાવ્યું, “આ વીડિયોમાં યુવાનો વન્યજીવોના વાસસ્થાનમાં દખલ, પર્યાવરણને નુકસાન અને પોતાનો જીવ જોખમમાં મૂકવાનું કૃત્ય કરી રહ્યા છે. આ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972ની કલમ 27, 29 અને 35 તથા ગુજરાત વન અધિનિયમ હેઠળ ગુનો છે.” તમામ પાંચ યુવાનોને નોટિસ પાઠવીને હાજર રહેવા જણાવાયું છે. તેઓએ લેખિત માફી માંગી અને આવું કૃત્ય નહીં કરવાનું વચન આપ્યું છે. આ સાથે જ સ્થળ ઉપર જ દસ હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવ્યું હતું.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર રીલની લાલચ અને પ્રકૃતિ સંરક્ષણ વચ્ચેના સંઘર્ષને ઉજાગર કર્યો છે. ગિરનાર એશિયાટિક સિંહનું નેચરલ હેબિટેટ છે અને અભયારણ્યના કોર ઝોનમાં પ્રવેશ માટે વન વિભાગની પરવાનગી ફરજિયાત છે. વન વિભાગે યુવાનોને ચેતવણી આપી છે: “રીલ માટે જીવ જોખમમાં ન મૂકો, નહીં તો કાયદો તમને પકડશે.”
આ પણ વાંચો-CM પટેલ સરદારની 150મી જન્મજયંતીએ Junagadh થી કરશે યુનિટી માર્ચનો ધ્વજારોહણ !


