ઉત્તરપ્રદેશમાં પૂરથી ભારે તારાજી, 14 જિલ્લાઓનું જનજીવન ખોરવાયું
- ઉત્તરપ્રદેશમાં મુશળધાર વરસાદના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ
- યુપીના 14 જિલ્લાઓ પુરથી અસરગ્રસ્ત થયા
- ઘણી નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે
ઉત્તરપ્રદેશ (uttarpardesh) માં મુશળધાર વરસાદ( rain)ના લીધે પૂરની સ્થિતિ સર્જાઇ છે, અનેક જિલ્લાઓ પૂરમાં ગરકાવ થઇ ગયા જોવા મળી રહ્યા છે. યુપીના 14 જિલ્લાઓ પુરથી અસરગ્રસ્ત થયા છે,લાખો લોકો પ્રભાવિત થયા છે, જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ભારે તારાજી સર્જાઇ છે. ઉત્તરપ્રદેશમાં પુરની સ્થિતિ (Flood situation in Uttar Pradesh)ના લીધે 14 જિલ્લાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રવિવારે રાજ્યના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ, ભારે પવન અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરી છે.
નોંધનીય છે કે ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડવાથી પૂરની સ્થિતિ નિર્માણ પામી છે (Flood situation in Uttar Pradesh) અનેક ગામડાઓનું સંપર્ક શહેરથી તૂટી ગયું છે. ઘણા ગામડામાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે. વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે.
જેના કારણે લોકોને સુરક્ષિત સ્થળોએ આશ્રય લેવાની ફરજ પડી છે. ખેડૂતોને ભારે નુકસાન થયું છે, કારણ કે તેમના ઉભા પાક ડૂબી ગયા છે.
અસરગ્રસ્ત જિલ્લાઓ
પ્રયાગરાજ,જાલૌન,ઔરૈયા,હમીરપુર,આગ્રા,મિર્ઝાપુર,વારાણસી,કાનપુર દેહાત,બલિયા,બાંદા, ઇટાવા, ફતેહપુર,કાનપુર નગર,ચિત્રકૂટ
ઘણી નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદ પડવાથી , ગંગા, યમુના, રામગંગા, ગોમતી, શારદા અને રાપ્તી જેવી ઘણી નદીઓ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. બહરાઇચ, બલરામપુર, લખીમપુર ખીરી, સીતાપુર, બારાબંકી, ગોંડા અને શ્રાવસ્તી જેવા ઉત્તરીય જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી સંભાવના છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ગંભીર બની શકે છે, જેના કારણે રસ્તાઓ પર ટ્રાફિક ખોરવાઈ શકે છે અને અંડરપાસ બંધ થઈ શકે છે.આ સાથે, છેલ્લા 24 કલાકમાં મુરાદાબાદ (270 મીમી), સંભલ (210 મીમી), હરદોઈ (170 મીમી) અને બારાબંકી (320 મીમી) જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે ઘણા ગામોમાં પૂરનું જોખમ વધી ગયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે શહેરી વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, ગ્રામીણ વિસ્તારોમાં પાકને નુકસાન થઈ શકે છે અને કાચા રસ્તાઓને નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો - Jharkhand : માઓવાદીઓએ ફરીથી માથું ઉચક્યું, રંગરા-કરમપરા રેલવે ટ્રેકને બોમ્બથી ઉડાવી દીધો