Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

High Court : ત્રણ મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું

High Court : રાજકોટ ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ ( High Court ) સમક્ષ આજે અમદાવાદ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરોએ ખુલાસાઓ સાથે ઓફિડેવીટ રજૂ કર્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ત્રણય મહાનગરપાલિકાના વર્તમાન અને પૂર્વ મનપા કમિશનરનોએ એફિડેવિટ...
high court   ત્રણ મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું
Advertisement

High Court : રાજકોટ ટીઆરપી ગેમઝોન આગ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ ( High Court ) સમક્ષ આજે અમદાવાદ, વડોદરા અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરોએ ખુલાસાઓ સાથે ઓફિડેવીટ રજૂ કર્યા છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ત્રણય મહાનગરપાલિકાના વર્તમાન અને પૂર્વ મનપા કમિશનરનોએ એફિડેવિટ ફાઇલ કર્યા છે.

ત્રણ મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું

રાજકોટ અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લઇને સુનાવણી હાથ ધરી હતી અને ત્રણેય મહાનગરપાલિકાના અધિકારીઓને એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ, વડોદરા અને રાજકોટના વર્તમાન અને પૂર્વ મનપા કમિશનરોએ ખુલાસાઓ સાથે એફિડેવિટ કર્યું છે. આ સાથે અમદાવાદ, રાજકોટ અને વડોદરા મનપાના ચીફ ફાયર ઓફિસરોએ પણ સોગંદનામુ દાખલ કર્યું છે. ત્રણ મનપાના અધિકારીઓએ કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું છે.

Advertisement

Advertisement

ઘટનાસ્થળે એક પણ એવિડન્સ રહેવા દીધા નથી

આ મામલે ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ એસોસિએશન (GHAA)ના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સુનાવણી બાદ અનેક નવી બાબતો સામે આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે ફેક FIR પણ સામે આવી અને ઘટનાસ્થળે એક પણ એવિડન્સ રહેવા દીધા નથી. તેમણે કહ્યું કે મને આજે રાજકોટ, વડોદરા, રાજકોટના વર્તમાન અને પૂર્વ કમિશનરોની એફિડેવિટ મળી છે.

સુનાવણી બાદ મે FIR પર સવાલ ઉઠાવ્યા હતા

બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે સુનાવણી બાદ મે FIR પર સવાલ ઉઠાવ્યા હતા અને હવે વાત મળી રહીં છે કે નવી અને મજબૂત FIR બની રહી છે
રાજકોટના કમિશનરે એફિડેવિટની શરૂઆતમાં મૃતકો અને પરિવારજનો માટે સાંત્વના પાઠવી છે, શું તમારા પરિવારના સભ્યો દુર્ઘટનાનો શિકાર થયા હોત તો પણ તમે આ જ ભાષાનો ઉપયોગ કરતા હોત ? તેવો સવાલ બ્રિજેશ ત્રિવેદીએ કર્યો હતો.

મનાઈ હુકમ હટાવવા શું પગલાં લીધા ?

ગેમ ઝોનને તોડી પડવાના હુકમ બાદ મનાઈ હુકમ આવ્યો હતો તો એ મનાઈ હુકમ હટાવવા શું પગલાં લીધા ? તેવો સવાલ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો----- રાજકોટ અગ્નિકાંડને લઇ સૌથી મોટા સમાચાર, TRP ગેમ ઝોન મામલે સામે આવ્યા પુરાવા

આ પણ વાંચો---- TPO મનસુખ સાગઠીયાના ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો આવ્યો સામે

Tags :
Advertisement

.

×