Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar : દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલી સ્કૂલમાં બાળકોને ફ્રૂડ પોઈઝનીંગની અસર

દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલી સ્કૂલમાં બાળકોએ બપોરે જમ્યા પછી ફ્રૂડ પોઈઝનીંગની અસર થતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.
gandhinagar   દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલી સ્કૂલમાં બાળકોને ફ્રૂડ પોઈઝનીંગની અસર
Advertisement
  • દહેગામના ઝાક ગામે આવેલ જે.એમ દેસાઈ સ્કૂલના બાળકોને ફૂડ પોઈઝનિંગ
  • 225 પૈકી 106 બાળકો ને થઇ ફૂડ પોઇઝનિંગની અસર
  • બાળકોને ડબલ વિઝન તેમજ આંખે ઝાંખપની સમસ્યા સામે આવી

દહેગામ તાલુકાના ઝાક ગામે આવેલી જે એમ દેસાઈ સ્કૂલના બાળકોને ફ્રૂડ પોઈઝનીંગની અસર થવા પામી હતી. 225 પૈકી 106 બાળકોને અસર થવા પામી હતી. બપોરે જમ્યાના બે કલાક પછી બાળકોને અચાનક જ ડબલ વિઝન તેમજ આંખે ઝાંખુ દેખાવાની સમસ્યા સામે આવી હતી. ઘટનાની જાણ તાલુકા આરોગ્ય અધિકારી તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીને અને તાલુકા વિકાસ અધિકારીને થતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

આરોગ્ય વિભાગ દ્વારા બાળકોની તપાસ હાથ ધરાઈ

પ્રાથમિક તપાસમાં રાબેતા મુજબના જમણવાર કરતા અલગ અલગ જમવાનું દાળ, ભાત, પુરી, શાક અને લાડવા જમ્યા હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. જે જમ્યા બાદ બે કલાક પછી બાળકોને અસર શરૂ થઈ હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. અસરગ્રસ્ત થયેલા 12 જેટલા બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તમામ બાળકોનું ચેકિંગ આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

આ પણ વાંચોઃ નિશ્ચિત વય નિવૃત્તિના માહોલ વચ્ચે રાજ્ય પોલીસ વડા Vikas Sahay ને કેમ એક્સટેન્શન અપાયું ?

Advertisement

બાળકોને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

બાળકોને ફ્રૂડ પોઈઝનીગની અસર થયાની જાણ આરોગ્ય વિભાગને ઈમરજન્સી 108 તાત્કાલીક સ્કૂલ પહોંચી બાળકોને સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. બાળકોને ફ્રૂડ પોઈઝનીગ થયાની જાણ બાળકોના પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલીક હોસ્પિટલ પહોંચ્યા હતા. ડોક્ટરો દ્વારા બાળકોની તાત્કાલીક તપાસ હાથ ધરવામાં આવી હતી. બાળકોને ફ્રૂડ પોઈઝનીંગની અસર થતા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

આ પણ વાંચોઃ નિવૃત્તિ અને એક્સટેન્શનની વાતો વચ્ચે DGP Vikas Sahay એ ઘરે જતાં પહેલાં શું કહ્યું ?

Tags :
Advertisement

.

×