Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ગઠિયાએ મહિલાને તેના જ ઘરમાં કરી 'Digital Arrest', ધાક-ધમકી આપી પડાવ્યા રૂપિયા!

પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો વિડિયો આવ્યો સામે (Vadodara) ભેજાબાજે મહિલાને તેના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી ચાર કલાક ડિજિટલ અરેસ્ટ કરી માનસિક ત્રાસ આપ્યો લોકો સાથે છેતરપિંડી આચરવા સાઈબર માફિયા કોઈ પણ હદ વટાવવા તૈયાર વડોદરામાંથી (Vadodara) છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ...
vadodara   ગઠિયાએ મહિલાને તેના જ ઘરમાં કરી  digital arrest   ધાક ધમકી આપી પડાવ્યા રૂપિયા
Advertisement
  1. પહેલીવાર ડિજિટલ અરેસ્ટનો વિડિયો આવ્યો સામે (Vadodara)
  2. ભેજાબાજે મહિલાને તેના જ ઘરમાં ડિજિટલ અરેસ્ટ કરી
  3. ચાર કલાક ડિજિટલ અરેસ્ટ કરી માનસિક ત્રાસ આપ્યો
  4. લોકો સાથે છેતરપિંડી આચરવા સાઈબર માફિયા કોઈ પણ હદ વટાવવા તૈયાર

વડોદરામાંથી (Vadodara) છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વડોદરામાં પહેલીવાર ડિજિટલ અરેસ્ટ (Digital Arrest) કરી મહિલાને માનસિક ત્રાસ આપી અને તેના પતિને જાનથી મારવાની ધમકી આપી 1 લાખ રૂપિયા પડાવ્યાની હચમચાવતી ઘટના બની છે. આ ડિજિટલ એરેસ્ટની ઘટનાનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - પત્રકાર મહેશ લાંગા કેસમાં તપાસનો ધમધમાટ! Gandhinagar પોલીસની 6 ટીમ ઓફિસમાં ત્રાટકી

Advertisement

Advertisement

વડોદરામાં પહેલીવાર 'Digital Arrest' ની ઘટના

નાગરિકો સાથે છેતરપિંડી આચરવા માટે સાઇબર માફિયાઓ (Cyber ​​Mafias) કોઈ પણ હદે જવા માટે તૈયાર છે. ત્યારે વડોદરામાં (Vadodara) ડિજિટલ એરેસ્ટ કરી એક લાખ રૂપિયા પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વડોદરામાં રહેતી મહિલાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ (Mumbai Crime Branch) માંથી IPS રાકેશકુમાર તરીકેની ઓળખ આપી વીડિયો કોલ આવ્યો હતો. આ વીડિયોમાં ગઠિયાએ મહિલાને ચાર કલાક સુધી ડિજિટલ એરેસ્ટ કરી હતી અને ગેરકાયદેસર મુંબઈથી થાઇલેન્ડ (Thailand) પાર્સલ મોકલ્યું હોવાનું કહીને  માનસિક ત્રાસ પણ આપ્યો હતો.

આ પણ વાંચો - Patan: શિક્ષણ જગત પર લાંછનની વધુ એક ઘટના, દુનાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતીનો આરોપ

મહિલાને તેના જ ઘરમાં ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવ્યા

ભેજાબાજે મહિલાને તેના જ ઘરમાં ડિજિટલ એરેસ્ટ (Digital Arrest) કરી હતી. આરોપીએ મહિલાને વીડિયો કોલ પર માનસિક ત્રાસ આપી તેના પતિને ગોળી મારવાની ધમકી આપી હતી અને ડરાવી હતી. ત્યાર બાદ સેટલમેન્ટની વાત કરીને રૂ.1 લાખ પડાવ્યા હતા. ડિજિટલ એરેસ્ટ કરી છેતરપિંડી આચરવાની આ ઘટનાનો LIVE વીડિયો પણ સામે આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ડિજિટલ એરસ્ટ કરી ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.

આ પણ વાંચો - Amreli: ઘી અને પનીર બાદ હવે દૂધ પણ નકલી! ભેળસેળ દૂધ બનાવતી ફેકટરીનો SOGએ કર્યો પર્દાફાશ

Tags :
Advertisement

.

×