Gujarat : આ વખતે હવામાનમાં કાંઈ નવીન થશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી
- હવામાનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે
- માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધ ઘટ
Ambalal Patel : હવામાનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેમજ માર્ચ-એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધ ઘટ રહેવાની શક્યતા છે. તથા આગામી તારીખ 8 થી 17 સુઘીમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેથી ગુજરાતમાં વાદળોનો સમૂહ થશે. અરબી સમુદ્રમાં તારીખ 13 અને 14 સર્ક્યુલેશન સક્રિય થશે જેમાં 7 માર્ચથી ગરમી વધશે.
મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 36 થી 38 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તથા કચ્છમાં તાપમાન 40 ડિગ્રી રહેવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 41 થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. તેમજ મધ્ય ગુજરાતમાં 40 થી 41 ડિગ્રી રહેવાની શક્યતા છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ગરમીમાંથી રાહત મળશે. હવામાનમાં આ વખતે કંઈક નવીન પ્રકારનું જણાય છે જેમાં આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા હોવાથી એક પછી એક લો પ્રેશર બને તો સારું રહેશે. તેમજ હવામાન વિભાગની આગાહી પણ આવી છે. તેમાં અંગ દઝાડતી ગરમી સહન કરવા તૈયાર થઈ જાવો તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં 3 થી 5 ડિગ્રી આવનારા દિવસોમાં ગરમી વધશે.
માછીમારો માટે વોર્નિગ આપવામાં આવી છે
આવનારા 7 દિવસ સુધી વાતાવરણ ડ્રાય રહેશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ રહેશે. તેમજ માછીમારો માટે વોર્નિગ આપવામાં આવી છે. દરિયાઈ કાંઠે 45 થી 50 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દરિયાકાંઠે યલો વોર્નિંગ આપવામાં આપી છે. ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠે એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ રાજ્યમાં 24 કલાક બાદ ગરમીનું જોર વધશે. આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 45 થી 50 કિંમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. તેમાં ગત મોડી રાત્રે પવનની ગતિમાં વધારો થતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તથા મહતમ તાપમાન 2 થી 5 ડિગ્રી વધશે અને આવતીકાલથી અંગ દઝાડતી ગરમી પડશે.
આ પણ વાંચો: Ahmedabad Khyati Hospital Scam : ડિરેક્ટર કાર્તિક પટેલની વધુ એક ગુનામાં ધરપકડ કરવામાં આવી