Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ ચીનને બતાવી હેસિયત..જાહેર કર્યો અસલી નકશો

ચીન (China) પોતાની હરકતોથી હટતું નથી. તેની વિસ્તરણવાદી નીતિ (expansionist policy) ભવિષ્યમાં પોતાના માટે જ ખતરનાક બની શકે છે. તે દક્ષિણ ચાઇના સમુદ્રના દેશો સાથે દાદાગીરી કરી રહ્યું છે.  ક્યારેક તાઇવાન પર તેનો પ્રભાવ પાડે છે. તેણે ભારતના અરુણાચલ પ્રદેશ...
પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ ચીનને બતાવી હેસિયત  જાહેર કર્યો અસલી નકશો
Advertisement
ચીન (China) પોતાની હરકતોથી હટતું નથી. તેની વિસ્તરણવાદી નીતિ (expansionist policy) ભવિષ્યમાં પોતાના માટે જ ખતરનાક બની શકે છે. તે દક્ષિણ ચાઇના સમુદ્રના દેશો સાથે દાદાગીરી કરી રહ્યું છે.  ક્યારેક તાઇવાન પર તેનો પ્રભાવ પાડે છે. તેણે ભારતના અરુણાચલ પ્રદેશ અને લદ્દાખનો ખોટો નકશો આપીને પોતાની છેતરપિંડી બતાવી છે. આ દરમિયાન ભારતના પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ ચીનને તેની હેસિયત બતાવી છે. ચીનના વિવાદાસ્પદ નકશા પર પલટવાર કરતા નરવણેએ એવો નકશો જાહેર કર્યો છે જેનાથી ચીનને મરચું લાગી શકે છે. ચીનને તેની હેસિયત બતાવનારો આ નકશો જ વાસ્તવિક્તા છે તેમ  નરવણેએ બતાવ્યું છે.
મનોજ નરવણેએ  નકશો પોસ્ટ કરીને ચીનને આડે હાથ લીધું
ભૂતપૂર્વ ભારતીય સેના પ્રમુખ મનોજ નરવણેએ 'X' પર એક નકશો પોસ્ટ કરીને ચીનને આડે હાથ લીધું છે. નકશો શેર કરતી વખતે તેમણે કહ્યું કે આખરે કોઈને ચીનનો નકશો મળી ગયો છે જે વાસ્તવિકતા છે. આ બહુરંગી નકશામાં ચીને તિબેટ સહિત ઘણા વિસ્તારોને 'ગેરકાયદે કબજા હેઠળના' વિસ્તારો તરીકે સીમાંકન અને અલગ કર્યા છે. તેમણે લખ્યું કે આ ચીનનો અસલી નકશો છે. કોઈપણ રીતે, ચીન તેની વિસ્તરણવાદી નીતિઓ માટે કુખ્યાત છે.

નકશામાં આ દેશોનો કબજો દર્શાવવામાં આવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકશામાં ચીનની સરહદે આવેલા અન્ય દેશો જેવા કે તાઈવાન, હોંગકોંગ, તિબેટ, ગ્રીસ ચીનના કબજામાં છે. તેમણે આ નકશો એવા સમયે શેર કર્યો છે જ્યારે ચીનના નવા નકશાને લઈને દેશમાં હોબાળો ચાલી રહ્યો છે. ચીને 28 ઓગસ્ટે દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો. ત્યારે ઘણો વિવાદ થયો હતો. ત્યારબાદ ચીને તાઈવાન, અક્સાઈ ચીન અને ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવવાનું કામ કર્યું હતું. ત્યારે ભારતે જોરદાર વિરોધ કરીને ચીનને અરીસો બતાવ્યો હતો.
જયશંકરે ચીનને અરીસો બતાવ્યો હતો
બીજી તરફ ચીનનો નવો નકશો જાહેર કર્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે ચીનના આ વાહિયાત દાવા પહેલીવાર નથી. તેનો નકશો બનાવવાથી બીજા લોકોના વિસ્તાર તમારા નથી બની જતા. નકશા જારી કરીને બીજા દેશોના વિસ્તારોને પોતાના તરીકે જાહેર કરવાની ચીનની જૂની આદત છે, તેનાથી કોઈ ફરક નથી પડતો, નકશા અને વાસ્તવિકતામાં ફરક છે. તેમણે ચીનના વાહિયાત દાવાઓને ફગાવી દીધા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×