Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર khris Srikanth એ ટીમના સિલેકશન પર ઉઠાવ્યા સવાલ, T20 વર્લ્ડ કપ નહીં જીતી શકીએ!

દિગ્ગજ પૂર્વ ક્રિકેટર khris Srikanth એ ભારતીય ટીમની પસંદગી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ અંગે ભારતીય પંસદગી સમિતિને આડે હાથ લીધી હતી
ભારતના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર khris srikanth એ ટીમના સિલેકશન પર ઉઠાવ્યા સવાલ  t20 વર્લ્ડ કપ નહીં જીતી શકીએ
Advertisement
  • khris Srikanth એ ટીમ સિલેકશન પર ઉઠાવ્યા સવાલ
  •  ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ નહીં જીતી શકે
  • શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ આ વાત કહી

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ક્રિસ શ્રીકાંતે ભારતીય ટીમની પસંદગી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ અંગે ભારતીય પંસદગી સમિતિને આડે હાથ લીધી હતી. ભારતના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ક્રિસ શ્રીકાંતે આગામી 2026 T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની જીતની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે હાલની ટીમ એશિયા કપમાં મજબૂત દાવેદાર હોવા છતાં, T20 વર્લ્ડ કપ જીતવા માટે પૂરતી સક્ષમ નથી. શ્રીકાંતે ટીમની પસંદગી, બેટિંગ ક્રમ અને કેટલાક ખેલાડીઓના સમાવેશ પર પણ ટીકા કરી છે.

khris Srikanth એ ટીમ સિલેકશન પર ઉઠાવ્યા સવાલ

Advertisement

શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર આ સંદર્ભે જણાવતા કહે છે કે આ ટીમ સાથે આપણે એશિયા કપ જીતી શકીએ, પરંતુ T20 વર્લ્ડ કપ જીતવાની કોઈ શક્યતા નથી. શું આ ટીમ T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે, જે માત્ર છ મહિના દૂર છે? તેમણે ટીમ પસંદગીના નિર્ણયો પર સવાલ ઉઠાવતા કહ્યું કે અક્ષર પટેલને ઉપ-કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યો છે. રિંકુ સિંહ, શિવમ દુબે અને હર્ષિત રાણાની પસંદગીનો તર્ક સમજાતો નથી. IPL પ્રદર્શનને પસંદગીનો મુખ્ય આધાર માનવામાં આવે છે, પરંતુ પસંદગીકારોએ અન્ય પ્રદર્શનને પણ ધ્યાનમાં લેવું જોઈએ.

Advertisement

khris Srikanth એ બેટિંગ ક્રમને લઇને કર્યા વેધક સવાલ

શ્રીકાંતે બેટિંગ ક્રમ અંગે પણ મોટા સવાલ ઉઠાવ્યા, ભારતીય ટીમમાં નંબર 5 પર કોણ બેટિંગ કરશે? સંજુ સેમસન, જીતેશ શર્મા, શિવમ દુબે કે રિંકુ સિંહ? હાર્દિક પંડ્યા સામાન્ય રીતે નંબર 5 પર બેટિંગ કરે છે, તો અક્ષર નંબર 6 પર બેટિંગ નહીં કરી શકે. શિવમ દુબેની પસંદગીનું કારણ સમજાતું નથી. તેમણે યશસ્વી જયસ્વાલની પ્રશંસા કરતા કહ્યું, "જયસ્વાલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને IPLમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેની ભૂમિકા શું છે?

શુભમન ગિલ એશિયા કપ માટે T20 ટીમમાં પાછો ફર્યો છે અને તેને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ગિલે તાજેતરમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી હતી, જે 2-2થી ડ્રો રહી હતી. જુલાઈ 2024માં શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં પણ તેણે ભાગ લીધો હતો. અક્ષર પટેલ, જેને જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, તેની જગ્યાએ હવે ગિલને આ જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:   Asia Cup 2025 : 'ભારત-પાકિસ્તાનની મેચ પહેલા ગૌતમ ગંભીર રાજીનામું કેમ નથી આપતા ?', પૂર્વ ક્રિકેટરનો પ્રહાર

Tags :
Advertisement

.

×