ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિયેશન વિદ્યાર્થી સમિતિના પૂર્વ અધ્યક્ષે PCI પ્રમુખ મોન્ટુભાઈ પટેલ પર થયેલા CBI રેડ અંગે પ્રતિક્રિયા આપી
- અમદાવાદમાં PCI અધ્યક્ષના બંગલા પર CBI ની રેડ મામલો
- ગુજરાત ફાર્માસિસ્ટ એસો. ના વિદ્યાર્થી સમિતિના પૂર્વ અધ્યક્ષે આપી પ્રતિક્રિયા
- રેડના પગલે દેશભરમાં ફાર્માસિસ્ટ સમુદાયમાં ચિંતાનો માહોલઃ મેહુલ પંચાલ
ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષના નિવાસ સ્થાને CBI દ્વારા કરવામાં આવેલ રેડના પગલે ગુજરાત ફાર્માસીસ્ટ એસોસિયેશન સ્ટુડન્ટ કમિટીના પૂર્વ પ્રમુખ મેહુલ એન. પંચાલ દ્વારા તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,
આજે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (PCI)ના અધ્યક્ષ મોન્ટુભાઈ પટેલના નિવાસસ્થાને CBI દ્વારા કરવામાં આવેલા રેડના પગલે દેશભરમાં ફાર્માસિસ્ટ સમુદાયમાં ચિંતાનું માહોલ છે. જારી તપાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખી, ફાર્મસી ક્ષેત્રના અનેક આગેવાનો દ્વારા કાયદાની પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને ફાર્મસી શિક્ષણને ગઢનારી સંસ્થાઓની ગૌરવભેર સ્થાપનાને યથાવત્ રાખવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
વિદ્યાર્થીઓની સમસ્યાઓને રાષ્ટ્રીય સ્તરે અવાજ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિયેશન વિદ્યાર્થી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ફાર્મસી ક્ષેત્રના આગેવાન તથા વન્યજીવન માટે કાર્યરત એક સક્રિય સ્વર તરીકે હું મોન્ટુભાઈ પટેલના અત્યારસુધીના યોગદાનને ધ્યાનમાં લાવું છું. તેમણે ફાર્મસી શિક્ષણને આધુનિક બનાવવામાં, લાઈસન્સિંગ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવામાં અને વિદ્યાર્થીઓની સમસ્યાઓને રાષ્ટ્રીય સ્તરે અવાજ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
રિફોર્મ્સ ફાર્મસી ક્ષેત્રને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટેના પ્રયત્નો
તેમના નેતૃત્વમાં PCI દ્વારા અભ્યાસક્રમને આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે મેળવા પ્રયાસો થયા, લાઈસન્સ પ્રક્રિયાને ડિજિટલ કરવામાં આવી અને ફાર્માસિસ્ટ સમાજ સાથે સંવાદ વધારવામાં આવ્યો. આવા રિફોર્મ્સ ફાર્મસી ક્ષેત્રને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટેના પ્રયત્નો હતા.
સાથે સાથે, કાયદાકીય પ્રક્રિયાનો માન રાખવો પણ એટલો જ જરૂરી છે. આવી તપાસો લોકશાહી વ્યવસ્થાનો એક ભાગ છે જે જવાબદારી અને પારદર્શિતા સુનિશ્ચિત કરે છે. અમે સમુદાય તરીકે સત્ય, ન્યાય અને વ્યાવસાયિક ઈમાનદારી માટે પ્રતિબદ્ધ છીએ અને આશા રાખીએ છીએ કે તપાસ એજન્સીએ નિષ્પક્ષ રીતે પોતાનું કાર્ય કરશે અને સ્થિતી અંગે સ્પષ્ટતા લાવશે.
અમે તમામ ફાર્માસિસ્ટ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એકતા સાથે ઊભા છીએ, જેમને નૈતિક નેતૃત્વમાં વિશ્વાસ છે અને જ્ઞાનસભર ભારત માટે સતત કાર્યરત છે. આ સમયે રાજકીય કે સંસ્થાકીય નાતાક્ષેત્રોથી પરે રહીને ન્યાય, સેવા અને સુધારાના મૂલ્યોને પુનઃસ્થાપિત કરવાનો છે.


