Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આવતીકાલથી PM Modi ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે, અહીં વાંચો કાર્યક્રમોની વિગત

આવતીકાલથી PM Modi ફરી બે દિવસનાં ગુજરાત પ્રવાસે આવતીકાલે સાંજે 5.30 કલાકે ગુજરાત આવશે PM મોદી એકતાનગરમાં રૂ.280 કરોડનાં કામનું લોકાર્પણ-શિલાન્યાસ 31 ઓક્ટોબરે સવારે 7.15 કલાકે સરદારને નમન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલથી ફરી બે દિવસના...
આવતીકાલથી pm modi ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે  અહીં વાંચો કાર્યક્રમોની વિગત
Advertisement
  1. આવતીકાલથી PM Modi ફરી બે દિવસનાં ગુજરાત પ્રવાસે
  2. આવતીકાલે સાંજે 5.30 કલાકે ગુજરાત આવશે PM મોદી
  3. એકતાનગરમાં રૂ.280 કરોડનાં કામનું લોકાર્પણ-શિલાન્યાસ
  4. 31 ઓક્ટોબરે સવારે 7.15 કલાકે સરદારને નમન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આવતીકાલથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. આવતીકાલે સાંજે 5.30 કલાકે એકતાનગરમાં (Ektanagar) રૂ. 280 કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે તેઓ આરંભ 6.0 માં 99 માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં અધિકારી-તાલીમાર્થીઓને સંબોધિત કરશે. 31 મી ઑક્ટોબરે સવારે 7:15 વાગ્યે વડાપ્રધાન મોદી (PM Modi) 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પર પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર પછી 'રાષ્ટ્રીય એકતા દિવસ' ની ઉજવણી કરાશે.

આ પણ વાંચો - Gujarat :મુખ્યમંત્રીના દિપાવલી-નૂતનવર્ષ નિમિત્તે શુભેચ્છા કાર્યક્રમો

Advertisement

આવતીકાલથી PM મોદી ફરી બે દિવસનાં ગુજરાત પ્રવાસે

વડપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરનાં રોજ ફરી ગુજરાતની મુલાકાતે આવશે. પીએમ મોદીના (PM Modi) કાર્યક્રમોની વાત કરીએ તો 30 મી ઑક્ટોબરે એકતાનગર, કેવડિયા પહોંચશે અને સાંજે 5:30 વાગ્યે, તેઓ એકતાનગરમાં રૂ. 280 કરોડથી વધુનાં મૂલ્યના વિવિધ માળખાકીય અને વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય પ્રવાસી અનુભવને વધારવા, સુલભતામાં સુધારો કરવાનો અને આ વિસ્તારમાં ટકાઉપણાની પહેલને સમર્થન આપવાનો છે. ત્યારબાદ, લગભગ 6 વાગ્યે તેઓ આરંભ 6.0 માં 99 માં કોમન ફાઉન્ડેશન કોર્સનાં ( Common Foundation Course) અધિકારી-તાલીમાર્થીઓને સંબોધિત કરશે. આ વર્ષનાં કાર્યક્રમની થીમ છે “આત્મનિર્ભર અને વિકસિત ભારત માટે રોડમેપ” છે. 99 મો કોમન ફાઉન્ડેશન કોર્સ- આરંભ 6.0, ભારતની 16 સિવિલ સર્વિસ અને ભૂતાનની 3 સિવિલ સર્વિસમાંથી 653 ઓફિસર ટ્રેઇનીનો સમાવેશ કરે છે.

Advertisement

આ પણ વાંચો - PM મોદી અને કથાકાર મોરારી બાપુ વચ્ચે મુલાકાત, Amreli માં વડાપ્રધાને CR પાટીલનાં વખાણ કર્યા

31 મીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે

31 મી ઑક્ટોબરે, સવારે લગભગ 7:15 વાગ્યે પ્રધાનમંત્રી (PM Modi) 'સ્ટેચ્યુ ઑફ યુનિટી' પર (Statue of Unity) સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે, જે પછી રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણી કરાશે. વડાપ્રધાન મોદી એકતા દિવસની પ્રતિજ્ઞાનું સંચાલન કરશે અને એકતા દિવસ પરેડનાં સાક્ષી બનશે, જેમાં 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, NCC અને માર્ચિંગ બેન્ડની 16 માર્ચિંગ ટુકડીઓ હશે. ખાસ આકર્ષણોમાં NSG ની હેલ માર્ચ ટુકડી, BSF અને CRPF મહિલા અને પુરૂષ બાઇકર્સ દ્વારા ડેરડેવિલ શો, BSF દ્વારા ભારતીય માર્શલ આર્ટ્સનાં સંયોજન પરનો શો, શાળાનાં બાળકો દ્વારા પાઇપ બેન્ડ શો, ભારતીય વાયુસેના દ્વારા 'સૂર્ય કિરણ' ફ્લાયપાસ્ટ, અન્યનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો - Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવ્યું, જુઓ આ તસવીરો

Tags :
Advertisement

.

×