Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ રચ્યો ઈતિહાસ

. 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ જેમાં Ax-4 મિશન હેઠળ ફ્લોરિડાથી ISS માટે ઉડાન ભરી
gaganyan mission axiom4   ભારતના  સ્પેસ હિરો  શુભાંશુ શુક્લાએ રચ્યો ઈતિહાસ
Advertisement
  • 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ
  • Ax-4 મિશન હેઠળ ફ્લોરિડાથી ISS માટે ભરી ઉડાન
  • એક્સિઓમ-4 મિશનનું ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ

Gaganyan Mission Axiom4 : ભારતના 'સ્પેસ હિરો' શુભાંશુ શુક્લાએ ઈતિહાસ રચ્યો છે. 41 વર્ષ બાદ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષ યાત્રાએ છે. જેમાં Ax-4 મિશન હેઠળ ફ્લોરિડાથી ISS માટે ઉડાન ભરી છે. એક્સિઓમ-4 મિશનનું ફ્લોરિડાથી સફળ લોન્ચિંગ થયુ છે. ફાલ્કન-9 રોકેટ સાથે ડ્રેગન કેપ્સ્યુલમાં 4 યાત્રીની ઉડાન છે. 26 જૂને સાંજે 4.30 કલાકે ISSથી સ્પેસક્રાફ્ટ જોડાશે. તેમજ 14 દિવસ સુધી Ax-4ની ટીમ અનેકવિધ સંશોધન કરશે.

Advertisement

એક્સિઓમ-4 વૈશ્વિક સંકલન માટે મહત્વપૂર્ણ મિશન

એક્સિઓમ-4 વૈશ્વિક સંકલન માટે મહત્વપૂર્ણ મિશન છે. જેમાં માઈક્રોગ્રેવિટી, ભોજન સહિત અનેક વૈજ્ઞાનિક પરીક્ષણ કરશે. સ્પેસ સ્ટેશનમાં માઈક્રોગ્રેવિટીનું ટીમ પરિક્ષણ કરશે. શુભાંશુ શુક્લા અમેરિકા, પોલેન્ડ અને હંગેરીના અવકાશયાત્રીઓ સાથે અવકાશની 14 દિવસની યાત્રા પૂર્ણ કરશે. અહેવાલ છે કે આ સમય દરમિયાન તેઓ દેશભરના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા 7 ભારતીય વૈજ્ઞાનિક અભ્યાસોને આગળ વધારવા માટે કામ કરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ અવકાશથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સ્પેસએક્સે કહ્યું છે કે હવામાન લોન્ચ માટે 90 ટકા અનુકૂળ છે. એક્સ પર લખ્યું હતું, 'બુધવારે એક્સિઓમ સ્પેસના એક્સ-4 મિશનના અવકાશ મથક પર લોન્ચ માટે બધું બરાબર લાગે છે અને હવામાન 90 ટકા અનુકૂળ છે.'

Advertisement

આ મિશન હેઠળ લોન્ચિંગ શરૂઆતમાં 29 મેના રોજ સુનિશ્ચિત થયેલ હતું

આ મિશન હેઠળ લોન્ચિંગ શરૂઆતમાં 29 મેના રોજ સુનિશ્ચિત થયેલ હતું, પરંતુ ફાલ્કન-9 રોકેટના બૂસ્ટરમાં અને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના જૂના રશિયન મોડ્યુલમાં પ્રવાહી ઓક્સિજનનું લીકેજ જોવા મળ્યા બાદ, તેને પહેલા 8 જૂન, પછી 10 જૂન અને પછી 11 જૂન સુધી મુલતવી રાખવામાં આવ્યું. આ પછી, યોજના ફરીથી 19 જૂન સુધી મુલતવી રાખવામાં આવી અને પછી નાસા દ્વારા રશિયન મોડ્યુલમાં સમારકામનું કામ પૂર્ણ થયા પછી ઓર્બિટલ લેબોરેટરીના સંચાલનનું મૂલ્યાંકન કરવા માટે લોન્ચિંગ તારીખ 22 જૂન નક્કી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Gujarat Rain : ગુજરાતની જીવાદોરી સમાન વિવિધ ડેમમાં ભારે વરસાદની પાણીની આવક

Tags :
Advertisement

.

×