ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'રાજકોટ અગ્નિકાંડ' બાદ હવે Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન, દિવાળી પહેલા મળી મંજૂરી!

રાજકોટ અગ્નિકાંડ બાદ Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન નિયમો મુજબ ગેમઝોન શરુ કરવા આપવામાં આવી મંજુરી શહેરમાં આવેલા 18 ગેમ ઝોનને આપવામાં આવી મંજૂરી ગેમ ઝોન માટે મળેલી કમિટીને 24 અરજીઓ મળી હતી રાજકોટનાં (Rajkot) અગ્નિકાંડની દહેશત હજી...
09:10 PM Oct 26, 2024 IST | Vipul Sen
રાજકોટ અગ્નિકાંડ બાદ Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન નિયમો મુજબ ગેમઝોન શરુ કરવા આપવામાં આવી મંજુરી શહેરમાં આવેલા 18 ગેમ ઝોનને આપવામાં આવી મંજૂરી ગેમ ઝોન માટે મળેલી કમિટીને 24 અરજીઓ મળી હતી રાજકોટનાં (Rajkot) અગ્નિકાંડની દહેશત હજી...
  1. રાજકોટ અગ્નિકાંડ બાદ Ahmedabad માં ફરી શરૂ થશે ગેમઝોન
  2. નિયમો મુજબ ગેમઝોન શરુ કરવા આપવામાં આવી મંજુરી
  3. શહેરમાં આવેલા 18 ગેમ ઝોનને આપવામાં આવી મંજૂરી
  4. ગેમ ઝોન માટે મળેલી કમિટીને 24 અરજીઓ મળી હતી

રાજકોટનાં (Rajkot) અગ્નિકાંડની દહેશત હજી પણ લોકોનાં મનમાં છે. આ અગ્નિકાંડમાં (Rajkot Fire Incident) બાળકો સહિત 27 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા હતા. રાજકોટની આ ગોઝારી ઘટના બાદ સરકારે રાજ્યભરમાં ચાલી રહેલા ગેમઝોનમાં તપાસ કરાવી હતી અને ખામીયુક્ત જણાતા બંધ કરવા સુધીની કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં (Ahmedabad) પણ કેટલાક ગેમઝોનની તપાસ બાદ તેને બંધ કરવાની નોબત આવી હતી. ત્યારે હવે શહેરમાં નિયમો મુજબ, ગેમઝોન ફરી શરૂ કરવા મંજૂરી અપાઈ છે.

આ પણ વાંચો - Lok Adalat માં લગ્નજીવનની તકરારનાં 1096 કેસનો નિકાલ, વર્ષમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનો નિવેડો લવાયો

નિયમો મુજબ ગેમઝોન શરુ કરવા મંજૂરી અપાઈ

પ્રાપ્ત અહેવાલ અનુસાર, રાજકોટ અગ્નિકાંડની (Rajkot Fire Incident) ઘટના બાદ અમદાવાદમાં (Ahmedabad) ચાલી રહેલા વિવિધ ગેમઝોનની તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને નિયમોનું પાલન નહીં કરનારા ગેમઝોનોને બંધ કરવા સુધીની કાર્યવાહી કરાઈ હતી. જો કે, હવે શહેરમાં ફરી એકવાર ગેમઝોન (GameZone) શરૂ કરવા માટે મંજૂરી અપાઈ છે. માહિતી મુજબ, શહેરમાં 18 જેટલા ગેમઝોનને નિયમો મુજબ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Banaskantha : BJP નાં નારાજ વરિષ્ઠ નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, હવે મનાવવા માટે ધમપછાડા!

ગેમઝોન માટે મળેલી કમિટીને 24 અરજીઓ મળી હતી

માહિતી અનુસાર, ગેમઝોન અંગે મળેલી કમિટીને 24 અરજીઓ મળી હતી, જેના પણ ચર્ચા-વિચારણા કરીને દિવાળી (Diwali 2024) પહેલા નિયમો મુજબ મંજૂરી આપવામાં આવી છે. માહિતી મુજબ, તમામ જરૂરી પાસાઓ તપાસ્યા બાદ આ મંજૂરી આપવામાં આવી. ગેમઝોનનાં સંચાલકોએ સરકારનાં તમામ નિયમો અને ગાઇડલાઇનનું અનુસરણ કરવાનું ફરજિયાત રહેશે.

આ પણ વાંચો - Junagadh : દિવાળી વેકેશનમાં ગિરનાર જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

Tags :
AhmedabadAHMEDABAD GAMEZONEBreaking News In GujaratigamezonesGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRAJKOTRajkot fire incident
Next Article