જુનાગઢ અને મેંદરડા રોડ પર ગમખ્વાર અકસ્માત, 2 ના મોત
મેંદરડા રોડ પર અક્સ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં...
Advertisement
મેંદરડા રોડ પર અક્સ્માતની ઘટના સામે આવી છે. ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અક્સ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108ની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં અવાર નવાર અકસ્માતની ઘટનાઓ સર્જાતી રહે છે. ત્યારે જુનાગઢના મેંદરડામાં અકસ્માતનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરતું અકસ્માત કયા કારણોસર થયો તેની માહિતી હજુ જાણવા મળી નથી.
Advertisement
આ પણ વાંચો : પિતાએ જ દીકરીનું ઢીમ ઢાળી દીધું, મટન કાપવાના છરાથી 17 ઘા માર્યા
Advertisement


