Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch: ગાંધીધામ નેશનલ હાઈવે કરાયો બંધ, ટીમ્બર માર્ટમાં ભીષણ આગ લાગતા ભયનો માહોલ

કચ્છ ગાંધીધામ નેશનલ હાઈવે પર ભીષણ આગ લાગતા આસપાસનાં લોકોમાં ભયો માહોલ સર્જાવા પામ્યો હતો. આગ લાગ્યા બાદ અચાનક બ્લાસ્ટ થવાના ખતરાએ ફાયર ટીમની ચિંતા વધારી દીધી હતી.
kutch  ગાંધીધામ નેશનલ હાઈવે કરાયો બંધ  ટીમ્બર માર્ટમાં ભીષણ આગ લાગતા ભયનો માહોલ
Advertisement
  • ગાંધીધામ નેશનલ હાઈવે પાસે ભીષણ આગ
  • શંકર ટીમ્બરમાં લાકડાના ભૂસામાં આગનો બનાવ
  • 15થી વધુ ટેન્કર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ

કચ્છનાં ગાંધીધામ નેશનલ હાઈવે પર આવેલ શંકર ટીમ્બરની ફેક્ટરીમાં અગમ્યકારણોસર આગ લાગતા થોડા સમયે માટે કામ કરી રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. શંકર ટીમ્બરમાં લાગેલ આગ હજુ પણ કાબુમાં આવી નથી. સદભાગ્યે કોઈ જાનહાનિ પણ થવા પામી નથી. ફેક્ટરીની બાજુમાં પેટ્રોલ પંપ આવેલ હોઈ કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ તેમજ ફાયર વિભાગ દ્વારા નેશનલ હાઈવે ઓર્થોરીટી દ્વારા હાઈવેને બંધ કરાવી દેવામાં આવ્યો છે. તેમજ ફાયર વિભાગની 12 ટીમ તેમજ કંડલા પોર્ટની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

Advertisement

આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી

ગુજરાતના કચ્છમાં હાઇવે નજીક આવેલા પેટ્રોલ પંપની બાજુની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ એક એવી કંપનીમાં લાગી હતી જ્યાં લાકડા સંબંધિત કામ કરવામાં આવે છે. આ કારણે ફાયર ફાઇટરોને આગ ઓલવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઘટના સોમવારે  બની હતી.

Advertisement

લાકડાની કંપનીમાં આગ લાગી

ગાંધીધામ ભચાઉ હાઇવે પર પેટ્રોલ પંપ પાસે લાકડાની કંપનીમાં આગ લાગી હતી. ગાંધીધામ નગરપાલિકા સહિત ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Ahmedabad: ઓઢવમાં પોલીસે ડિટેઈન કરેલ વાહનોમાં લાગી આગ, નુકસાનની ભરપાઈ કોણ કરશે? જુઓ વીડિયો

બ્લાસ્ટ થતા લોકોમાં ફફડાટ

શંકર ટીમ્બરમાં લકાડાના ભૂસામાં આગનો બનાવ બન્યો હતો. ટીમ્બર માર્ટથી થોડે દૂર ભારત પેટ્રોલિયમનો પેટ્રોલ પંપ પણ આવેલ છે. પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે હાજર છે અને લોકોને આગથી દૂર ખસેડી રહ્યા છે જેથી જાનહાનિ ઓછી થાય. હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ટિમ્બર માર્ટમાં લાકડાના ઢગલામાં આગ લાગી હતી.

આ પણ વાંચોઃ VADODARA : ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મુંબઇ એરપોર્ટથી દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

સ્થાનિકોને સ્થળથી દૂર રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ

કચ્છનાં ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. પેટ્રોલ પંપથી 30 મીટરનાં અંતરે શંકર ટીમ્બરનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ બાદ અચાનક બ્લાસ્ટત થવાનાં ભયે ફાયર વિભાગની ટીમની ચિંતા વધારી હતી. શંકર ટીમ્બર માર્ટ નામનાં લાકડાનાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભીષણ આગના ગોટે ગોટા 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. હાલ સુધી ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાાના સમાચાર મળી રહ્યા છે. આગથી 30 મીટર દૂર આવેલ પેટ્રોલ પંપ પણ બંધ કરાયો છે. તેમજ સ્થાનિકોને સ્થળથી દૂર રહેવા તંત્ર દ્વારા સૂચના અપાઈ છે.

આ પણ વાંચોઃ Surendranagar:રાજ્યમાં અકસ્માતનાં ત્રણ બનાવમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો, બાઈક અને કાર અકસ્માતમાં દાદા-પૌત્રીનું મોત

Tags :
Advertisement

.

×