Gandhinagar : ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે, અહીં જુઓ લિસ્ટ
- ગુજરાત રાજ્યમાં વધુ નવા 17 તાલુકાઓ બનશે (Gandhinagar)
- નવા તાલુકા સાથે કુલ તાલુકાઓની સંખ્યા 269 થશે
- સંતરામપુર અને શહેરામાંથી-ગોધર નવો તાલુકો
- લુણાવાડામાંથી કોઠંબા, દેડિયાપાડામાંથી-ચીકદા તાલુકો બનશે
Gandhinagar : પાટનગર ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યનાં વધુ નવા 17 તાલુકાઓને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારનાં આ નિર્ણય બાદ નવા તાલુકા (New Talukas) સાથે કુલ તાલુકાઓની સંખ્યા 265 એ પહોંચશે.. જુઓ લિસ્ટ...
આ પણ વાંચો - Gandhinagar : રાજ્યને મળશે 15-17 નવા તાલુકા, કેબિનેટની બેઠકમાં આ મુદ્દાઓ પર થશે ચર્ચા!
ગુજરાત સરકારે કરી નવા તાલુકાઓની જાહેરાત | Gujarat First @CMOGuj @Bhupendrapbjp #SthanikSwarajElection #SthanikSwarajElection2025 #GujaratiNews #LocalGujarat #Gandhinagar #Kalol #mahisagar #banaskantha #valsad #dahod #chhotaudepur #Gujarat #GujaratiNews pic.twitter.com/i2xjvDgReq
— Gujarat First (@GujaratFirst) September 24, 2025
આ પણ વાંચો - Amit Khunt Case : કોર્ટમાં આરોપીનો 'યુટર્ન', પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!
- સંતરામપુર અને શહેરામાંથી ગોધર નવો તાલુકો
- લુણાવાડામાંથી - કોઠંબા
- દેડિયાપાડામાંથી- ચીકદા
- વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી- નાનાપોઢા નવો તાલુકો
- થરાદમાંથી- રાહ
- વાવમાંથી- ધરણીધર
- કાંકરેજમાંથી- ઓગડ
- દાતામાંથી- હડાદ
- ઝાલોદ તાલુકામાંથી- ગુરુ ગોવિંદ લીંબડી
- જેતપુર પાવીમાંથી- કદવાલ
- કપડવંજ અને કઠલાલમાંથી- ફાગવેલ
- ભિલોડામાંથી- શામળાજી
- બાયડમાંથી- સાઠંબા
- સોનગઢમાંથી- ઉકાઈ
- માંડવીમાંથી- અરેઠ
- મહુવામાંથી- અંબિકા
- ફતેહપુરામાંથી-સુખસર
આ પણ વાંચો - Gujarat: MLA Chaitar Vasava જેલ મુક્તિ થતા બોલ્યા, ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો


