Gandhinagar : વિદેશ જવાનું સપનું છોડીને સરપંચ બની 24 વર્ષીય વિદ્યાર્થિની, હવે ગામનો વિકાસ કરવાનો ભારે ઉત્સાહ
- કડા ગામના 24 વર્ષીય ખુશાલીબેન રબારી બન્યાં સરપંચ
- 2006માં શાળા પ્રવેશોત્સવથી શાળામાં પ્રવેશ
- ખુશાલીબેન શાળા પ્રવેશોત્સવમાં બાળકોને પ્રવેશ અપાવશે
- હવે ઉત્સાહભેર ગામના વિકાસ માટે અગ્રેસર
- મોદી સાહેબને જોઇને નેતૃત્વ કરવામાં ઇન્ટરેસ્ટ પડ્યો
- હવે ગામના વિકાસ માટે કામ કરીશ:ખુશાલીબેન
Gandhinagar : હું અત્યારે નર્સિંગના છેલ્લા વર્ષમાં છું.નર્સિંગ બાદ વિદેશમાં કામ કરવાની ઘણી તકો હોય છે.પણ PM મોદીને(PM Modi) જોયા ત્યારથી રાજકીય ક્ષેત્રમાં રસ (Motivation)પડવા લાગ્યો હતો. હવે ગ્રામજનોના આશીર્વાદથી મને સેવાની આ તક મળી છે, તો અમારા ગામને વધુ વિકસિત કરવા માટે હું કામ કરીશ.” આ શબ્દો છે,મહેસાણાના વિસનગર તાલુકાના કડા ગામના નવા ચૂંટાયેલા (Gram panchayat)સરપંચ ખુશાલીબેન (Khushaliben Rabari)કાનજીભાઈ રબારીના.
PM નરેન્દ્ર મોદીને જોઈને પ્રેરણા મળી
24 વર્ષીય ખુશાલીબેને તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયત ચૂંટણીમાં 1320ની જંગી લીડથી (Sarpanch)જીત મેળવી છે.હવે તેઓ ગામમાં પાયાની સુવિધાઓમાં વધારો કરીને તેમજ અન્ય વિકાસકાર્યોથી ગ્રામજનોની સેવા કરવા માટે તત્પર છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Modi)એ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે 2003થી શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમના ખુશાલીબેન સાક્ષી રહ્યાં છે.વર્ષ 2006માં તેમણે આ કાર્યક્રમ અંતર્ગત ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. હવે તેઓ સરપંચ તરીકે 27 જૂન, 2025ના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ગામના બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે!
આ પણ વાંચો -Ambaji : આજથી અષાઢી ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ, નવા સરપંચ સહિત ભક્તો મંદિરે પહોંચ્યા
મોદી સાહેબને જોઇને થયું કે નેતૃત્વ કરવું જોઇએ
ખુશાલીબેન અત્યારે વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી (એસ.કે. યુનિવર્સિટી)માં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યાં છે.નર્સિંગ બાદ વિદેશમાં નોકરીની વધારે તકો હોવાથી તેઓ વિદેશ જવા વિશે પણ વિચારી રહ્યાં હતા. પણ સમયાંતરે તેમનો ઝુકાવ નેતૃત્વ તરફ થવા લાગ્યો.રાજકીય ક્ષેત્રે તેઓ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વથી પ્રેરણા લઇ રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, “ મેં ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદી સાહેબને રૂબરૂ જોયા હતા. તેમના નેતૃત્વથી પ્રેરણા મળે છે અને તેમના લીધે મને પણ નેતૃત્વ કરવામાં રસ પડ્યો.હવે ગામમાં રોડ,રસ્તા અને વિકાસના અન્ય કાર્યોથી લોકોની સેવા કરવાની ઇચ્છા છે. જે પણ નાની-મોટી સમસ્યાઓ છે તેને દૂર કરવા માટે અમે કામ કરીશું.
આ પણ વાંચો -Gandhinagar : RRU માં UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલનું સૂચક નિવેદન, સત્તાધીશોને ટકોર!
મહિલાઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું
ખુશાલીબેનના પરિવારમાં તેમના માતા-પિતા સહિત બે નાના ભાઇઓ છે. નાની ઉંમરે તેમને સરપંચ પદની જવાબદારી મળવાથી પરિવારજનો અને તેમના મિત્રોમાં ખુશી અને ગૌરવની લાગણી છે. તેમની આ સફળતા ગામની મહિલાઓ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બન્યું છે.


