ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 500 થી વધુ સરકારી કર્મચારીઓને અપાશે નિમણૂક પત્ર

પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરનાં રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
02:38 PM Dec 10, 2024 IST | Vipul Sen
પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરનાં રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
સૌજન્ય : Google
  1. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 500 થી વધુ સરકારી નોકરિયાતને નિમણૂક પત્ર અપાશે
  2. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરનાં રોજ ખાસ કાર્યક્રમ
  3. પંચાયતનાં મદદનીશ ઇજનેર 278, 148 પ્લાનિંગ આસિસ્ટન્ટ સહિતનાં કર્મીઓને અપાશે ઓર્ડર

Gandhinagar : ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે 500 થી વધુ સરકારી નોકરિયાતને નિમણૂક પત્ર આપવામાં આવશે. પાટનગર ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બરનાં રોજ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ નિમણૂક પત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો - BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના હસ્તે મોંઘીદાટ કાર લેતા પ્રાથમિક શાળાનાં શિક્ષકનો Video વાઇરલ

CM ના હસ્તે 500 થી વધુ સરકારી નોકરિયાતને નિમણૂક પત્ર અપાશે

ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા મહાત્મા મંદિર ખાતે 12 ડિસેમ્બર, 2024 નાં રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) 500 થી વધુ સરકારી નોકરી મેળવનારા ઉમેદવારોને નિમણૂક પત્ર આપશે. જણાવી દઈએ કે, મહાત્મા મંદિર (Mahatma Mandir) ખાતે આ કાર્યક્રમ 12 મી ડિસેમ્બરે સવારે 11 કલાકે યોજાશે.

આ પણ વાંચો - Banaskantha : વાવ વિધાનસભા પેટાચૂંટણી જીત્યા બાદ BJP નાં સ્વરૂપજી ઠાકોર આજે લેશે શપથ

બીડગાર્ડ અને અન્યને મહિનાની અંતે મળશે નિમણૂક પત્ર

માહિતી અનુસાર, આ વિશેષ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પંચાયતનાં મદદનીશ ઇજનેર (Panchayat Assistant Engineers) 278, 148 પ્લાનિંગ આસિસ્ટન્ટ, 51 સર્વેયર અને સાયન્સ ટેક્નોલોજીનાં 31 ને ઓર્ડર આપવામાં આવશે. ઉપરાંત, બીડગાર્ડ અને અન્યને ડિસેમ્બર મહિનાનાં અંત સુધીમાં નિમણૂક પત્ર આપવામાં આવશે.

આ પણ વાંચો - Gandhinagar : ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે થશે સન્માન

Tags :
Appointment Letters to Government EmployeesBreaking News In GujaratiCM Bhupendra PatelGandhinagargujarat cmGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMahatma MandirNews In GujaratiPanchayat Assistant EngineersPlanning AssistantsScience TechnologySurveyors
Next Article