Gandhinagar : મહિલા તબીબને 3 માસ Digital Arrest કરી, ઘર, ઘરેણા, FD વેચાવી 35 ખાતામાં રૂ. ટ્રાન્સફર કરાવ્યા!
- દેશનું સૌથી મોટું Digital Arrest સ્કેમનો પર્દાફાશ!
- ડિજિટલ અરેસ્ટના ભોગ બન્યા ગુજરાતી મહિલા તબીબ
- ગાંધીનગરની મહિલા તબીબ પાસેથી 35 ખાતામાં રૂ. 19 કરોડ ટ્રાન્સફર કરાવ્યા
- મહિલા તબીબનું ઘર, ઘરેણા, FD, શેર સર્ટિફિકેટ વેચાવી રૂપિયા પડાવ્યા
- આ ફ્રોડનું કનેક્શન કંબોડિયા ખાતેનું ખુલ્યું, એક આરોપીની ધરપકડ
Gandhinagar : રાજ્યમાં ડિજિટલ એરેસ્ટની (Digital Arrest) ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરમાંથી સૌથી મોટો ડિજિટલ એરેસ્ટનો કેસ સામે આવ્યો છે. એક મહિલા તબીબ ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે. આરોપીઓએ મહિલા તબીબને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરીને મની લોન્ડરિંગ કેસમાં ફસાવવીની ધમકી આપી હતી અને 35 જેટલા બેંક એકાઉન્ટ 19.24 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ મહિલા તબીબનું ઘર, ઘરેણા, FD, શેર સર્ટિફિકેટ વેચાવી રૂપિયા પડાવ્યા હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે. આ ફ્રોડનું કનેક્શન કંબોડિયા (Cambodia) ખાતેનું તપાસમાં સામે આવ્યું છે. સાઇબર ક્રાઇમ પોલીસે (Cyber Crime Police) એક આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરબદલ! આ નેતાઓમાં મળી મોટી જવાબદારી
દેશનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ સ્કેમ!
ડિજિટલ અરેસ્ટના ભોગ બન્યા ગુજરાતી મહિલા
ગાંધીનગરની મહિલા તબીબ પાસેથી 19 કરોડ પડાવાયા@CyberGujarat #DigitalArrest #Gandhinagar #CyberFraud #Kambodiya #BigScam #Crime #GujaratFirst pic.twitter.com/zTGWRoa7oM— Gujarat First (@GujaratFirst) July 28, 2025
ગાંધીનગરની મહિલા તબીબ પાસેથી 35 ખાતામાં રૂ. 19 કરોડ ટ્રાન્સફર કરાવ્યા
ગાંધીનગરની મહિલા તબીબ ડિજિટલ એરેસ્ટનો (Digital Arrest) ભોગ બની છે. આરોપીઓએ મહિલા તબીબને 3 મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી 35 ખાતામાં રૂ. 19.24 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા. આ કેસમાં ફરિયાદ બાદ સાઇબર ક્રાઇમ પોલીસે સુરતનાં લાલજી બલદાણીયા નામની વ્યક્તિની ધરપકડ કરી છે. લાલજી બલદાણીયાના ખાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પૂછપરછ બાદ મળેલ માહિતી અનુસાર, આરોપીઓએ મહિલા તબીબને 19 માર્ચનાં રોજ પહેલો વીડિયો કોલ કર્યો હતો અને FEMA અને PMLA નાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. ત્યાર બાદ આરોપીઓએ તબીબ મહિલાને મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત દેશનાં અલગ-અલગ રાજ્યોના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા.
આ પણ વાંચો - Gujarat News: TET-TAT ઉમેદવારોની ભરતીને લઈ સરકારે યુ-ટર્ન કર્યો, નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ્દ
ઘર, ઘરેણાં, FD, શેર સર્ટિફિકેટ વેચીને આરોપીઓનાં ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા!
આરોપીઓએ મહિલા તબીબ એટલી હદે ડરાવી ધમકાવી હતી કે મહિલા તબીબે પોતાનું ઘર, ઘરેણાં, FD, શેર સર્ટિફિકેટ વેચીને આરોપીઓનાં ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. સ્ટેટ સાયબર ક્રાઇમનાં SP ધર્મેન્દ્ર શર્માના (SP Dharmendra Sharma) જણાવ્યા મુજબ, આ મામલે એક સપ્તાહ પહેલા ફરિયાદ થઈ હતી. આથી, ઝડપી તપાસ કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ કેસમાં એક બેંક ખાતામાં 1 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હતા જે અંગે તપાસ કરતા આરોપી લાલજી બલદાણીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ માર્ચથી જૂન સુધી મહિલા તબીબને ડિજિટલ એરેસ્ટ કરી હતી. આ પાછળ મોટી ગેંગ સક્રિય હોવાનું અનુમાન છે. અમારી ટીમ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો - Gujarat Rain: રાજ્યમાં ધોધમાર વરસાદથી 102 રસ્તાઓ બંધ થતા લોકોને હાલાકી


